સંરક્ષણ મંત્રાલય
ભારતીય નૌકાદળના જહાજોની સિંગાપોરની મુલાકાત પૂર્ણ થઈ
Posted On:
23 JUL 2025 12:39PM by PIB Ahmedabad
દક્ષિણ પૂર્વ એશિયામાં ઓપરેશનલ ડિપ્લોયમેન્ટના ભાગ રૂપે પૂર્વીય ફ્લીટે સિંગાપોર બંદરની મુલાકાત લીધી હતી. ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇસ્ટર્ન ફ્લીટ (FOCEF) રિયર એડમિરલ સુશીલ મેનનના કમાન્ડમાં ઇસ્ટર્ન ફ્લીટના ભારતીય નૌકાદળના જહાજો દિલ્હી, શક્તિ, સતપુરા અને કિલ્ટને એ દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતીય નૌકાદળના ઓપરેશનલ ડિપ્લોયમેન્ટમા ભાગરૂપે 16 થી 19 જુલાઈ 2025 દરમિયાન સિંગાપોર બંદરની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન, FOCEF એ સિંગાપોરમાં ભારતના હાઇ કમિશનર અને રિપબ્લિક ઓફ સિંગાપોર નૌકાદળના ફ્લીટ કમાન્ડર સાથે મુલાકાત કરી અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં દ્વિપક્ષીય નૌકાદળ સંબંધો અને દરિયાઇ સહયોગને વધારવા માટે તકો અને માર્ગો પર ચર્ચા કરી હતી. FOCEF એ દરિયાઇ સુરક્ષા અને પ્રાદેશિક વિકાસ પર ભારતીય નૌકાદળના દ્રષ્ટિકોણ પર શૈક્ષણિક સમુદાય સાથે અનૌપચારિક ચર્ચાઓ પણ કરી હતી.
પૂર્વીય કાફલાના જહાજોના કમાન્ડિંગ અધિકારીઓએ ક્રાંજી યુદ્ધ સ્મારક ખાતે ભવ્ય પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં ભાગ લીધો અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
બંને નૌકાદળો વચ્ચે વ્યાવસાયિક વાતચીતમાં ક્રોસ-ડેક મુલાકાતો, વિષય નિષ્ણાતો (SMEE)નું આદાન-પ્રદાન અને આંતર-કાર્યક્ષમતા અને પરસ્પર સમજણ વધારવાના હેતુથી મૈત્રીપૂર્ણ રમતગમત પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. INS શક્તિ પર એક ડેક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં RSN કર્મચારીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજદ્વારી સમુદાયના સભ્યો અને ભારતીય ડાયસ્પોરા દરિયાઈ ભાગીદારીના બંધનોની ઉજવણી અને મજબૂતી માટે ભેગા થયા હતા.
સિંગાપોર બંદરની ભારતીય નૌકાદળની મુલાકાતે ક્ષેત્રીય સ્થિરતા, સુરક્ષા અને દરિયાઈ સહયોગ પ્રત્યે ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતા અને યોગદાનને પ્રકાશિત કર્યું હતું, જે ક્ષેત્રમાં બધા માટે સુરક્ષા અને વિકાસ (SAGAR)ના વિઝન સાથે સુસંગત છે.
M0S9.jpeg)
H2N7.jpeg)
NANN.jpeg)
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2147177)