રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારત NCX 2025નો પ્રારંભ: સક્રિય ક્ષમતા નિર્માણ દ્વારા ભારતના સાયબર સ્થિતિસ્થાપકતાને આગળ ધપાવવી

Posted On: 21 JUL 2025 3:03PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત - ભારત NCX 2025નું આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલની હાજરીમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી ટી. વી. રવિચંદ્રન દ્વારા સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કવાયત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ના સહયોગથી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયત ભારતના સાયબર સંરક્ષણ ક્ષેત્રમાં એક વ્યૂહાત્મક છલાંગ દર્શાવે છે, જેમાં એક કેન્દ્રિત થીમ "ભારતીય સાયબરસ્પેસની ઓપરેશનલ તૈયારીમાં વધારો" રજૂ કરવામાં આવી છે.

ભારત NCX 2025 દેશભરના સાયબર સુરક્ષા વ્યાવસાયિકો, નીતિ નિર્માતાઓ, સંરક્ષણ કર્મચારીઓ અને ઉદ્યોગના નેતાઓને બે અઠવાડિયાના ઇમર્સિવ અનુભવ માટે એકસાથે લાવે છે. જે વાસ્તવિક દુનિયાની સાયબર ઘટનાઓનું અનુકરણ કરવા માટે રચાયેલ છે. જેમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર અત્યાધુનિક હુમલાઓ, ડીપફેક મેનીપ્યુલેશન, સ્વાયત્ત માલવેર પ્રતિભાવ દૃશ્યો અને API સુરક્ષા ભંગ અને તેમના ઘટાડાનો સમાવેશ થઈ શકે છે.

તેમના મુખ્ય ભાષણમાં, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, શ્રી ટી. વી. રવિચંદ્રને ભાર મૂક્યો કે શાસન અને આરોગ્યસંભાળથી લઈને ઊર્જા, પરિવહન અને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં - આપણા ડિજિટલ માળખાગત સુવિધાઓની સાયબર સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર, નાગરિક વિશ્વાસ અને જાહેર સલામતીને ટેકો આપે છે. તેમણે વાસ્તવિક કવાયતો અને સિમ્યુલેશન્સ હાથ ધરવાની જરૂરિયાતની, તે પ્રકારની તૈયારી જેના માટે ભારત NCX ડિઝાઇન કરવામાં આવ્યું છે,ની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલે ખાસ સંબોધન કરતાં જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં, સાયબર અને AI ક્ષમતાઓ સાયબર સંરક્ષણના એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવી છે અને ડિજિટલ સ્પેસ રાજ્યકલા, સ્પર્ધા અને સંઘર્ષ માટે એક નવીન ક્ષેત્રમાં વિકસિત થયું છે. જેમાં રાષ્ટ્રના રાજ્યો અને રાજ્ય-પ્રાયોજિત પ્રવર્તકો સામેલ છે. તેમણે સાયબર-હુમલાઓને સક્રિયપણે અટકાવવા, સાયબર ધમકીઓ પ્રત્યે દેશની સંવેદનશીલતા ઘટાડવા અને ઘટનાઓ બને ત્યારે ન્યૂનતમ અસર સાથે પુનઃપ્રાપ્તિને ઝડપી બનાવવા જેવા મહત્વપૂર્ણ ઉદ્દેશ્યોની રૂપરેખા આપી હતી.

ભારત NCX 2025ની મુખ્ય લાક્ષણિકતાઓ

આ કવાયત સાયબર સંરક્ષણ અને ઘટના પ્રતિભાવ પર કેન્દ્રિત એક ઇમર્સિવ શિક્ષણ વાતાવરણ પ્રદાન કરે છે, જેમાં લાઇવ-ફાયર સિમ્યુલેશન્સ છે. જે IT અને ઓપરેશનલ ટેકનોલોજી (OT) સિસ્ટમ બંને પર વાસ્તવિક દુનિયાના હુમલાઓને પ્રતિબિંબિત કરે છે. તે સહભાગીઓને વ્યવહારુ આંતરદૃષ્ટિથી પણ સજ્જ કરે છે કે, કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર સુરક્ષા લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી રહી છે. આ પ્લેટફોર્મ સરકારી સંસ્થાઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ અને ઉદ્યોગ હિસ્સેદારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે. જેથી વિકસિત જોખમો સામે સામૂહિક સ્થિતિસ્થાપકતા વધે.

એક સમર્પિત વ્યૂહાત્મક નિર્ણય-નિર્માણ કવાયત (STRATEX) વિવિધ ક્ષેત્રોના વરિષ્ઠ નેતાઓને રાષ્ટ્રીય સાયબર કટોકટીના દૃશ્યોને નેવિગેટ કરવા માટે એકસાથે લાવશે, તેમની વ્યૂહાત્મક નિર્ણય લેવાની ક્ષમતાઓને વધારશે.

CISO કોન્ક્લેવ સરકાર અને ઉદ્યોગના મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીઓને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓપરેશનલ ટેકનોલોજીમાં મુખ્ય વિકાસની શોધ કરવા, આંતરદૃષ્ટિ શેર કરવા અને ઉભરતા વલણો અને નીતિ માળખા પર ચર્ચા કરવા માટે એકસાથે લાવશે.

કવાયત દરમિયાન, ભારત સાયબર સુરક્ષા સ્ટાર્ટઅપ પ્રદર્શન ભારતીય સ્ટાર્ટઅપ્સને સાયબર સુરક્ષા ઉકેલો વિકસાવતા પ્રદર્શિત કરશે. જે રાષ્ટ્ર માટે સુરક્ષિત અને આત્મનિર્ભર ડિજિટલ માળખાના નિર્માણમાં તેમના યોગદાનને પ્રકાશિત કરશે.

નેતૃત્વ જોડાણ, ક્રોસ-સેક્ટર સહયોગ અને ક્ષમતા નિર્માણ પર ભાર મૂકવા સાથે, ભારત NCX 2025 બુદ્ધિશાળી અને અનુકૂલનશીલ સાયબર ધમકીઓનું સંચાલન કરવા માટે એકીકૃત, ભવિષ્ય માટે તૈયાર અભિગમને મજબૂત બનાવે છે.

આ ઇવેન્ટ 21 જુલાઈથી 1 ઓગસ્ટ, 2025 સુધી ચાલે છે, જે મુખ્ય પાઠોને એકીકૃત કરવા, ઓપરેશનલ અને નીતિ-સ્તરના ટેકવેનું મૂલ્યાંકન કરવા અને રાષ્ટ્રીય સાયબર સ્થિતિસ્થાપકતા માટે ભવિષ્યલક્ષી વ્યૂહરચના સ્થાપિત કરવા માટે સંયુક્ત ડિબ્રીફિંગ સત્રમાં પરિણમશે.

ભારત NCX 2025 એ ભારતની સાયબર સીમાઓને મજબૂત બનાવવાની અદમ્ય પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે જવાબદારીપૂર્વક, સહયોગી અને વ્યૂહાત્મક રીતે અદ્યતન ટેકનોલોજીઓને અપનાવે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2146361)
Read this release in: English , Urdu , Hindi , Malayalam