માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિક્ષણ મંત્રાલય દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ જાગૃતિ ક્વિઝ 2025 MyGov પ્લેટફોર્મ પર 12 ભાષાઓમાં લાઇવ

Posted On: 03 JUN 2025 4:26PM by PIB Ahmedabad

તમાકુ સામેની લડાઈ ફક્ત સ્વાસ્થ્યનો મુદ્દો નથી - તે એક સામાજિક અને શૈક્ષણિક મિશન છે. જે સમગ્ર ભારતમાં લાખો યુવાનોના જીવનને સ્પર્શે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2025 નિમિત્તે, શિક્ષણ મંત્રાલયે MyGov સાથે મળીને વિશ્વ તમાકુ નિષેધ દિવસ જાગૃતિ ક્વિઝ 2025 શરૂ કરી છે. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોને તમાકુની હાનિકારક અસરો અને જાણકાર પસંદગીઓ કરવાના મહત્વ વિશે જ્ઞાન આપી શકાય.

આ ક્વિઝને ખરેખર ખાસ બનાવતી બાબત તેની બહુભાષી ડિઝાઇન છે. પહેલી વાર, આટલા મોટા પાયે જાગૃતિ પહેલ બાર ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે: અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી, ઓડિયા અને પંજાબી. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. જે સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ અને જાગૃતિ માટે ભારપૂર્વક હિમાયત કરે છે, ખાતરી કરે છે કે કોઈ પણ શીખનાર ભાષાકીય અવરોધોને કારણે પાછળ ન રહી જાય.

ભાગ લેવાનું સરળ અને બધા માટે ખુલ્લું છે. ક્વિઝ https://quiz.mygov.in/quiz/world-no-tobacco-day-awareness-quiz/ પર ઓનલાઈન ઉપલબ્ધ છે. ત્યાં, વપરાશકર્તાઓ "વર્લ્ડ નો ટોબેકો ડે અવેરનેસ ક્વિઝ - 2025" પસંદ કરી શકે છે. તેમની પસંદગીની ભાષા પસંદ કરી શકે છે અને તેમના મોબાઇલ નંબર અથવા ઇમેઇલનો ઉપયોગ કરીને સરળ નોંધણી પછી ક્વિઝ શરૂ કરી શકે છે. ક્વિઝ મફત, સુલભ અને માહિતીપ્રદ છે. બધા સહભાગીઓને MyGov તરફથી ડિજિટલ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે, જે સ્વસ્થ, તમાકુમુક્ત ભારતમાં તેમના યોગદાનને માન્યતા આપશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એક શિક્ષણ ઇકોસિસ્ટમની કલ્પના કરે છે. જે ભારતની સમૃદ્ધ ભાષાકીય વિવિધતાનો આદર કરે છે અને તેનું પોષણ કરે છે. આ ક્વિઝ દ્વારા, સહભાગીઓને કિશોરોમાં સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવવાની તક જ નહીં, પરંતુ તેઓ જે ભાષામાં શ્રેષ્ઠ રીતે સમજે છે તેમાં લોકો સુધી પહોંચીને સમાવેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ આપવાની પણ તક મળે છે.

ચાલો આપણે સાથે મળીને આ ઝુંબેશને ફક્ત એક ડિજિટલ ઇવેન્ટ નહીં, પરંતુ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ બનાવીએ. દરેક શાળા, દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી - અને દરેક ભાષા - મહત્વપૂર્ણ છે. જાગૃતિ સમજણથી શરૂ થાય છે અને સમજણ ભાષાથી શરૂ થાય છે.

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2133548)