સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ-મરિન વિમાનો માટે ફ્રાન્સ સાથે આંતર-સરકારી સમજૂતી થઈ

Posted On: 28 APR 2025 3:53PM by PIB Ahmedabad

ભારત અને ફ્રાંસની સરકારોએ ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ એરક્રાફ્ટ (22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર)ની ખરીદી માટે ઇન્ટર-ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ (આઇજીએ) પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં ટ્રેનિંગ, સિમ્યુલેટર, એસોસિએટેડ ઇક્વિપમેન્ટ, વેપન્સ અને પરફોર્મન્સ-બેઝ્ડ લોજિસ્ટિક્સ સામેલ છે. તેમાં ભારતીય વાયુસેના (આઈએએફ)ના હાલના રાફેલ કાફલા માટે વધારાના ઉપકરણો પણ સામેલ છે.

આઇજીએ પર રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના સશસ્ત્ર દળોના મંત્રી શ્રી સેબાસ્ટિઅન લેકોર્નુએ હસ્તાક્ષર કર્યા છે. 28 એપ્રિલ, 2025નાં રોજ નવી દિલ્હીના નૌસેના ભવન ખાતે સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં ભારત અને ફ્રાન્સના અધિકારીઓ દ્વારા કરારની સહી કરેલી નકલો, વિમાન પેકેજ સપ્લાય પ્રોટોકોલ અને શસ્ત્રોના પેકેજ સપ્લાય પ્રોટોકોલની વહેંચણી કરવામાં આવી હતી.

સરકારે 'આત્મનિર્ભર ભારત' પર ભાર મૂક્યો છે તેને અનુરૂપ આ સમજૂતીમાં ભારતમાં સ્વદેશી શસ્ત્રોનાં સંકલન માટે ટેકનોલોજી હસ્તાંતરણ સામેલ છે. તેમાં રાફેલ ફ્યુઝલેજ માટે ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની સાથે સાથે ભારતમાં એરક્રાફ્ટ એન્જિન, સેન્સર અને શસ્ત્રો માટે જાળવણી, સમારકામ અને ઓવરહોલ સુવિધાઓ સ્થાપિત કરવાનો પણ સમાવેશ થાય છે. આ સોદાથી આ સુવિધાઓની સ્થાપના, ઉત્પાદન અને સંચાલનમાં મોટી સંખ્યામાં એમએસએમઇને હજારો રોજગારી અને આવક થવાની અપેક્ષા છે.

ફ્રાંસના ડસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત, રાફેલ-મરીન એક કેરિયર-બોર્ન યુદ્ધ માટે તૈયાર વિમાન છે. જે દરિયાઇ વાતાવરણમાં સાબિત થયેલી ઓપરેશનલ ક્ષમતાઓ ધરાવે છે. આ વિમાનોની ડિલિવરી 2030 સુધીમાં પૂર્ણ થઈ જશે, જેમાં ક્રૂને ફ્રાન્સ અને ભારતમાં તાલીમ આપવામાં આવશે.

આઈએએફ દ્વારા સંચાલિત કરવામાં આવતા રાફેલ સાથે રાફેલ-મરિનની સમાનતા છે. તેની ખરીદીથી સંયુક્ત કાર્યકારી ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ઉપરાંત ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના બંને માટે વિમાનો માટે તાલીમ અને લોજિસ્ટિક્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. આ સમાવેશથી ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજોમાં એક શક્તિશાળી બળનો ઉમેરો થશે, જે દરિયામાં રાષ્ટ્રની હવાઈ શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે.

AP/IJ/GP/JD


(Release ID: 2124857) Visitor Counter : 55