પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી બિહારમાં 13480 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી બિહારમાં અમૃત ભારત એક્સપ્રેસ અને નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપશે

Posted On: 23 APR 2025 6:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલનાં રોજ બિહારની મુલાકાત લેશે. તેઓ મધુબની જશે અને સવારે 11:45 વાગ્યે તેઓ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રૂ. 13,480 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે તથા આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.

પ્રધાનમંત્રી બિહારનાં મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં કાર્યક્રમમાં સહભાગી થશે. તેઓ આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પંચાયતોને માન્યતા આપવા અને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો પણ એનાયત કરશે.

પ્રધાનમંત્રી આશરે રૂ. 340 કરોડનાં મૂલ્યનાં એલપીજી બોટલિંગ પ્લાન્ટનું શિલારોપણ કરશે, જેમાં રેલવે અનલોડિંગ સુવિધા છે. આ સપ્લાય ચેઇનને સુવ્યવસ્થિત કરવામાં અને બલ્ક એલપીજી પરિવહનની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરશે.

પ્રદેશમાં વીજ માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી રૂ. 1,170 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ માટે શિલારોપણ કરશે અને પુનઃવિચારિત વિતરણ ક્ષેત્રની યોજના હેઠળ બિહારમાં વીજ ક્ષેત્રમાં રૂ. 5,030 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરશે.

સમગ્ર દેશમાં રેલવે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી સહરસા અને મુંબઈ વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ, જયનગર અને પટણા વચ્ચે નમો ભારત રેપિડ રેલ તથા પિપરા અને સહરસા તથા સહરસા અને સમસ્તીપુર વચ્ચેની ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ સુપૌલ પિપરા રેલ લાઇન, હસનપુર બિથન રેલ લાઇન તથા છપરા અને બગહામાં બે 2-લેન રેલ ઓવર બ્રીજનું પણ ઉદઘાટન કરશે. તેઓ ખગડિયા-અલૌલી રેલ લાઇન દેશને સમર્પિત કરશે. આ વિવિધ પ્રોજેક્ટસ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આ વિસ્તારનાં સંપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસ તરફ દોરી જશે.

પ્રધાનમંત્રી દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાય-એનઆરએલએમ) હેઠળ બિહારનાં 2 લાખથી વધારે સ્વયંસહાય જૂથોને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ આશરે રૂ. 930 કરોડનાં લાભોનું વિતરણ કરશે.

પ્રધાનમંત્રી પીએમએવાય-ગ્રામીણનાં 15 લાખ નવા લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કરશે અને દેશભરમાંથી પીએમએવાય-જીનાં 10 લાખ લાભાર્થીઓને હપ્તા આપશે. તેઓ બિહારમાં 1 લાખ પીએમએવાય-જી અને 54,000 પીએમએવાય-યુ ઘરોના ગૃહ પ્રવેશને ચિહ્નિત કરતા કેટલાક લાભાર્થીઓને ચાવીઓ સુપરત કરશે.

AP/IJ/GP/JD


(Release ID: 2123954) Visitor Counter : 44