રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં તિરુપતિ-પકાલા-કટપડી સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી)ના ડબલિંગ માટે મંજૂરી આપી, જેનો કુલ ખર્ચ રૂ. 1332 કરોડ છે


આ પહેલથી પ્રવાસની સુવિધા વધશે, લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે, તેલની આયાતમાં ઘટાડો થશે અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું થશે, સંતુલિત અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો મળશે

મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટથી આશરે 400 ગામડાઓ અને આશરે 14 લાખ લોકોની વસતિ સાથે જોડાણ વધશે

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ તિરૂપતિ સાથે કનેક્ટિવિટી વધારવાનો છે, જે આદરણીય તિરુમાલા વેંકટેશ્વર મંદિરનું ઘર છે. આ મંદિરમાં દરરોજ લગભગ 75,000 યાત્રાળુઓ આવે છે અને શુભ પ્રસંગો દરમિયાન, લોકોની સંખ્યા દરરોજ 1.5 લાખ સુધી પહોંચે છે

આ પ્રોજેક્ટ બાંધકામ દરમિયાન લગભગ 35 લાખ માનવ-દિવસો માટે સીધી રોજગારી પણ પેદા કરશે

Posted On: 09 APR 2025 3:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં તિરુપતિ- પકાલા-કટપડી સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિલોમીટર)ને બમણા કરવાની મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 1332 કરોડ (અંદાજે રૂ.1332 કરોડ) છે.

સંવર્ધિત લાઇન ક્ષમતાથી ગતિશીલતામાં સુધારો થશે. જે ભારતીય રેલવે માટે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તથી કામગીરી સરળ બનશે અને ગીચતામાં ઘટાડો થશે. જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નવા ભારતના વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારના લોકોને વ્યાપક વિકાસ દ્વારા "આત્મનિર્ભર" બનાવશે જે તેમના રોજગાર/સ્વરોજગારની તકોમાં વધારો કરશે.

આ પ્રોજેક્ટ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સતત કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ પરિયોજના બે રાજ્યોના ત્રણ જિલ્લાઓ એટલે કે આંધ્રપ્રદેશ અને તમિલનાડુને આવરી લેશે. આ પરિયોજનાથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં લગભગ 113 કિલોમીટરનો વધારો થશે.

તિરુમાલા વેંકટેશ્વર મંદિર સાથે જોડાણની સાથે પ્રોજેક્ટ સેક્શનમાં શ્રી કાલહસ્તી શિવ મંદિર, કનિપકમ વિનાયક મંદિર, ચંદ્રગિરી કિલ્લો વગેરે જેવા અન્ય મુખ્ય સ્થળોને પણ રેલવે કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવી છે, જે દેશભરમાંથી યાત્રાળુઓ અને પ્રવાસીઓને આકર્ષે છે.

મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટથી આશરે 400 ગામડાઓ અને આશરે 14 લાખ વસતિ વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો થશે.

કોલસો, કૃષિવિષયક ચીજવસ્તુઓ, સિમેન્ટ અને અન્ય ખનિજો વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વધારવાની કામગીરીને પરિણામે 4 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ)ની તીવ્રતાની વધારાની નૂર હેરફેર થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં લોજિસ્ટિક્સ ખર્ચને લઘુતમ કરવામાં, ઓઇલની આયાત (4 કરોડ લિટર) ઘટાડવામાં અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (20 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદરૂપ થશે, જે એક કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

AP/IJ/GP/JD


(Release ID: 2120368) Visitor Counter : 30