રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
એનએચઆરસી, ભારતની વિવિધ જેલોમાં મહિલા કેદીઓ અને તેમના બાળકો સહિત કેદીઓને પડતી મુશ્કેલીઓની સંજ્ઞાન નોંધ લે છે
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયાની અંદર અહેવાલ મંગાવ્યો
આ અહેવાલોમાં મહિલા કેદીઓ અને બાળકો, દોષિત અને અંડર-ટ્રાયલ મહિલા કેદીઓની સંખ્યા, તેમજ એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ મહિલાઓ અને પુરુષ અંડર-ટ્રાયલ કેદીઓની સંખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે
Posted On:
08 APR 2025 5:21PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી), ભારત દ્વારા દેશભરની જેલોમાં મહિલા કેદીઓ અને તેમના બાળકો સહિત કેદીઓને પડતી વિવિધ મુશ્કેલીઓની સુઓ મોટો નોંધ લેવામાં આવી છે. જેમાં વધારે ભીડ, પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને જેલોમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ તેના સ્પેશિયલ મોનિટર્સ એન્ડ રેપોર્ટિયર્સ દ્વારા, દેશભરની વિવિધ જેલોની મુલાકાત લીધા પછી તેમના અહેવાલો તેમજ ફરિયાદો દ્વારા તેના ધ્યાન પર લાવવામાં આવ્યા છે.
અન્ય કેટલીક ચિંતાઓ ઉઠાવવામાં આવી હતી, જેમાં મહિલા કેદીઓની ગરિમા અને સલામતીના અધિકારોનું ઉલ્લંઘન, તેમની સામે વધતી હિંસા, માનસિક તકલીફ પેદા કરતી તેમની સામે હિંસામાં વધારો, પર્યાપ્ત શૌચાલય વિનાની બિનઆરોગ્યપ્રદ સ્થિતિ, સેનિટરી નેપકિન્સ, પીવાના ચોખ્ખા પાણીની સુવિધાઓ, નબળી ગુણવત્તાયુક્ત ખોરાક, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં કુપોષણમાં પરિણમે છે, તેમની સાથે જેલમાં રહેતા મહિલા કેદીઓના બાળકોને શૈક્ષણિક તકોનો અભાવ, કાનૂની સહાય, વ્યાવસાયિક તાલીમ અને પુનર્વસન સહિતના તેમના કલ્યાણ કાર્યક્રમોનો અમલ ન કરવો.
તેથી, પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને નીચેની બાબતો પર ચાર અઠવાડિયાની અંદર અહેવાલ રજૂ કરવા નોટિસ ફટકારી છે:
i. ) તેમના રાજ્યની જેલોમાં બંધ મહિલા કેદીઓની સંખ્યા,
ii.) માતાઓને જેલમાં પૂરી દેવાના કારણે જે મહિલા કેદીઓનાં બાળકોને જેલમાં રાખવામાં આવ્યાં છે, તેમની સંખ્યા;
iii.) મહિલા કેદીઓની સંખ્યા, જેઓ દોષિત કેદીઓ છે અને જેઓ અંડરટ્રાયલ કેદી છે;
iv.) એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ રહેલી મહિલા અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા;
v.) પુરુષ અંડરટ્રાયલ કેદીઓ અને એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ રહેલા લોકોની સંખ્યા.
AP/IJ/GP/JD
(Release ID: 2120166)
Visitor Counter : 46