પંચાયતી રાજ મંત્રાલય
કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોમાં ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે 15માં નાણાં પંચની ગ્રાન્ટમાં રૂ. 1,440 કરોડથી વધુનું વિતરણ કર્યું
મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડને સ્થાનિક જરૂરિયાતો માટે નોંધપાત્ર મુક્ત અનુદાન મળ્યું
Posted On:
03 APR 2025 4:54PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોમાં જેમ કે, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ અને પંજાબમાં ગ્રામીણ સ્થાનિક એકમો (આરએલબી)/પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને પંદરમા નાણાં પંચ (XV-FC)ની નાણાકીય વર્ષ 2024-25 દરમિયાનની ગ્રાન્ટનું વિતરણ કર્યું છે. આ અનુદાન, નાણાકીય વર્ષમાં બે હપ્તામાં ફાળવવામાં આવે છે, જે નાણાં મંત્રાલય દ્વારા પંચાયતી રાજ મંત્રાલય અને જલ શક્તિ મંત્રાલય (પેયજળ અને સ્વચ્છતા વિભાગ)ની ભલામણોના આધારે બહાર પાડવામાં આવે છે.
રાજ્યવાર ફાળવણી:
- મધ્યપ્રદેશ – રૂ.651.7794 કરોડ (પ્રથમ હપ્તો, અનટાઈડ ગ્રાન્ટ્સ, નાણાકીય વર્ષ 2024–25)
- 52 પાત્રતા ધરાવતી જિલ્લા પંચાયતો, 309 પાત્ર તાલુકા પંચાયતો અને 22,995 પાત્રતા ધરાવતી ગ્રામ પંચાયતો માટે ભંડોળની ફાળવણી.
- ગુજરાત – રૂ.508.6011 કરોડ (પ્રથમ હપ્તો, અનટાઈડ ગ્રાન્ટ્સ, નાણાકીય વર્ષ 2024-25)
- 27 પાત્રતા ધરાવતી જિલ્લા પંચાયતો, 242 પાત્ર તાલુકા પંચાયતો અને 14,469 પાત્રતા ધરાવતી ગ્રામ પંચાયતો માટે ભંડોળની ફાળવણી.
- પંજાબ – રૂ.225.975 કરોડ (બીજો હપ્તો, અનટાઈડ ગ્રાન્ટ્સ, નાણાકીય વર્ષ 2024-25)
- 22 પાત્રતા ધરાવતી જિલ્લા પરિષદો, 149 લાયક તાલુકા પંચાયતો અને 13,152 પાત્રતા ધરાવતી ગ્રામ પંચાયતો માટે ભંડોળની ફાળવણી.
- અરુણાચલ પ્રદેશ – રૂ. 35.40 કરોડ (પ્રથમ હપ્તો, અનટાઇડ ગ્રાન્ટ્સ, નાણાકીય વર્ષ 2022-23)
- રાજ્યના તમામ પાત્રતા ધરાવતા આર.એલ.બી. માટે નિયુક્ત ભંડોળ.
- નાગાલેન્ડ – રૂ.19.20 કરોડ (પ્રથમ હપ્તો, અનટાઈડ ગ્રાન્ટ્સ, નાણાકીય વર્ષ 2022-23)
- રાજ્યના તમામ પાત્રતા ધરાવતા આર.એલ.બી. માટે નિયુક્ત ભંડોળ.
અનુદાનનો ઉપયોગ:
અનટાઇડ ગ્રાન્ટ્સ: આ અનુદાન આરએલબી/પીઆરઆઇને બંધારણની અગિયારમી અનુસૂચિમાં સૂચિબદ્ધ 29 વિષયો હેઠળ સ્થાન-વિશિષ્ટ જરૂરિયાતો પૂર્ણ કરવાની સત્તા આપે છે, જેમાં પગાર અને સ્થાપના ખર્ચને બાકાત રાખવામાં આવે છે.
ટાઈડ ગ્રાન્ટ્સઃ આ ભંડોળનો ઉપયોગ નીચેની બાબતો માટે થવો જોઈએઃ
(ક) ઓડીએફ (ખુલ્લામાં શૌચમુક્ત)ની સ્વચ્છતા અને જાળવણી, જેમાં ઘરગથ્થુ કચરાનું વ્યવસ્થાપન, માનવ મળ-મૂત્ર અને ફેકલ સ્લજ ટ્રીટમેન્ટ સામેલ છે.
(બ) પીવાના પાણીનો પુરવઠો, વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીનું રિસાયક્લિંગ.
XV-FC અનુદાનની સમયસર રીલિઝ કેન્દ્ર સરકારની સ્થાનિક શાસનને મજબૂત કરવાની અને ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક સેવા પ્રદાનને સુનિશ્ચિત કરવાની કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2118316)
Visitor Counter : 71