પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી શ્રી હરિચંદ ઠાકુરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
27 MAR 2025 2:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી શ્રી હરિચંદ ઠાકુરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી ઠાકુરના ઉપેક્ષિત લોકોના ઉત્થાન અને સમાનતા, કરુણા અને ન્યાયને પ્રોત્સાહન આપવાના કાર્યને બિરદાવતા, શ્રી મોદીએ માતુઆ ધર્મ મહા મેળા 2025 માટે શુભેચ્છાઓ પણ પાઠવી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"શ્રી શ્રી હરિચંદ ઠાકુરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. સેવા અને આધ્યાત્મિકતા પર ભાર મૂકવા બદલ તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં જીવે છે. તેમણે ઉપેક્ષિત લોકોના ઉત્થાન અને સમાનતા, કરુણા અને ન્યાયને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. પશ્ચિમ બંગાળના ઠાકુરનગર અને બાંગ્લાદેશના ઓરાકાંડીની મારી મુલાકાતોને હું ક્યારેય ભૂલીશ નહીં, જ્યાં મેં તેમને શ્રદ્ધાંજલિ આપી.
#MatuaDharmaMahaMela2025 માટે મારી શુભેચ્છાઓ, જે ભવ્ય માતુઆ સમુદાય સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. અમારી સરકારે માતુઆ સમુદાયના કલ્યાણ માટે ઘણી પહેલ કરી છે અને અમે આવનારા સમયમાં તેમના કલ્યાણ માટે અથાક મહેનત કરતા રહીશું. જય હરિબોલ!
@aimms_org”
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2115706)
आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam