રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં એક વ્યક્તિના જીવને જોખમ હોવાની ફરિયાદ પર પોલીસની નિષ્ક્રિયતાને કારણે થયેલી હત્યાના અહેવાલ અંગે NHRC, ભારતે સ્વતઃ નોંધ લીધી


કથિત રીતે પીડિત આ વિસ્તારમાં વક્ફ જમીન સામેના કાયદાકીય કેસોમાં સક્રિય રીતે સામેલ હતો

આયોગે રાજ્યના DGP અને તિરુનેલવેલીના જિલ્લા કલેક્ટરને નોટિસ ફટકારી છે જેમાં ચાર અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માગવામાં આવ્યો છે

Posted On: 25 MAR 2025 10:58AM by PIB Ahmedabad

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતના એક મીડિયા અહેવાલની સ્વતઃ નોંધ લીધી છે. જેમાં જણાવાયું છે કે તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં ચાર લોકોના જૂથ દ્વારા એક નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, પીડિત એક કાર્યકર્તા હતા જેઓ આ વિસ્તારમાં વક્ફ જમીનના અતિક્રમણ સામે કાનૂની કેસ લડી રહ્યાં હતા અને તેમને કેટલાક લોકો તરફથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમની સાથે મળેલી હોય તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી.

કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલમાં રહેલી સામગ્રી, જો સાચી હોય તો તે પીડિતના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન દર્શાવે છે. તેથી તેમણે પોલીસ મહાનિર્દેશક અને તમિલનાડુના તિરુનેલવેલીના જિલ્લા કલેક્ટરને નોટિસ ફટકારી છે. જેમાં ચાર અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માગવામાં આવ્યો છે.

19 માર્ચ, 2025ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ મૃતકના પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસની નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીને કારણે તેમની હત્યા થઈ હતી.

 

AP/IJ/GP/JT


(Release ID: 2114692) Visitor Counter : 54