પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ક્રૂ-9ના અંતરિક્ષ યાત્રિકોને અભિનંદન આપ્યા
સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-9 અંતરિક્ષ યાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે દ્રઢતાનો ખરેખર અર્થ શું થાય છે: પ્રધાનમંત્રી
Posted On:
19 MAR 2025 11:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ સહિત ક્રૂ-9 અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ ક્રૂ-9 અંતરિક્ષ યાત્રીઓની હિંમત, દૃઢ નિશ્ચય અને અવકાશ સંશોધનમાં યોગદાનની પ્રશંસા કરી છે.
શ્રી મોદીએ કહ્યું કે અવકાશ સંશોધન એ માનવ ક્ષમતાની મર્યાદાઓને આગળ વધારવા, સ્વપ્ન જોવાની હિંમત કરવા અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાના સાહસ રાખવા જેવું છે. સુનિતા વિલિયમ્સ, એક પથદર્શક અને આદર્શ, જેમણે પોતાની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર એક સંદેશમાં કહ્યું;
“સ્વાગત છે, #Crew9! આ ધરતી તમને યાદ કરે છે.
તેમના ધૈર્ય, સાહસ અને અસીમ માનવીય ભાવનાની આ કસોટી રહી છે. સુનિતા વિલિયમ્સ અને #Crew9 અંતરિક્ષ યાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે ખરા અર્થમાં દ્રઢતાનો અર્થ શું થાય છે. વિશાળ અજ્ઞાતની સામે તેમનો અટલ નિશ્ચય લાખો લોકોને હંમેશા પ્રેરણા આપશે.
અવકાશ સંશોધન એ માનવ ક્ષમતાની મર્યાદાઓને આગળ ધપાવવા, સ્વપ્ન જોવાની હિંમત કરવા અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાના સાહસ રાખવા વિશે છે. સુનિતા વિલિયમ્સ, એક પથદર્શક અને આદર્શ, જેમણે પોતાની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે.
અમને તે બધા લોકો પર ખૂબ ગર્વ છે જેમણે તેમના સુરક્ષિત વાપસીની સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી. તેઓએ દર્શાવ્યું છે કે જ્યારે જુસ્સાને ચોકસાઇ મળે છે અને ટેકનોલોજીને દૃઢતા મળે છે ત્યારે શું થાય છે.
@Astro_Suni
@NASA”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2112647)
Visitor Counter : 91
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam