વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ગતિશક્તિ હેઠળ નેટવર્ક પ્લાનિંગ ગ્રુપની 89મી બેઠકમાં મુખ્ય માળખાગત પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું


એનપીજીએ રોડ, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું

Posted On: 14 MAR 2025 5:04PM by PIB Ahmedabad

ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)ના સંયુક્ત સચિવ શ્રી પંકજ કુમારની અધ્યક્ષતામાં નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (એનપીજી)ની 89મી બેઠક આજે રોડ, રેલવે અને મેટ્રો સેક્ટરમાં માળખાગત પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે બોલાવવામાં આવી હતી. બેઠકમાં પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન (પીએમજીએસ એનએમપી) સાથે સુસંગત રીતે મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યદક્ષતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

એનપીજીએ આઠ પ્રોજેક્ટ્સ (ચાર રોડ, ત્રણ રેલવે અને એક મેટ્રો)નું મૂલ્યાંકન કર્યું હતું, જેનો ઉદ્દેશ ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક અને સામાજિક નોડ્સ સાથે છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી અને ઇન્ટરમોડલ સંકલનનાં પ્રધાનમંત્રી ગતિશક્તિનાં સિદ્ધાંતો સાથે સુસંગત છે. પહેલોથી લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વધારો થવાની, પ્રવાસનાં સમયમાં ઘટાડો થવાની અને વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભ પ્રદાન થવાની અપેક્ષા છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ)

મેઘાલયમાં દારુગિરીથી ડાલુ સેક્શન સુધીના પાકા  ટુ-લેન

પ્રોજેક્ટમાં મેઘાલયમાં એનએચ-62 (નવો એનએચ-217)ના દારુગિરીથી ડાલુ સેક્શન પર પાકા સોલ્ડર સાથે વર્તમાન રોડને બે લેનના હાઇવે તરીકે વિકસાવવાનો સમાવેશ થાય છે. 136.11 કિલોમીટર લાંબો પટ્ટો પૂર્વ ગારો હિલ્સ, દક્ષિણ ગારો હિલ્સ અને પશ્ચિમ ગારો હિલ્સમાંથી પસાર થાય છે, જે પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરે છે. તેના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખીને, કોરિડોર સરહદ પારના વેપાર અને પ્રાદેશિક આર્થિક વિકાસને સરળ બનાવવા માટે આવશ્યક છે.

ગોહપુર અને નુમાલીગઢ વચ્ચે બ્રહ્મપુત્રા નદી પર ચાર લેનની ટનલ કનેક્ટિવિટીનું નિર્માણ

પ્રોજેક્ટમાં મોટી નદીની નીચે ભારતની સૌપ્રથમ રોડ ટનલનું નિર્માણ સામેલ છે. બ્રહ્મપુત્રા નદીની નીચે આવેલી ચાર લેનની ટનલથી મુસાફરીનો સમય 6.5 કલાકથી ઘટીને માત્ર 30 મિનિટ થઈ જશે. જેનાથી અંતર 240 કિમીથી ઘટીને 34 કિલોમીટર થઈ જશે. ટ્વીન-ટ્યુબ, એકદિશામાન અંડરવોટર ટનલ અરુણાચલ પ્રદેશ, મણિપુર અને અન્ય પૂર્વોત્તર રાજ્યો સાથે જોડાણ વધારશે.

કાલિયાબોર-નુમાલીગઢ સેક્શનના ચાર લેનમાં હાલના કેરેજ વેને પહોળો અને સુધારવો

પ્રોજેક્ટનો ઉદ્દેશ આસામમાં કાલિયાબોર-નુમાલીગઢ સેક્શન (એનએચ-37/એનએચ-715)ને સમાંતર વર્તમાન હાઇવેને બે લેનમાંથી ચાર લેનમાં અપગ્રેડ કરવાનો છે. નાગાંવ, કાર્બી આંગલોંગ અને ગોલાઘાટ જિલ્લાઓમાં 85.67 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા પ્રોજેક્ટમાં કાઝીરંગા નેશનલ પાર્કની જૈવવિવિધતાને સુરક્ષિત રાખવા માટે એલિવેટેડ કોરિડોર અને વન્યપ્રાણી ક્રોસિંગ જેવા વન્યપ્રાણી-મૈત્રીપૂર્ણ પગલાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેસલમેર બાયપાસ લિન્ક રોડ સાથે મેજીલારથી જેસલમેર સુધીના પાકા બાંધકામ/અપગ્રેડેશન ટુ-લેનમાં

138.177 કિલોમીટરની લંબાઈ ધરાવતા પ્રોજેક્ટ રાજસ્થાનમાં નેશનલ હાઇવે-11 અને એનએચ-70ને સમાંતર બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડના પટ્ટાઓ ધરાવે છે. તેનો ઉદ્દેશ પ્રાદેશિક કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો, પર્યટનને પ્રોત્સાહન આપવાનો, સંરક્ષણની અવરજવરને સરળ બનાવવાનો અને માર્ગ સલામતી વધારવાનો છે.

રેલવે મંત્રાલય (એમઓઆર)

બદલાપુર-કર્જત ત્રીજી અને ચોથી લાઇનનું વિસ્તરણ

32.460 કિલોમીટર લાંબા બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટમાં મુંબઈ-પુણે-સોલાપુર-વાડી-ચેન્નાઈ કોરિડોર પર મુસાફરો અને નૂરની વધતી ભીડને સંબોધવામાં આવી છે. મુખ્ય કમ્યુટર હબ અને ફ્રેઇટ ટ્રાન્ઝિટ પોઇન્ટ વચ્ચે કનેક્ટિવિટી વધારવાથી બદલાપુર, વાંગની, શેલુ, નેરલ, ભીવપુરી અને કર્જત સહિતનાં શહેરોને લાભ થશે.

નેરગુંડી ખાતે ફ્લાયઓવર સાથે નેર્ગુન્ડીથી કટક સુધીની ચોથી લાઇનનું નિર્માણ

ઓડિશામાં 15.99 કિલોમીટર લાંબા બ્રાઉનફિલ્ડ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો ઉદ્દેશ હાલની રેલવે લાઇનો પર ભીડ ઓછી કરવાનો, નૂરની અવરજવરને સરળ બનાવવાનો અને પારાદીપ પોર્ટ, તાલચેર કોલફિલ્ડ્સ અને મુખ્ય સ્ટીલ અને પાવર ઉદ્યોગોને સેવા આપતા મુખ્ય કોરિડોર પર સરળ કામગીરી સુનિશ્ચિત કરવાનો છે.

હરિદાસપુરથી પારાદીપ સુધીની ડબલિંગ લાઇનનું નિર્માણ

ઓડિશામાં 74.09 કિલોમીટરની લંબાઈ ધરાવતો બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ નૂર પરિવહન ક્ષમતા અને લોજિસ્ટિક્સ કાર્યદક્ષતા વધારશે, જેનાથી તાલચેર કોલફિલ્ડ્સથી પારાદીપ બંદર સુધી કોલસાના સાતત્યપૂર્ણ પરિવહનની સુવિધા મળશે, ત્યારે અંગુલ-ઝારસુગુડા ક્લસ્ટરમાં ઔદ્યોગિક વિસ્તરણને ટેકો મળશે.

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય (એમઓએચયુએ)

રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટ

રાજકોટ મેટ્રો પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ શહેરી પરિવહનની પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાતમાં રાજકોટમાં ગીચતા ઘટાડવાનો અને પરિવહનની સ્થાયી પદ્ધતિ પ્રદાન કરવાનો છે. 41.11 કિલોમીટરને આવરી લેતી પરિયોજના વર્તમાન શહેરી માળખા સાથે સંકલિત છે, જે પ્રાદેશિક રેલ, સિટી બસ સેવાઓ અને ઓટો અને સાઇકલ રિક્શા જેવા મધ્યવર્તી જાહેર પરિવહન સાથે મલ્ટિમોડલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.

પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે સુસંગત માળખાગત પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, લોજિસ્ટિક્સમાં સુધારો કરશે અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે.

AP/IJ/GP/JD


(Release ID: 2111401) Visitor Counter : 28