મંત્રીશ્રીના સંબોધન અગાઉનાં કાર્યક્રમમાં બે શોર્ટ ફિલ્મો રજૂ કરવામાં આવી હતી. જે ભારત સરકારની મોટા પાયે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પરિવર્તનશીલ અસર અને તમામ સામાજિક સ્તરની મહિલાઓ પર નાણાકીય સર્વસમાવેશકતાની પહેલની પરિવર્તનકારી અસર દર્શાવે છે.
સત્ર 1: મહિલા-સંચાલિત વિકાસને વેગ આપવા માટે ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવાના અનુભવો શેર કરતા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ ભારતે DPIsનો ઉપયોગ કરીને સામાજિક સુરક્ષા પગલાં કેવી રીતે શરૂ કર્યા છે તેના પર પ્રકાશ પાડ્યો, જેમ કે સામાજિક સહાય, અપંગતા સહાય, મહિલાઓની આરોગ્ય જરૂરિયાતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સાર્વત્રિક આરોગ્ય કવરેજ, લગભગ 38 મિલિયન માતાઓને માતૃત્વ લાભો, POSHAN ટ્રેકર દ્વારા 100 મિલિયનથી વધુ મહિલાઓ, બાળકો અને કિશોરીઓની પોષણ, આરોગ્ય અને વૃદ્ધિની જરૂરિયાતોનું રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, અને ઘણું બધું.
"આજના ટેકનોલોજીકલ રીતે આગળ વધી રહેલા વિશ્વમાં, ટેકનોલોજીના સલામત અને જવાબદાર ઉપયોગ માટે સંતુલિત નિયમનની જરૂર છે, ખાસ કરીને સામાજિક સુરક્ષા પ્રણાલીઓ માટે ઈ-ગવર્નન્સનો ઉપયોગ કરવામાં. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક પુલ હોવું જોઈએ, અવરોધ નહીં!" પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાનને સમર્થન આપતા મંત્રીશ્રી WCDએ કહ્યું હતું.


સત્ર 2માં: નાણાકીય સમાવેશ, મહિલાઓમાં રોકાણ અને મુખ્ય સંસાધનોની મહત્વપૂર્ણતા - સરકારો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓ અંગેના અનુભવો શેર કરતા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે અમે લાખો મહિલા ઉદ્યોગસાહસિકોને સફળતાપૂર્વક સશક્ત બનાવ્યા છે, જેમાં શેરી વિક્રેતાઓથી લઈને કૃષિ-ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટ-અપ્સ સુધી, વિવિધ પ્રકારની અનુરૂપ નાણાકીય નીતિઓ અને યોજનાઓનો ઉપયોગ કરીને, શરૂઆતથી સ્કેલ સુધી તેમના વિકાસને પોષવામાં મદદ મળી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારત માત્ર વ્યવસાયિક વિશ્વમાં નવા પ્રવેશકરનારાઓના ઇન્ક્યુબેશનને જ નહીં, પણ મહિલા ઉદ્યોગસાહસિકોના વ્યવસાયોના વિકાસને પણ ટેકો આપે છે.
ઉલ્લેખનીય છે કે મંત્રીસ્તરીય ગોળમેજી પરિષદમાં કેન્દ્રીય ડબલ્યુસીડી મંત્રી સાથે આ અધિવેશનમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ મહામહિમ પરવથનેની હરીશ, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ એચ.ઈ.સીમા બહૌસ, સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા કાર્યકારી નિદેશક એચ.ઈ.સીમા બહૌસ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના કાયમી પ્રતિનિધિ મહામહિમ પરવથાનેની હરીશે પોતાની ટિપ્પણીમાં ખાસ કરીને મહિલા સશક્તીકરણના ક્ષેત્રમાં, ભારતના પાયાના ઓળખપત્ર આધારની પરિવર્તનશીલ અસર વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું.
આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રની મહિલા કાર્યવાહક કાર્યકારી નિદેશક સુશ્રી સિમા બહૌસ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી કિર્સી માડી અને જી20 મહિલા ટાસ્ક ફોર્સનાં સભ્ય શ્રીમતી નયના સહસ્રબુદ્ધેએ પણ વક્તવ્ય આપ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મહિલાનાં કાર્યકારી નિદેશક સુશ્રી સિમા બહૌસે જણાવ્યું હતું કે, ભારતમાં આપણે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) મારફતે ડિજિટલ ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનની તાકાત જોઇ છે, ડિજિટલ પેમેન્ટથી મહિલાઓની રોજગારી અને સ્વાયત્તતામાં વધારો થયો છે.

આ ગોળમેજી બેઠકમાં ઇન્ડોનેશિયા, મોરોક્કો, ઓસ્ટ્રેલિયા, પનામા અને કતારના મંત્રીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો, જેમણે મહિલાઓના અધિકારોને આગળ વધારવા માટે તેમના સંબંધિત દેશોના અનુભવો અને દ્રષ્ટિકોણ વહેંચ્યા હતા.
ગોળમેજી પરિષદે રાષ્ટ્રો વચ્ચે સંવાદ અને જોડાણને પ્રોત્સાહન આપવા, મહિલાઓના અધિકારોને આગળ વધારવાની અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવાની વૈશ્વિક પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે નિર્ણાયક મંચ તરીકે કામ કર્યું હતું.
AP/IJ/GP/JD