માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારત: એક બર્ડઝ આઇ વ્યૂ ચેલેન્જ
આકાશમાંથી ભારતને કેપ્ચર કરો
Posted On:
04 MAR 2025 5:09PM by PIB Ahmedabad
પરિચય
ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જનો એક ભાગ ધ વેવ્સ ઇન્ડિયાઃ અ બર્ડઝ આઇ વ્યૂ ચેલેન્જ, ડ્રોન પાઇલટ્સ અને ફિલ્મ નિર્માતાઓને એરિયલ સિનેમેટોગ્રાફી દ્વારા ભારતની આકર્ષક સુંદરતા અને વિવિધતાને કેપ્ચર કરવા આમંત્રણ આપે છે. ભાગ લેનારાઓને 2-3 મિનિટનો વીડિયો બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે દેશના લેન્ડસ્કેપ્સ, હેરિટેજ અને વાઇબ્રન્ટ જીવનને પક્ષીની નજરના દ્રષ્ટિકોણથી પ્રદર્શિત કરે છે. બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (બીઈસીઆઈએલ) દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી આયોજિત આ ચેલેન્જને 15 ફેબ્રુઆરી, 2025 સુધીમાં 956 રજિસ્ટ્રેશન મળી ચૂક્યા છે.

આ પહેલ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) માટેની રન-અપ પ્રવૃત્તિઓનો એક ભાગ છે. જે 1 થી 4 મે, 2025 દરમિયાન મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન્સ ખાતે યોજાશે. વેવ્સ, તેની પ્રથમ આવૃત્તિમાં, સમગ્ર મીડિયા અને મનોરંજન (એમએન્ડઇ) ક્ષેત્રના સમન્વય માટે તૈયાર એક વિશિષ્ટ હબ-એન્ડ-સ્પોક પ્લેટફોર્મ છે. એક અગ્રણી વૈશ્વિક ઇવેન્ટ તરીકે, તેનો ઉદ્દેશ ભારતમાં આંતરરાષ્ટ્રીય એમએન્ડઇ ઉદ્યોગનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને તેને ભારતીય એમએન્ડઇ ક્ષેત્ર અને તેના વિશાળ ટેલેન્ટ પૂલ સાથે જોડવાનો છે. વેવ્સનું માળખું ચાર મુખ્ય આધારસ્તંભની આસપાસ રચાયું છે. જેમાં બ્રોડકાસ્ટિંગ એન્ડ ઇન્ફોટેઇનમેન્ટ, એવીજીસી-એક્સઆર (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી), ડિજિટલ મીડિયા એન્ડ ઇનોવેશન અને ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ધ ઇન્ડિયાઃ અ બર્ડઝ આઇ વ્યૂ ચેલેન્જ એ પ્રથમ આધારસ્તંભ, બ્રોડકાસ્ટિંગ અને ઇન્ફોટેઇનમેન્ટનો ભાગ છે, જે મીડિયા, માહિતી પ્રસાર અને મનોરંજનના વિકસતા લેન્ડસ્કેપ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વેવ્સનો એક ભાગ ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જિસ એમએન્ડઇ સેક્ટરમાં સર્જનાત્મકતાને વેગ આપે છે. જેમાં અત્યાર સુધીમાં 73,000થી વધારે રજિસ્ટ્રેશન થયા છે. આ પહેલ વૈશ્વિક સ્તરે સર્જકોને જોડે છે, જે પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરે છે. તે મીડિયા અને મનોરંજન કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકાને મજબૂત બનાવે છે.
સહભાગિતા શ્રેણી

સૂચવેલ થીમ


મૂલ્યાંકન માપદંડ

સબમિશન માર્ગદર્શિકાઓ
- હાલમાં, આ ચેલેન્જ ફક્ત નમો ડ્રોન દીદી કેટેગરીના સહભાગીઓ માટે ખોલવામાં આવી છે અને વીડિયો સબમિટ કરવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2025 છે.
- અત્યાધુનિક ડ્રોન તકનીકનો ઉપયોગ કરીને વિડિઓને કુશળતાપૂર્વક કેપ્ચર કરવો જોઈએ, જે અદભૂત, હાઇ-ડેફિનેશન વિઝ્યુઅલ્સ પ્રદાન કરે છે.
- તેમાં એકંદરે સિનેમેટિક અનુભવને વધારવા માટે આકર્ષક વોઇસ-ઓવર અને વ્યાવસાયિક રીતે તૈયાર કરવામાં આવેલો મ્યુઝિકલ સ્કોર હોવો જોઇએ.
- વિડિઓ અસલ હોવો આવશ્યક છે અને આ પડકાર માટે ખાસ બનાવવામાં આવ્યો હોવો જોઈએ.
- તે ભારતની આકર્ષક સુંદરતા અને વિવિધતા પ્રદર્શિત કરવી જોઈએ અથવા સ્પર્ધા દ્વારા જરૂરી વિષય સાથે સુસંગત હોવી જોઈએ.
- આ વિડિયોની નકલ, ફેરફાર કે અન્ય કોઈ પણ સ્રોતમાંથી પુનઃઉત્પાદન થવું જોઈએ નહિ.
- ફાઈલનું બંધારણ MP4/MPEG-4 અથવા MOV હોવું જોઈએ.
- સ્પર્ધા દરમિયાન વિકસાવવામાં આવેલા કાર્યના કોપીરાઇટ માહિતી અને પ્રસારણ મંત્રાલય/વેવ્સ પાસે રહેશે.
પારિતોષિકો અને માન્યતા

નિષ્કર્ષ
ધ વેવ્સ ઇન્ડિયા: અ બર્ડઝ આઇ વ્યૂ ચેલેન્જ ડ્રોન પાઇલટ્સ અને ફિલ્મ નિર્માતાઓ માટે એરિયલ સિનેમેટોગ્રાફી દ્વારા ભારતના આકર્ષક લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વારસા અને આધુનિક પ્રગતિને પ્રદર્શિત કરવાની એક અનોખી તક છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)ના ભાગરૂપે આ ચેલેન્જ માત્ર સર્જનાત્મક સ્ટોરીટેલિંગને જ પ્રોત્સાહન નથી આપતું, પરંતુ ભારતમાં મીડિયા અને મનોરંજનના વિકસી રહેલા લેન્ડસ્કેપને પણ ઉજાગર કરે છે. સહભાગીઓના જબરદસ્ત પ્રતિસાદ સાથે, આ સ્પર્ધા નવીનતા અને કલાત્મક શ્રેષ્ઠતાની ઉજવણી હોવાનું વચન આપે છે. અપવાદરૂપ પ્રતિભાને ઓળખીને અને પુરસ્કાર આપીને આ પડકાર ભારતની મીડિયા, ટેકનોલોજી અને સર્જનાત્મકતાના વૈશ્વિક કેન્દ્ર તરીકેની સ્થિતિને પ્રતિપાદિત કરે છે.
સંદર્ભો:
મહેરબાની કરીને PDF ફાઇલ માટે અહીં ક્લીક કરો
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2108176)
Visitor Counter : 27