કોલસા મંત્રાલય
azadi ka amrit mahotsav

કોલસા મંત્રાલય આવતીકાલે ગુજરાતના ગાંધીનગર ખાતે વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર ત્રીજો રોડ શો યોજશે

Posted On: 02 MAR 2025 1:35PM by PIB Ahmedabad

વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા અને ખાનગી રોકાણ આકર્ષવાના નિરંતર પ્રયાસોના ભાગ રૂપે, કોલસા મંત્રાલય આવતીકાલે ગુજરાતના ગાંધીનગરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી અને રોકાણની તકો પર એક રોડ શોનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના કોલસા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વેગ આપવા માટે ઉદ્યોગના હિસ્સેદારો, સંભવિત રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવવાનો છે.

આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી શ્રી સતીશ ચંદ્ર દુબે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે કોલસા મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી રૂપિન્દર બ્રાર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે, જેઓ હરાજી પ્રક્રિયા, રોકાણના પરિદૃશ્ય અને આ ક્ષેત્રમાં વૃદ્ધિને આગળ ધપાવતી સરકારી પહેલ વિશે સમજ આપશે.

કોલસા મંત્રાલય વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ રોડ શો દ્વારા હિસ્સેદારો સાથે સક્રિય રીતે જોડાઈ રહ્યું છે. કોલકાતા અને મુંબઈમાં સફળ કાર્યક્રમો પછી, મંત્રાલય હવે સંભવિત રોકાણકારો અને ઉદ્યોગના નેતાઓને આકર્ષવા માટે ગાંધીનગરમાં એક રોડ શોનું આયોજન કરી રહ્યું છે. વાણિજ્યિક કોલસા ખાણ હરાજીના આગામી 12માં રાઉન્ડ માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે. જે સ્થાનિક કોલસા ઉત્પાદન વધારવા અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

આ રોડ શો કોલસાના ઉત્પાદનને વેગ આપવા, કાર્યક્ષમતા વધારવા, નીતિગત સમર્થન આપવા અને ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારની પહેલોને પ્રકાશિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે. સહભાગીઓ કોલસા બ્લોકની ઉપલબ્ધતા, રોકાણની તકો અને ભારતના કોલસા ઉદ્યોગમાં વ્યવસાય કરવાની સરળતા વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવશે. નિષ્ણાતો કોલસા ટેકનોલોજીમાં પ્રગતિ, સ્થિરતાના પગલાં અને પારદર્શક અને સ્પર્ધાત્મક બજારને પ્રોત્સાહન આપવાના હેતુથી નીતિગત સુધારાઓ પર પણ પ્રકાશ પાડશે.

વાણિજ્યિક કોલસા ખાણની હરાજી ભારતના કોલસા ભંડારની સાચી સંભાવનાને ઉજાગર કરવામાં, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આકર્ષવામાં અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રોકાણકારો-મૈત્રીપૂર્ણ નીતિઓ અને તકનીકી પ્રગતિઓ સાથે, કોલસા મંત્રાલય દેશની ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસ લક્ષ્યો સાથે સુસંગત એક મજબૂત અને ટકાઉ કોલસા ક્ષેત્ર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2107520) Visitor Counter : 121
Read this release in: English , Urdu , Hindi , Tamil