માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રોફેસર બ્રાયન ગ્રીન પ્રખ્યાત અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને ગણિત અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર, કોલંબિયા યુનિવર્સિટી આઈઆઈટી દિલ્હીની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી


વૈજ્ઞાનિક નવીનતામાં ઝડપી પ્રગતિ ભારતને વિજ્ઞાન અને વિકાસમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપશે - પ્રોફેસર બ્રાયન ગ્રીન

Posted On: 28 FEB 2025 5:34PM by PIB Ahmedabad

કોલંબિયા યુનિવર્સિટીના જાણીતા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, લેખક અને ગણિત અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર પ્રો. બ્રાયન ગ્રીને આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) દિલ્હીની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આઇઆઇટી દિલ્હીના ડાયરેક્ટર ડો.રંગન બેનર્જી, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રોફેસર ગ્રીને ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્કની પણ મુલાકાત લીધી હતી અને સુવિધાઓની પ્રશંસા કરી હતી.

વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન પ્રોફેસર ગ્રીને આ અદ્ભુત મુલાકાત અને ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ બંને સાથેની રસપ્રદ ચર્ચાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નવીનતા માટે તેમની ઊર્જા, રચનાત્મકતા અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વિકાસમાં તેમની આતુર રુચિ અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત થશે.

વૈજ્ઞાનિક નવીનીકરણમાં ભારતની ઝડપી પ્રગતિને સ્વીકારતા પ્રોફેસર ગ્રીને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રગતિથી દેશને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાન મળશે. તેમણે આઇઆઇટીની વિશ્વસ્તરીય સંસ્થા તરીકે પ્રશંસા કરી હતી અને ભારતનાં કેટલાંક મહાન મનનાં સંવર્ધન માટે સમર્પિત નોંધપાત્ર ફેકલ્ટી પર પ્રકાશ પાડ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001LQE7.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IBP6.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AVDO.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048ND3.jpg

સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓએ રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં તેમના મતે, ભૌતિકશાસ્ત્ર અને ગણિત જેવા વિષયો ક્યાં અલગ પડે છે અને એકરૂપ થાય છે, તેમજ સ્ટ્રિંગ થિયરી વિશેની પૂછપરછનો સમાવેશ થાય છે. તેના જવાબમાં, તેમણે સ્ટ્રિંગ થિયરીના ગણિત સાથે સંબંધિત તેમના કાર્ય વિશે વિસ્તૃત વર્ણન કર્યું.

પ્રોફેસર ગ્રીને આઈઆઈટી દિલ્હીના રિસર્ચ એન્ડ ઈનોવેશન પાર્કની મુલાકાત લીધી હતી. સંસ્થાની ડાયમંડ જ્યુબિલી ઉજવણી દરમિયાન આ સ્થાપનાનું ઉદઘાટન ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ કર્યું હતું. તે નવીનતા અને ઉત્પાદન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં આઇઆઇટી દિલ્હી, ઉદ્યોગો, ઉદ્યોગસાહસિકો અને સરકારી એજન્સીઓ આદાનપ્રદાન કરે છે અને અદ્યતન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ તૈયાર કરવા સક્ષમ બનાવે છે. આ પાર્ક સંશોધનના અનુવાદને વેગ આપવા, આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને ઉદ્યોગ સાથે વધુ નિકટતાથી આદાનપ્રદાન કરવા અને ઇન્ક્યુબેશન, સંશોધન અને વિકાસની તકનીકી અને સામાજિક અસરને વિસ્તૃત કરીને અને ઉદ્યોગસાહસિકતાની આકાંક્ષાઓને વેગ આપવા દ્વારા બજારમાં તકનીકી સફળતાઓ લાવવાની તકો પૂરી પાડવાની દિશામાં કામ કરે છે. તેમાં સ્ટાર્ટ અપ માટે લેબ, બોર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ, મિટિંગ અને ટ્રેનિંગ રૂમ સહિતની સુવિધાઓ છે.

AP/IJ/GP/JD


(Release ID: 2107389) Visitor Counter : 25


Read this release in: English , Urdu , Hindi , Assamese