ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે 280,000 ગ્રામીણ સહભાગીઓમાંથી 163 વિદ્વાનોને માન્યતા આપીને સીએસસી ઓલિમ્પિયાડ 5.0 સીમાચિહ્નરૂપ બન્યું, પરિણામો 28 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર કરાશે
સીએસસી ઓલિમ્પિયાડ ગ્રામીણ શિક્ષણમાં પરિવર્તન લાવે છે, વિદ્યાર્થીઓને તેમના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવાની ખાતરી આપે છે
Posted On:
27 FEB 2025 3:05PM by PIB Ahmedabad
સીએસસી ઓલિમ્પિયાડ (સીએસસી ઓલિમ્પિયાડ 5.0)ની પાંચમી આવૃત્તિ સંપન્ન થઈ છે. જેમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી 2,80,000થી વધુ વિદ્યાર્થીઓએ 15 વિષયોમાં નોંધણી કરાવી છે. જે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેના શૈક્ષણિક તફાવતને દૂર કરવામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, 1,13,576 વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ પરીક્ષામાં ભાગ લીધો હતો અને 1,00,000થી વધુ ઓનલાઇન પરીક્ષાઓ એઆઈ પ્રોક્ટરિંગ સાથે લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળના કોમન સર્વિસ સેન્ટર ઇ ગવર્નન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ, 163 વિદ્યાર્થીઓની કામગીરી-આધારિત શિષ્યવૃત્તિ માટે પસંદગી કરવામાં આવી છે.
સીએસસી ઓલિમ્પિયાડ 5.0 શિક્ષણને સશક્ત બનાવે છે
સીએસસી ઓલિમ્પિયાડ 5.0, જે ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને સેવા આપે છે. તેણે હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, તેલુગુ, મલયાલમ અને બંગાળી સહિત 10 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષાઓ યોજી હતી. જેમાં સુલભતા અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. શૈક્ષણિક મૂલ્યાંકન ઉપરાંત, ઓલિમ્પિયાડનો ઉદ્દેશ નેતૃત્વ અને સંચાર કૌશલ્યોને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ સમુદાયોમાં નિર્ણાયક શૈક્ષણિક સહાયકો તરીકે કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)ની ભૂમિકાને વધારવાનો છે.
સીએસસી ઓલિમ્પિયાડ 5.0નું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જેમાં એક સુવ્યવસ્થિત ઓનલાઇન પોર્ટલ શિષ્યવૃત્તિના દાવાની સુવિધા આપશે. આ પહેલ ગ્રામીણ શિક્ષણમાં આમૂલ પરિવર્તન સૂચવે છે. જે વિદ્યાર્થીઓને તેમના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટેનાં સાધનો અને તકોથી સજ્જ કરે છે. સીએસસી ઓલિમ્પિયાડ એ માત્ર એક પરીક્ષા નથી; તે પરિવર્તન માટે ઉત્પ્રેરક છે, તે સુનિશ્ચિત કરે છે કે જ્ઞાન અને શ્રેષ્ઠતાની શોધમાં કોઈ વિદ્યાર્થી પાછળ ન રહી જાય.
કૌશલ્ય વધારવું અને આત્મવિશ્વાસની ભાવના કેળવવી
સીએસસીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજય રાકેશે જણાવ્યું હતું કે, "સીએસસી ઓલિમ્પિયાડ એક મહત્વપૂર્ણ સેતુ તરીકે સેવા આપે છે, જે ગ્રામીણ વિદ્યાર્થીઓને તેઓ અન્યથા ચૂકી શકે તેવી તકો સાથે જોડે છે." "શૈક્ષણિક મૂલ્યાંકન અને સ્પર્ધાત્મક જોડાણ માટે એક મંચ પ્રદાન કરીને, અમે માત્ર તેમની કુશળતામાં વધારો જ નથી કરી રહ્યા, પરંતુ આત્મવિશ્વાસની ભાવના પણ પેદા કરી રહ્યા છીએ અને તેમને ભવિષ્યના શૈક્ષણિક અને વ્યાવસાયિક પડકારો માટે તૈયાર કરી રહ્યા છીએ. કટોકટીમાંથી જન્મેલી આ પહેલ આશાની દીવાદાંડી બની ગઈ છે, જે શિક્ષણનું લોકશાહીકરણ કરવાની ટેક્નોલૉજીની શક્તિનું પ્રદર્શન કરે છે."
CSC ઓલિમ્પિયાડ વિશે
સીએસસી ઓલિમ્પિયાડ એક પરિવર્તનકારી શૈક્ષણિક પહેલ છે, જેને ભારતભરના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓમાં પ્રતિભાને ઓળખવા અને તેને પોષવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. દર વર્ષે 1,000થી વધુ શાળાઓ ભાગ લે છે, ઓલિમ્પિયાડ એક સમાવિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. જે ગ્રેડ આધારિત નથી, જે સુનિશ્ચિત કરે છે કે વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરી શકે. આ કાર્યક્રમને તેની વિશ્વસનીયતા માટે વધુ માન્યતા આપવામાં આવી છે, કારણ કે 15થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને શિક્ષણ અધિકારીઓ તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કારોના વિતરણમાં સક્રિયપણે ભાગ લે છે.
ઓલિમ્પિયાડ સુલભતા માટે પ્રતિબદ્ધ છે, જેમાં તમામ શાળાઓ માટે નોંધણીઓ ખુલ્લી છે. જે શહેરી-ગ્રામીણ શિક્ષણના તફાવતને દૂર કરવા અને વિદ્યાર્થીઓને જ્ઞાન અને તકો સાથે સશક્ત બનાવવાના તેના મિશનને મજબૂત કરે છે.
ભાગ લેનારાઓને ત્રણ સાવચેતીપૂર્વક રચાયેલી પ્રેક્ટિસ પરીક્ષણોનો લાભ મળે છે. જે નવીનતમ અભ્યાસક્રમની પેટર્નને પ્રતિબિંબિત કરે છે. ત્યારબાદ સુધારણા માટેના ક્ષેત્રોને નિર્દેશિત કરવા માટે વ્યાપક કામગીરી વિશ્લેષણ કરવામાં આવે છે. દરેક સહભાગીને તેમના પ્રયત્નો અને રાષ્ટ્રીય રેન્કિંગ, પ્રોત્સાહન અને સિદ્ધિની ભાવનાને સ્વીકારતું પ્રમાણપત્ર મળે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2106617)
Visitor Counter : 63