કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

ન્યાયનું ડિજિટલ પરિવર્તનઃ ભારતનાં ન્યાયતંત્ર અને કાયદાનાં અમલીકરણમાં એઆઇને સંકલિત કરવું

Posted On: 25 FEB 2025 8:22PM by PIB Ahmedabad

"ટેકનોલોજી પોલીસ, ફોરેન્સિક, જેલ અને અદાલતોને સંકલિત કરશે અને તેમના કામમાં પણ ઝડપ લાવશે. અમે ન્યાય પ્રણાલી તરફ આગળ વધી રહ્યા છીએ, જે સંપૂર્ણપણે ભવિષ્ય માટે તૈયાર હશે."

 - પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

 

પરિચય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભારતનાં ન્યાયતંત્ર અને કાયદાનાં અમલીકરણમાં પરિવર્તનકારી પરિવર્તન લાવી રહી છે. જે કાર્યદક્ષતા, સુલભતા અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધારો કરી રહી છે. એઆઈને ન્યાયિક પ્રક્રિયાઓ, કેસ મેનેજમેન્ટ, કાનૂની સંશોધન અને કાયદાના અમલીકરણમાં સંકલિત કરીને, ભારત કામગીરીને સુવ્યવસ્થિત કરી રહ્યું છે, વિલંબને ઘટાડી રહ્યું છે અને બધા માટે ન્યાયને વધુ સુલભ બનાવી રહ્યું છે.

ન્યાયતંત્ર કેસ બેકલોગ, ભાષાના અવરોધો અને ડિજિટલ આધુનિકીકરણની જરૂરિયાત જેવા લાંબા સમયથી ચાલતા પડકારોનો સામનો કરી રહ્યું  છે. મશીન લર્નિંગ (ML), નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP), ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) અને પ્રિડિક્ટિવ એનાલિટિક્સ સહિતની એઆઈ-સંચાલિત ટેકનોલોજીનો હવે વહીવટી કાર્યોને સ્વચાલિત કરવા, કેસ ટ્રેકિંગમાં સુધારો કરવા અને ગુનાખોરી અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો  છે.

-કોર્ટ પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો, એઆઈની સહાયથી ચાલતા કાનૂની અનુવાદ, આગાહીયુક્ત પોલીસિંગ અને એઆઈ-સંચાલિત કાનૂની ચેટબોટ્સ જેવી પહેલો કાનૂની પરિદ્રશ્યને નવેસરથી આકાર આપી રહી છે. જે પ્રક્રિયાઓને ઝડપી, વધુ સ્માર્ટ અને વધુ પારદર્શક બનાવી રહી છે. જ્યારે એઆઈનો સ્વીકાર ખાસ કરીને ડેટા સુરક્ષા, નૈતિક શાસન અને કાનૂની અનુકૂલનમાં પડકારો રજૂ કરે છે, ત્યારે ભારતની ન્યાય પ્રણાલીને મજબૂત કરવાની તેની સંભવિતતા અજોડ છે.

આ લેખ ભારતના ન્યાયતંત્ર અને કાયદાના અમલીકરણમાં એઆઈની પરિવર્તનશીલ ભૂમિકા દર્શાવે છે. જેમાં વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત ન્યાય પ્રણાલીને સુનિશ્ચિત કરવામાં  તેની એપ્લિકેશન્સ, અસર અને ભવિષ્યની સંભવિતતા પર પ્રકાશ પાડવામાં આવ્યો  છે.

-કોર્ટ પ્રોજેક્ટમાં એઆઈ (ત્રીજો તબક્કો) - જ્યુડિશિયલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એક મોટી છલાંગ

ભારતની સર્વોચ્ચ અદાલતના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલો આ ઇ-કોર્ટ પ્રોજેક્ટ પરિવર્તનકારી પહેલ છે. જેનો ઉદ્દેશ ડિજિટલ નવીનતા મારફતે ન્યાયિક કાર્યોને આધુનિક બનાવવાનો છે. ત્રીજા તબક્કામાં આ પ્રોજેક્ટ ભારતની તમામ અદાલતોમાં કેસ મેનેજમેન્ટ અને વહીવટી કાર્યદક્ષતા વધારવા માટે એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન્સનું સંકલન કરે છે. આ તબક્કો વધુ પ્રતિભાવશીલ અને અસરકારક ન્યાયિક પ્રણાલી પ્રદાન કરવા માટે અગાઉના ડિજિટલ પરિવર્તન પ્રયાસો પર આધારિત છે.

-કોર્ટમાં ચાવીરૂપ એઆઈ એપ્લિકેશનો

  • ઓટોમેટેડ કેસ મેનેજમેન્ટ એઆઈ
    સંચાલિત ટૂલ્સ હવે સ્માર્ટ શેડ્યૂલિંગ, કેસની પ્રાથમિકતા અને સક્રિય બેકલોગ રિડક્શન માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રણાલીઓ સંભવિત વિલંબ અને મુલતવી રાખવાની આગાહી કરવા માટે આગાહીત્મક વિશ્લેષણોનો ઉપયોગ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ન્યાયિક સંસાધનોને સમયસર કેસ ઉકેલ માટે શ્રેષ્ઠ રીતે ફાળવવામાં આવે છે.

 

  • કાનૂની સંશોધન અને દસ્તાવેજીકરણમાં એઆઈ

 

એડવાન્સ્ડ એઆઈ સંચાલિત સાધનો કાનૂની સંશોધનને સુવ્યવસ્થિત કરીને, સંબંધિત કેસના દાખલાઓને ઓળખીને અને ચુકાદાઓનો સારાંશ આપીને ન્યાયાધીશો અને વકીલોને સહાય કરે છે. તકનીકી માત્ર સંશોધન પ્રક્રિયાને જ ઝડપી ન બનાવતા કાનૂની દસ્તાવેજીકરણની ગુણવત્તા અને સુસંગતતામાં પણ વધારો કરે છે.

 

  • એઆઈ-સહાયક ફાઇલિંગ અને કોર્ટ પ્રક્રિયાઓ
    ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP)નું સંકલન દસ્તાવેજના ડિજિટાઇઝેશનમાં ક્રાંતિ લાવી રહ્યું છે. આ તકનીકો કોર્ટના દસ્તાવેજો ફાઇલ કરવાનું સ્વચાલિત કરે છે, ઝડપી પ્રક્રિયાની ખાતરી કરે છે અને દસ્તાવેજીકરણ પ્રક્રિયામાં મેન્યુઅલ ભૂલોને ઘટાડે છે.
  • એઆઇ ફોર યુઝર આસિસ્ટન્સ અને ચેટબોટ્સ
    એઆઇ-સંચાલિત વર્ચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ્સ અને ચેટબોટ્સ કેસની સ્થિતિ, પ્રક્રિયાગત માર્ગદર્શન અને આવશ્યક કાનૂની અપડેટ્સ પર વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડવા માટે ઉપલબ્ધ છે. આ ચોવીસ કલાક ડિજિટલ સપોર્ટ ન્યાયિક વ્યવસ્થાને વધુ સુલભ અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ બનાવે છે, ખાસ કરીને તે વ્યક્તિઓ માટે જે કાનૂની પ્રક્રિયાઓથી અપરિચિત છે.

 

  • કેસ પરિણામોમાં આગાહી વિશ્લેષણ માટે AI

 

એઆઈ મોડેલો ઐતિહાસિક ચુકાદાઓ અને કેસ ડેટાનું વિશ્લેષણ કરે છે જેથી સંભવિત કેસ પરિણામો અને જોખમ આકારણીમાં આગાહીની આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકાય. આ ક્ષમતા ન્યાયિક અધિકારીઓને વધુ માહિતગાર નિર્ણયો ઘડવામાં અને અસરકારક કેસ વ્યૂહરચના વિકસાવવામાં મદદ કરે છે, જે સક્રિય ન્યાયિક માળખામાં ફાળો આપે છે.

બજેટ અને અમલીકરણ

ભારત સરકારે -કોર્ટ ફેઝ-૩ પ્રોજેક્ટ માટે  કુલ 7210 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે જ્યુડિશિયલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અંદાજપત્રની અંદર ભારતમાં ઉચ્ચ અદાલતોમાં એઆઈ અને બ્લોકચેન ટેક્નોલૉજીના સંકલન માટે રૂ. 53.57 કરોડ ખાસ કરીને ફાળવવામાં આવ્યા છે. આ નાણાકીય પ્રતિબદ્ધતા  ન્યાયિક વ્યવસ્થામાં વધારે કાર્યદક્ષતા, પારદર્શકતા અને સુલભતા હાંસલ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકે છે.

કાનૂની અનુવાદ અને ભાષા સુલભતા માટે AI

ભારતની ન્યાયિક પ્રણાલી મુખ્યત્વે અંગ્રેજીમાં કામ કરે છે.  જે અંગ્રેજી ન બોલતા વાદીઓ માટે અવરોધો પેદા  કરે છે.  કાનૂની દસ્તાવેજો અને ચુકાદાઓને સુલભ બનાવવા માટે એઆઈ-સંચાલિત કાનૂની અનુવાદ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

AI-આસિસ્ટેડ લીગલ ટ્રાન્સલેશનમાં ચાવીરૂપ વિકાસ

કાયદા અમલીકરણ અને ગુના નિવારણમાં એઆઈ

ક્રાઇમ ડિટેક્શન, સર્વેલન્સ અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનમાં વધારો કરવા માટે એઆઇને પોલીસ અને કાયદાના અમલીકરણમાં સંકલિત કરવામાં આવી રહી  છે.

અમલબજવણીમાં ચાવીરૂપ AI કાર્યક્રમો

  • AI મોડેલો ગુનાના દાખલાઓ, ઉચ્ચ જોખમવાળા વિસ્તારો અને ગુનાહિત વર્તનનું વિશ્લેષણ કરે છે, જે કાયદા અમલીકરણ એજન્સીઓને સક્રિય પગલાં લેવામાં મદદ કરે છે.
  • સર્વેલન્સ અને તપાસ માટે એઆઈ
    • ગુનાના દ્રશ્યની દેખરેખ અને શંકાસ્પદ ટ્રેકિંગ માટે સ્વચાલિત ડ્રોન.
    • ચહેરાની ઓળખ પ્રણાલી રાષ્ટ્રીય ગુનાહિત ડેટાબેસાથે સંકલિત  છે.
    • પુરાવા અને ડિજિટલ ક્રાઇમ ટ્રેલ્સની તપાસ કરવા માટે એઆઈ-સંચાલિત ફોરેન્સિક વિશ્લેષણ.

 

  • એફઆઈઆર ફાઈલિંગ અને જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સમાં એઆઈ
    • એઆઇ-સંચાલિત સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટૂલ્સ રિયલ-ટાઇમ એફઆઇઆર ફાઇલિંગ અને કેસ ડોક્યુમેન્ટેશનમાં મદદ કરે  છે.
    • એઆઈ સાક્ષીની જુબાની વિશ્લેષણ અને કોર્ટરૂમ પુરાવાના મૂલ્યાંકનમાં સુધારો કરી રહ્યું છે.

 

  • ડેટા-સંચાલિત ક્રાઇમ ટ્રેકિંગ અને ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ
    • એઆઇ ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ્સ (CCTNS)માં વધારો કરે  છે.
    • -જેલ અને ઇ-ફોરેન્સિક્સ ડેટાબેઝ સાથે સંકલન.

એઆઇ અને 5G: વિમર્શ 2023 કાયદાના અમલીકરણ માટે હેકાથોન

ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D) દ્વારા આયોજિત વિમર્શ 2023 5જી હેકાથોને ગુનાખોરી અટકાવવા માટે એઆઇ-સંચાલિત નવીનતાઓની શોધ કરી હતી.

વિમર્શ 2023માં દર્શાવવામાં આવેલી નવીનતાઓ

  • વોઇસ રેકગ્નિશનનો ઉપયોગ કરીને એઆઇ-આસિસ્ટેડ એફઆઇઆર ફાઇલિંગ.
  • ડ્રોન આધારિત ક્રાઇમ સર્વેલન્સ અને શંકાસ્પદ ટ્રેકિંગ.
  • ક્રાઇમ સીનની તપાસ માટે ઓગમેન્ટેડ રિયાલિટી (AR) એપ્લિકેશન્સ.
  • રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસિંગ માટે એઆઈ-સંચાલિત આગાહી વિશ્લેષણો.

નિષ્કર્ષ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેસ મેનેજમેન્ટ, કાનૂની સંશોધન, અપરાધ નિવારણ અને ભાષાની સુલભતામાં વધારો કરીને ભારતનાં ન્યાયતંત્ર અને કાયદાનાં અમલીકરણમાં પરિવર્તન લાવી રહી  છે. આગાહીયુક્ત વિશ્લેષણો, સ્વયંસંચાલિત દસ્તાવેજીકરણ, ચેટબોટ્સ અને સ્માર્ટ પોલીસિંગ સિસ્ટમ્સ જેવા એઆઈ-સંચાલિત સાધનો  કાનૂની પ્રણાલીમાં કાર્યક્ષમતા અને શાસનમાં સુધારો કરી રહ્યા છે. જો કે, જવાબદાર એઆઇ (AI) અપનાવવા માટે મજબૂત ડેટા સુરક્ષા, કાનૂની સુધારાઓ અને પારદર્શકતાની જરૂર પડે છે. જેથી તે એ સુનિશ્ચિત કરી શકે કે તે ન્યાયિક પ્રક્રિયાઓમાં માનવીય ચુકાદાને બદલે ટેકો આપે છે. કાયદા અને ન્યાયમાં એઆઈના ભવિષ્યને એઆઈ-સંચાલિત કાનૂની સંશોધન, બ્લોકચેન-સુરક્ષિત કેસ રેકોર્ડ્સ, એઆઈ એનાલિટિક્સ દ્વારા ન્યાયિક પારદર્શિતા અને કાયદાના અમલીકરણમાં સાયબર સુરક્ષામાં વધારો દ્વારા આકાર આપવામાં આવશે.

સતત સરકારી રોકાણ અને નિયમનકારી દેખરેખ સાથે, એઆઈ  તમામ નાગરિકો માટે ભારતની ન્યાય પ્રણાલીને ઝડપી, વધુ સુલભ અને પારદર્શક બનાવવાની ક્ષમતા ધરાવે છે.

 

સંદર્ભો

 

પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2106387) Visitor Counter : 35


Read this release in: Malayalam , English , Urdu , Hindi