ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રનાં પૂણેમાં પીએમએવાય ગ્રામીણ (ફેઝ-2)નાં 20 લાખ લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો અને મહારાષ્ટ્રનાં 10 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો વહેંચ્યો


દેશમાં પહેલી વાર, 20 લાખ લાભાર્થીઓને પોતાનું ઘર મેળવવાનું સ્વપ્ન એક સાથે સાકાર થઈ રહ્યું છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો, જે અંતર્ગત મહારાષ્ટ્રને સૌથી વધુ ઘરો મળ્યા

ઘરોની સાથે શૌચાલય પૂરા પાડીને, મોદીજીએ ગરીબોના ગૌરવ અને આત્મસન્માનનું રક્ષણ કર્યું છે

મોદી સરકારના 2029 સુધીમાં મહિલાઓ, પછાત વર્ગો, SC, ST અને અન્ય આર્થિક રીતે નબળા લોકોને 5 કરોડ ઘરો પૂરા પાડવાના લક્ષ્ય હેઠળ, 3 કરોડ 80 લાખ ઘરો પહેલાથી જ આપવામાં આવ્યા છે

મહારાષ્ટ્રમાં શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, શ્રી એકનાથ શિંદેજી અને શ્રી અજિત પવારજીના નેતૃત્વ હેઠળ, કેન્દ્રએ રાજ્યમાં તમામ કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે

Posted On: 22 FEB 2025 7:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રનાં પૂણેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 'ગ્રામીણ' (તબક્કો-2) હેઠળ 20 લાખ લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો અને 10 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રીઓ શ્રી એકનાથ શિંદે અને શ્રી અજિત પવાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Awas 1.JPG

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે, જેના પગલે ભારત સૌપ્રથમ વાર લાભાર્થીઓને એક સાથે 20 લાખ મકાનોની ફાળવણીનું સાક્ષી બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 20 લાખ મકાનો ફાળવવામાં આવ્યાં છે અને કાર્યક્રમ પૂર્ણ થાય એ અગાઉ મહારાષ્ટ્રે 10 લાખ લાભાર્થીઓને તેમનો પ્રથમ હપ્તો વહેંચ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં સહિયારા પ્રયાસોથી 20 લાખ લોકો માટે ઘરની માલિકીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

 

શ્રી શાહે જણાવ્યું હતું કે, ઘરની સાથે લાભાર્થીઓને શૌચાલયો, સોલર પેનલ્સ અને ટૂંક સમયમાં ગેસ સિલિન્ડર પણ મળશે તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને કારણે આ શક્ય બન્યું છે.

Awas 2.1.JPG

શ્રી અમિત શાહે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે દરેક નાગરિકનો વિકાસ, તેના પરિવાર માટે આશ્રય અને માળખાગત સુવિધાઓની મૂળભૂત સુલભતા સુનિશ્ચિત કરશે.

 

તેમણે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં બીજા તબક્કા હેઠળ મહારાષ્ટ્રને સૌથી વધારે મકાનો ફાળવવામાં આવ્યાં છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ ઘરો વિકાસનાં સ્વપ્નોની અનુભૂતિનો સંકેત આપે છે અને તે ભવિષ્યની પેઢીઓની પ્રગતિ તરફનાં પ્રથમ કદમ તરીકે કામ કરે છે.

Awas 2.JPG

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ઘર અને શૌચાલયની સુવિધા આપીને પ્રધાનમંત્રી મોદીએ ગરીબોની ગરિમા અને આત્મસન્માનની રક્ષા કરી છે. "હાઉસિંગ ફોર ઓલ" યોજના હેઠળ 2029 સુધીમાં મહિલાઓ, પછાત વર્ગ, એસસી, એસટી અને અન્ય આર્થિક રીતે નબળા વર્ગોને 5 કરોડ મકાનો ફાળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 3 કરોડ 80 લાખ પરિવારોને ઘરની સુવિધા આપવામાં આવી ચૂકી છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ મહારાષ્ટ્રને શરૂઆતમાં 13.50 લાખ મકાનો ફાળવવામાં આવ્યા હતા, જે હવે વધીને 19.50 લાખ મકાનો થઈ ગયા છે, અને આ તમામ મકાનો સમયસર પૂરા પાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Awas 3.JPG

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 10 વર્ષથી દર મહિને વ્યક્તિદીઠ 5 કિલો મફત અનાજ, 4 કરોડ પરિવારોને ઘર આપીને ઘરની સુરક્ષા અને 4 કરોડ લોકોના ઘરમાં વીજળી લાવીને પ્રકાશ પહોંચાડીને લાખો લોકોને અન્ન સુરક્ષાની ખાતરી આપી છે.

 

આ ઉપરાંત માતાઓનું ગૌરવ વધારવા માટે 13 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હેલ્થકેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 36 કરોડ આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને 1 કરોડ 'લખપતિ દીદીઓ'ને સશક્ત બનાવવામાં આવી છે. જેનાથી ગરીબ મહિલાઓને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર ઊઠાવ્યાં છે.

Awas 4.JPG

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વિકાસ માટે કેટલીક માળખાગત પરિયોજનાઓ શરૂ કરી છે. તેમણે નોંધ્યું હતું કે, શ્રી દેવેન્દ્ર ફડણવીસ, શ્રી એકનાથ શિંદે અને શ્રી અજિત પવારનાં નેતૃત્વમાં સરકારે સમગ્ર મહારાષ્ટ્રમાં તમામ કલ્યાણકારી યોજનાઓનો અસરકારક રીતે અમલ કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિવિધ સિંચાઈ યોજનાઓએ મહારાષ્ટ્રને દુષ્કાળનો સામનો કરવામાં મદદ કરી છે, 11 વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે અને અમૃત ભારત યોજના હેઠળ 128 રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, મુંબઈ, પૂણે અને નાગપુરમાં મેટ્રો પ્રોજેક્ટ્સ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે તથા શિરડી અને સિંધુદુર્ગમાં નવા એરપોર્ટનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અટલ સેતુ ટ્રાન્સ-હાર્બર લિન્ક એન્જિનીયરિંગની અજાયબી છે અને દુનિયાભરમાં આદર્શ સ્વરૂપે કામ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અંદાજે 76,000 કરોડના ખર્ચે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ મહારાષ્ટ્રમાં વિકસાવવામાં આવી રહ્યું છે.

AP/IJ/GP/JD


(Release ID: 2105562) Visitor Counter : 40


Read this release in: English , Urdu , Marathi , Odia , Tamil