કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નવ વર્ષ


અન્નદાતાને સશક્ત બનાવવા અને આજીવિકાનું રક્ષણ કરવું

Posted On: 17 FEB 2025 6:55PM by PIB Ahmedabad

પરિચય

18 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની નવમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, જે ભારતના ખેડૂતોને સશક્ત બનાવવાના લગભગ એક દાયકાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં શરૂ કરેલી આ યોજના અણધાર્યા કુદરતી આપત્તિઓને કારણે પાકને થયેલા નુકસાન સામે મજબૂત કવચ પ્રદાન કરે છે. આ સંરક્ષણ માત્ર ખેડૂતોની આવક સ્થિર કરે છે, પરંતુ તેમને નવીન પદ્ધતિઓ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

પાક વીમો ખેડૂતોને કુદરતી આફતોથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ જોખમ ઘટાડવાનું સાધન છે. તેનો ઉદ્દેશ કરા, દુષ્કાળ, પૂર, ચક્રવાત, ભારે અને કમોસમી વરસાદ, રોગ અને જીવાતોનો હુમલો વગેરે જેવી કુદરતી આફતોને કારણે પાકને થયેલા નુકસાન/હાનિથી પીડાતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003E9AV.png

યોજનાની સફળતા અને સંભવિતતાને જોતા, કેન્દ્રીય કેબિનેટે જાન્યુઆરી 2025માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેનું કુલ બજેટ ₹69,515.71 કરોડ છે.

પુનર્ગઠન હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS) એ હવામાન સૂચકાંક આધારિત યોજના છે, જેને પીએમએફબીવાયની સાથે શરૂ કરવામાં આવી હતી. પીએમએફબીવાય અને આરડબ્લ્યુબીસીઆઈએસ વચ્ચેનો મૂળ તફાવત એ ખેડૂતોને સ્વીકાર્ય દાવાઓની ગણતરી માટેની તેની પદ્ધતિમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LIEW.png

તકનીકી પ્રગતિઓ

  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)માં સેટેલાઈટ ઈમેજ, ડ્રોન, માનવરહિત હવાઈ વાહન (UAV) અને રિમોટ સેન્સિંગ સહિતની સુધારેલી ટેકનોલોજીના ઉપયોગની પરિકલ્પના કરવામાં આવી છે.
  • આ વિવિધ એપ્લિકેશન્સ માટે છે જેમ કે પાકના વિસ્તારનો અંદાજ અને ઉપજના વિવાદો અને ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ્સ (CCE) આયોજન, ઉપજનો અંદાજ, નુકસાનની આકારણી, વાવણીના અટકેલા વિસ્તારોનું મૂલ્યાંકન અને જિલ્લાઓના ક્લસ્ટરિંગ માટે રિમોટ સેન્સિંગ અને અન્ય સંબંધિત તકનીકના ઉપયોગને પ્રોત્સાહન આપવું.
  • ખોટના મૂલ્યાંકનમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ અને દાવાઓની સમયસર ચુકવણીને સક્ષમ બનાવે છે.
  • રાષ્ટ્રીય પાક વીમા પોર્ટલ (NCIP)માં  સીધા અપલોડ કરવા માટે સીસીઈ-એગ્રિ એપ મારફતે પાક ઉપજના ડેટા/ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ્સ (CCE)ને કેપ્ચર કરવા, વીમા કંપનીઓને સીસીઈના આચરણને નિહાળવાની મંજૂરી આપવી અને રાજ્યના જમીનના રેકોર્ડ્સને એનસીઆઈપી સાથે સંકલિત કરવાની છે.
  • ઉપરાંત સમયસર અને પારદર્શક નુકસાન આકારણી તેમજ સ્વીકાર્ય દાવાઓની સમયસર પતાવટ માટે હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી અને તકનીકી પરામર્શ પછી ખરીફ 2023થી યસ-ટેક (ટેકનોલોજી પર આધારિત ઉપજ અંદાજ પ્રણાલી) રજૂ કરવામાં આવી છે. યસ-ટેક પીએમએફબીવાય હેઠળ ઉપજના નુકસાન અને વીમા દાવાના મૂલ્યાંકન માટે ટેકનોલોજી-આધારિત ઉપજના અંદાજોને મોટા પાયે અપનાવવા સક્ષમ બનાવે છે. તેનો હેતુ મેન્યુઅલ યીલ્ડ અંદાજો સાથે ટેકનોલોજી-આધારિત ઉપજના અંદાજોને મિશ્રિત કરવાનો અને મેન્યુઅલ સિસ્ટમ પરની નિર્ભરતાને ધીમે ધીમે ઘટાડવાનો છે.

મુખ્ય લાભો

  • પરવડે તેવા પ્રીમિયમ: ખરીફ ખાદ્ય અને તેલીબિયાં પાકો માટે ખેડૂત દ્વારા મહત્તમ 2 ટકા પ્રીમિયમ ચૂકવવામાં આવશે. રવી ખાદ્ય અને તેલીબિયાંના પાક માટે તે 1.5 ટકા અને વાર્ષિક વ્યાપારી કે બાગાયતી પાકો માટે તે 5 ટકા રહેશે. બાકીનું પ્રીમિયમ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005MHOZ.png

  • વ્યાપક કવરેજ: આ યોજનામાં કુદરતી આપત્તિઓ (દુષ્કાળ, પૂર), જીવાતો અને રોગોને આવરી લેવામાં આવ્યા છે, સાથે સાથે વાવાઝોડા અને ભૂસ્ખલન જેવા સ્થાનિક જોખમોને કારણે લણણી પછીના નુકસાનને પણ આવરી લેવામાં આવ્યું છે.
  • સમયસર વળતર: પીએમએફબીવાયનો હેતુ લણણીના બે મહિનાની અંદર દાવાઓ પર પ્રક્રિયા કરવાનો છે, જેથી ખેડૂતોને ઝડપથી વળતર મળી રહે, જેથી તેઓ દેવાની જાળમાં ફસાઈ ન જાય.
  • ટેકનોલોજી-સંચાલિત અમલીકરણ: પીએમએફબીવાય એ પાકના નુકસાનના ચોક્કસ અંદાજ માટે સેટેલાઇટ ઇમેજિંગ, ડ્રોન અને મોબાઇલ એપ્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનું સંકલન કરે છે, જે દાવાની સચોટ પતાવટને સુનિશ્ચિત કરે છે.

 

આવરી લેવાયેલ જોખમો

  • ઉપજનું નુકસાન (સ્થાયી પાક): સરકાર કુદરતી રીતે લાગેલી આગ અને વીજળી, તોફાન, વાવાઝોડું, ટોર્નેડો, પૂર, જળપ્રલય અને ભૂસ્ખલન, જીવાતો/રોગો, દુષ્કાળ વગેરે જેવા અટકાવી ન શકાય તેવા જોખમો હેઠળ આવતા ઉપજના નુકસાન માટે આ વીમા કવચ પ્રદાન કરે છે.
  • વાવણી અટકાવી: એવા કિસ્સાઓ ઉભા થઈ શકે છે કે જેમાં સૂચિત વિસ્તારોના મોટાભાગના ખેડૂતો (વીમાકૃત્ત) વાવેતર અથવા વાવણી કરવા માંગતા હોય. આવા કિસ્સાઓમાં તેઓએ તે હેતુ માટેનો ખર્ચ સહન કરવો પડે છે અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે વીમાકૃત્ત પાકોના વાવેતર અથવા વાવણી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ ખેડૂતો વીમાની રકમના વધુમાં વધુ 25 ટકા સુધીના વળતરના દાવા માટે પાત્ર બનશે.
  • લણણી પછીના નુકસાન: સરકાર વ્યક્તિગત કૃષિ ધોરણે લણણી પછીના નુકસાનની જોગવાઈ કરે છે. સરકાર "કટ એન્ડ સ્પ્રેડ" સ્થિતિમાં સંગ્રહિત પાક માટે લણણીથી 14 દિવસ (મહત્તમ) સુધીનું કવરેજ આપે છે.
  • સ્થાનિક આપત્તિઓ: સરકાર વ્યક્તિગત કૃષિ ધોરણે સ્થાનિક આપત્તિઓ પૂરી પાડે છે. ઓળખાયેલા સ્થાનિક જોખમો, જેમ કે કરા, ભૂસ્ખલન, અને સૂચિત વિસ્તારમાં અલગ પડેલી ખેતીની જમીનને અસર કરતા જળપ્રલયને કારણે થતા નુકસાન અથવા હાનિ જેવા જોખમોને આ કવરેજ હેઠળ આવે છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને મજબૂત કરવી

સરકારે વર્ષ 2016માં શરૂ થયા પછી અત્યાર સુધીમાં ખેડૂતોને વધુ સારી પારદર્શકતા, જવાબદારી, સમયસર દાવાની ચુકવણી સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લીધાં છે. જેના કારણે વર્ષ 2023-24માં આ યોજના હેઠળ આવરી લેવાયેલ વિસ્તાર અને ખેડૂતો ઓલટાઇમ હાઇ સપાટીએ છે. આ યોજના હવે  ખેડૂત અરજીઓની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટી છે. કેટલાક રાજ્યોએ પ્રીમિયમમાં ખેડૂતોનો હિસ્સો વધુ માફ કર્યો છે, જેના કારણે ખેડૂતો પર ખૂબ ઓછો બોજો છે.

યોગ્યતા

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006UD6Y.jpg

આ યોજના ખેડૂતો માટે સ્વૈચ્છિક હોવા છતાં,  2023-24 દરમિયાન આ યોજના હેઠળ નોન-લોન લેનારા ખેડૂતોનું કવરેજ વધીને કુલ કવરેજના 55 ટકા થઈ ગયું છે, જે યોજનાની સ્વૈચ્છિક સ્વીકાર્યતા / લોકપ્રિયતા દર્શાવે છે.

કાર્યક્રમ પ્રક્રિયા

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008NY5V.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009Q5J4.png

https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU269_UCTI1z.pdf?source=pqals

નિષ્કર્ષ

છેલ્લાં નવ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)એ કુદરતી આફતોને કારણે ખેડૂતોને પાકને થયેલા નુકસાન સામે વિસ્તૃત સલામતી જાળ પ્રદાન કરીને ભારતીય કૃષિમાં પરિવર્તન લાવ્યું છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ યોજનાએ પાકના નુકસાનની આકારણી અને દાવાની પતાવટમાં પારદર્શકતા, સચોટતા અને કાર્યદક્ષતામાં સુધારો કર્યો છે. પરવડે તેવા પ્રીમિયમો અને વ્યાપક જોખમ કવરેજ - જેમાં ઉપજના નુકસાન, લણણી બાદના નુકસાન અને સ્થાનિક આપત્તિઓનો સમાવેશ થાય છે - આ યોજના ખેડૂતો માટે એક નિર્ણાયક આધાર તંત્ર બની ગઈ છે, જે સમયસર વળતરની ખાતરી આપે છે અને તેમની આવકને સ્થિર કરે છે. સ્વૈચ્છિક ભાગીદારીમાં વધારો, ખાસ કરીને બિન-ધિરાણ ધરાવતા ખેડૂતોમાં આ યોજનાના વધતા જતા વિશ્વાસ અને સ્વીકૃતિને પ્રકાશિત કરે છે. જેમ જેમ પીએમએફબીવાય તેના આગામી તબક્કામાં આગળ વધી રહ્યું છે, તેમ તેમ તે ખેડૂતોને સશક્ત બનાવવાનું અને ભારતની કૃષિ સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

સંદર્ભો:

પીડીએફ ફાઇલ જુઓ

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2104291) Visitor Counter : 70