પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
ભારત ઊર્જા સપ્તાહ 2025
સંતુલિત ભવિષ્ય માટે વૈશ્વિક ઊર્જા નવીનતા અને સહયોગનું ચાલન
Posted On:
17 FEB 2025 6:47PM by PIB Ahmedabad
ભારત માત્ર તેના વિકાસને જ નહીં, પરંતુ વિશ્વના વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે, જેમાં ઊર્જા ક્ષેત્ર નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
વૈશ્વિક ઊર્જા સંગમ
યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે 11 થી 14 ફેબ્રુઆરી, 2025 દરમિયાન આયોજિત ઇન્ડિયા એનર્જી વીક (IEW) 2025, ઊર્જા ક્ષેત્રમાં એક અગ્રણી વૈશ્વિક ઇવેન્ટ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી (FIPI) દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઊર્જા પરિષદમાં વિકસ્યો છે.

ઇનોવેશન એન્ડ ટ્રાન્સફોર્મેશનનું કેન્દ્ર
ઇન્ડિયા એનર્જી વીકનું પ્રદર્શન ઝડપથી વિકસ્યું છે અને ઊર્જા વ્યાવસાયિકો માટે વિશ્વનું નવું સભાસ્થળ બન્યું છે, લાખો ડોલરનો વેપાર ઓનસાઇટ પર હાથ ધરવામાં આવ્યો છે, જેણે તેને આંતરરાષ્ટ્રીય વેપારના હાર્દમાં સ્થાન આપ્યું છે.
આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ઉત્પાદકો વચ્ચે સંવાદની મુખ્ય સુવિધા ધરાવતી આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય પ્રદર્શકોને સંપૂર્ણ ઊર્જા મૂલ્ય શ્રુંખલામાં 120થી વધારે દેશોના મુખ્ય ખરીદદારો સાથે નેટવર્કની તક પૂરી પાડે છે. પ્રદર્શકોને અત્યાધુનિક ટેકનોલોજીઓ પ્રદર્શિત કરવાની તક મળશે, જે સ્થાયી ઊર્જા સમાધાનોને આગળ ધપાવે છે, વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરે છે અને ઊર્જાના ભવિષ્યને આકાર આપવા માટે તકોનું અન્વેષણ કરે છે.
IEW 2025ની સિદ્ધિઓને વ્યાખ્યાયિત કરવી

IEW 2025ના ચાવીરૂપ ફોકસ એરિયાઝ
- એનર્જી ટ્રાન્ઝિશન એન્ડ ગ્રીન ફ્યુચરઃ જૈવઇંધણ, ફ્લેક્સ-ફ્યુઅલ વ્હિકલ્સ, ઇથેનોલ મિશ્રણ અને ગ્રીન હાઇડ્રોજન પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવું. ભારત 2030 સુધીમાં વાર્ષિક 50 લાખ મેટ્રિક ટન (MMT) ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાના તેના લક્ષ્યાંક તરફ સતત પ્રગતિ કરી રહ્યું છે.
- એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન (E&P) સુધારાઃ ઓઇલ અને ગેસની શોધમાં રોકાણને વેગ આપવા નિયમનકારી ફેરફારોની સાથે 2,00,000 ચોરસ કિલોમીટરને આવરી લેતા ઓપન એકરેજ લાઇસન્સિંગ પ્રોગ્રામ (OALPઓએએલપી) રાઉન્ડ 10નો પ્રારંભ.
- ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સહકારઃ એલએનજી પુરવઠાની ભાગીદારીને મજબૂત કરવી અને ભારતમાં ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો વપરાશ 6 ટકાથી વધારીને 15 ટકા કરવો.
- વૈશ્વિક ઊર્જા રોકાણોઃ બ્રાઝિલ, વેનેઝુએલા, રશિયા અને મોઝામ્બિકમાં ઓઇલ અને ગેસની અસ્કયામતોમાં રોકાણનું વિસ્તરણ કરવાની સાથે-સાથે ઉભરતા ઓઇલ સ્ત્રોતોનો લાભ મેળવવો.
- સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન રેકગ્નિશનઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની આગેવાની હેઠળની અવિન્યા'25 – એનર્જી સ્ટાર્ટઅપ ચેલેન્જે CO1 કેપ્ચર, ઇએસજી સોલ્યુશન્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં સફળતા માટે નવીન સ્ટાર્ટઅપ્સ એનાયત કર્યા હતા. વસુધા – ઓઇલ એન્ડ ગેસ સ્ટાર્ટઅપ ચેલેન્જે એઆઇ-સંચાલિત સોલ્યુશન્સ સાથે અપસ્ટ્રીમ ઓઇલ અને ગેસ સેક્ટરમાં ક્રાંતિ લાવીને વિદેશી સ્ટાર્ટઅપ્સને માન્યતા આપી હતી.
નવ વિષયોના ક્ષેત્રોમાં નેવિગેટ કરવું

IEW 2025એ નવ થિમેટિક ઝોન રજૂ કર્યા હતા, જે દરેક ઊર્જા ક્ષેત્રના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છેઃ
- હાઇડ્રોજન ઝોન – ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત, જે હાઇડ્રોજન ઇંધણ ઉત્પાદનમાં અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરે છે.
- બાયોફ્યુઅલ ઝોન – બાયોડિઝલ, બાયોઇથેનોલ, કમ્પ્રેસ્ડ બાયોગેસ અને સ્થિર ઉડ્ડયન ઇંધણમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડવો.
- પુનઃપ્રાપ્ય ઊર્જા ઝોન – સૌર, પવન અને અન્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ટેકનોલોજીમાં નવીનતાઓને દર્શાવવી.
- એલએનજી ઇકોસિસ્ટમ – પેટ્રોનેટ એલએનજી દ્વારા સંચાલિત, જે ભારતની ડાઉનસ્ટ્રીમ એલએનજી સપ્લાય ચેઇન અને ઇકો-ફ્રેન્ડલી ઇંધણ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- મેક ઇન ઇન્ડિયા ઝોન – એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત, સ્વદેશી ઊર્જા ઉત્પાદન ક્ષમતાઓ પર પ્રકાશ પાડે છે.
- ગેઇલ દ્વારા સંચાલિત સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ઝોન, ગેસ-આધારિત અર્થતંત્ર તરફ ભારતની ઝડપી પ્રગતિ પર ભાર મૂકે છે.
- પેટ્રોકેમ ઝોન – ઓએનજીસી દ્વારા સંચાલિત, જે પેટ્રોરસાયણ ટેકનોલોજી અને સાતત્યપૂર્ણ સમાધાનોમાં પ્રગતિનું પ્રદર્શન કરે છે.
- ઇનોવેશન ઝોન – ઊર્જામાં ઉભરતાં સ્ટાર્ટ અપ્સ અને બ્રેકથ્રુ ટેકનોલોજીને દર્શાવે છે.
- ડિજિટલાઇઝેશન ઝોન - ઊર્જા ઉત્પાદન અને વિતરણને ઓપ્ટિમાઇઝ કરવા માટે એઆઇ, આઇઓટી અને ઓટોમેશનનું પ્રદર્શન.
ભારત: ધ રાઇઝિંગ એનર્જી પાવરહાઉસ
વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ ભારત ઊર્જાની માગમાં સૌથી વધુ વૃદ્ધિ માટે સજ્જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત, કાયમી અને વાજબી ઊર્જામાં નોંધપાત્ર રોકાણ સાથે હરિયાળા ભવિષ્ય તરફ આગેકૂચ કરી રહ્યો છે. ભારત ઊર્જા સપ્તાહ 2025 વૈશ્વિક સહયોગ માટે એક મુખ્ય મંચ તરીકે કામ કરશે, જે ઊર્જા સુરક્ષા, નવીનતા અને સ્થાયીત્વ પર ચર્ચાને વેગ આપશે.
ગતિશીલ ઊર્જા લેન્ડસ્કેપ

ભારતનો સ્થાયિત્વનો માર્ગ
એક ઝડપથી આગળ વધી રહેલા આર્થિક પાવરહાઉસ તરીકે ભારત તેના કાર્બન ફૂટપ્રિન્ટને હળવો કરવાની સાથે ઊર્જાની વધતી જતી માંગના બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે. આના જવાબમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીઓપી 26માં "પંચામૃત" નો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો, જે પાંચ આવશ્યક તત્ત્વોનું મિશ્રણ દર્શાવે છે. "પંચામૃત" જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા અને વૈશ્વિક સ્તરે સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
પંચામૃત : જળવાયુ પરિવર્તન માટે ભારતનો પાંચ મુદ્દાનો સંકલ્પ
- ભારત વર્ષ 2030 સુધીમાં તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાને 500 ગીગાવોટ સુધી લઈ જશે.
- વર્ષ 2030 સુધીમાં ભારત તેના અર્થતંત્રની કાર્બન તીવ્રતામાં 45 ટકાથી પણ ઓછો ઘટાડો કરશે.
- ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી ઊર્જાની 50 ટકા જરૂરિયાતો પૂર્ણ કરશે.
- વર્ષ 2070 સુધીમાં ભારત નેટ-ઝીરોનો ટાર્ગેટ હાંસલ કરી લેશે
- ભારત વર્ષ 2030 સુધી કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે
નિષ્કર્ષ
ભારતનું ઊર્જા સપ્તાહ 2025 વૈશ્વિક ઊર્જા હિતધારકો માટે વિચારોનું આદાનપ્રદાન કરવા, ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને ઊર્જા પરિવર્તનમાં ભારતનાં નેતૃત્વને જોવા માટે મહત્ત્વપૂર્ણ મંચ તરીકે કામ કરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ શ્રી પંકજ જૈને જણાવ્યું હતું કે, IEW 2025 ગ્રીન હાઇડ્રોજન, સૌર પ્રગતિઓ અને સંશોધન ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પ્રોજેક્ટ્સ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે, જે સ્થાયીત્વ અને નવીનતા પ્રત્યેની ભારતની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરશે. પરિવર્તનકારી જોડાણ અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ ઇવેન્ટ વૈશ્વિક ઊર્જા એજન્ડાને આકાર આપશે, જે ભારતને ઊર્જા સુરક્ષા, ટેકનોલોજીકલ પ્રગતિ અને સ્થાયી ભવિષ્ય માટે મોખરે રાખશે.
સંદર્ભો
પીડીએફમાં ડાઉનલોડ કરો
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2104284)
Visitor Counter : 54