પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૂજ્ય સંત શ્રી સેવાલાલ મહારાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 15 FEB 2025 5:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂજ્ય સંત શ્રી સેવાલાલ મહારાજજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"પૂજ્ય સંત શ્રી સેવાલાલ મહારાજજીને તેમની જન્મજયંતિ પર મારા હૃદયપૂર્વકના વંદન! તેમણે પોતાનું આખું જીવન ગરીબો અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું. પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ તેમણે સતત સામાજિક અન્યાય સામે લડત આપી. મહારાજજી હંમેશા સમાનતા, સદ્ભાવના, ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો પ્રત્યે સમર્પિત હતા. તેમના સંદેશાઓએ સમાજની દરેક પેઢીને સંવેદનશીલ અને કરુણાપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા આપી છે. તેમના સારા વિચારો હંમેશા આપણને માનવતાની સેવા માટે સમર્પિત ન્યાયી, સુમેળભર્યા સમાજનું નિર્માણ કરવામાં માર્ગદર્શન આપશે.

જય સેવાલાલ!”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2103629) મુલાકાતી સંખ્યા : 110