ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
જાન્યુઆરી 2025માં 284 કરોડથી વધુ આધાર પ્રમાણીકરણ; ડિજિટલ અર્થતંત્રના વિકાસનો વાર્ષિક ધોરણે 32% ઉછાળો, જેમાં આધાર દૈનિક જીવનમાં અભિન્ન ભૂમિકા ભજવે છે.
આધારનું AI-સંચાલિત ફેસ ઓથેન્ટિકેશન લોકપ્રિય બન્યું છે, જેમાં જાન્યુઆરીમાં નાણાં, આરોગ્ય, ટેલિકોમ્યુનિકેશન વગેરે ક્ષેત્રોમાં 12 કરોડ વ્યવહારો નોંધાયા છે.
નાગરિક કેન્દ્રિત સેવાઓની ઝડપી ડિલિવરી માટે કેન્દ્ર અને રાજ્ય વિભાગો આધાર ફેસ ઓથેન્ટીકેશનને અપનાવી રહ્યા છે
ડિજિટલ સીમાઓનો વિસ્તાર: જાન્યુઆરી 2025માં આધાર ઇ-કેવાયસી વ્યવહારો 43 કરોડને પાર થયા
Posted On:
07 FEB 2025 5:08PM by PIB Ahmedabad
જાન્યુઆરી 2025માં, આધાર ધારકોએ 284 કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જે ભારતમાં ડિજિટલ અર્થતંત્રના સતત વિસ્તરણને પ્રકાશિત કરે છે. આ નોંધપાત્ર સંખ્યા દેશમાં ડિજિટલ અર્થતંત્રની વૃદ્ધિ દર્શાવે છે.
જાન્યુઆરી 2025માં ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનમાં જાન્યુઆરી 2024 ની તુલનામાં 32 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે આવા 214.8 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.
આધારનો વધતો જતો સ્વીકાર અને ઉપયોગિતા
દરરોજ સરેરાશ નવ કરોડથી વધુ પ્રમાણીકરણ થઈ રહ્યું છે. જે લોકોના રોજિંદા જીવનમાં આધારનો વધતો સ્વીકાર અને ઉપયોગિતા દર્શાવે છે. લગભગ 550 કંપનીઓ આધાર પ્રમાણીકરણ સેવાનો ઉપયોગ કરી રહી છે.
આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનને પણ સારું ટ્રેક્શન મળી રહ્યું છે. જાન્યુઆરીમાં લગભગ 12 કરોડ આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2021 માં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનનો આંકડો 102 કરોડને વટાવી ગયો છે. માત્ર છેલ્લા 12 મહિનામાં જ કુલ ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શનમાંથી લગભગ 78 કરોડ નોંધાયા છે.
યુઆઈડીએઆઈ દ્વારા ઘરઆંગણે વિકસાવવામાં આવેલા એઆઈ/એમએલ આધારિત ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશનનો ફાયનાન્સ, વીમા, ફિનટેક, આરોગ્ય અને દૂરસંચાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો બંનેમાં કેટલાક સરકારી વિભાગો લક્ષિત લાભાર્થીઓને સરળતાથી લાભ પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
આધાર ઇ-કેવાયસી સર્વિસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
આધાર ઇ-કેવાયસી સેવા પારદર્શક અને સુધરેલા ગ્રાહકોનો અનુભવ પ્રદાન કરીને અને વેપાર-વાણિજ્ય કરવામાં સરળતામાં મદદ કરીને બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સેવાઓ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ વર્ષે જાન્યુઆરી દરમિયાન 43 કરોડથી વધુ ઇકેવાયસી વ્યવહારો કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી, 2025ના અંત સુધીમાં, આધાર ઇ-કેવાયસી વ્યવહારોની કુલ સંખ્યા 2268 કરોડને વટાવી ગઈ છે.
AP/IJ/GP/JD
(Release ID: 2100710)
Visitor Counter : 62