સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટેલિકોમ સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવા માટેનાં પગલાં
Posted On:
06 FEB 2025 3:12PM by PIB Ahmedabad
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીઓ માટે નાગરિકોની સુરક્ષા અને ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે નીચે મુજબના પગલાં લીધા છે:
- નકલી/બનાવટી દસ્તાવેજો પર મેળવવામાં આવેલા શંકાસ્પદ મોબાઇલ કનેક્શનને શોધી કાઢવા માટે એક સિસ્ટમ વિકસાવી અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી)ને ફરીથી લાગુ કરવા સૂચના આપી.
- મોબાઇલ ગ્રાહકોને સશક્ત બનાવવા, તેમની સુરક્ષાને મજબૂત કરવા અને જાગૃતિ વધારવા માટે નાગરિક કેન્દ્રિત પહેલ સંચાર સાથીની શરૂઆત કરી. તે વેબ પોર્ટલ (https://sancharsaathi.gov.in) અને મોબાઇલ એપ સ્વરૂપે ઉપલબ્ધ છે. સંચાર સાથી, અન્ય બાબતોની સાથે-સાથે નાગરિકોને નીચેની બાબતોની સુવિધા આપે છે:
- શંકાસ્પદ છેતરપિંડી અને અનિચ્છનીય વ્યાપારી સંદેશાવ્યવહારની જાણ
- તેમના નામે જારી કરાયેલા મોબાઇલ કનેક્શન્સને જાણ તેમજ એવા મોબાઇલ કનેક્શન્સની જાણ કરે છે જે કાં તો જરૂરી નથી અથવા તેમના દ્વારા લેવામાં આવ્યા નથી.
- બ્લોકિંગ અને ટ્રેસિંગ માટે ચોરાયેલા/ખોવાયેલા મોબાઇલ હેન્ડસેટની જાણ
- મોબાઇલ હેન્ડસેટની અસલિયત જાણી શકાય
- સાયબર અપરાધ અને નાણાકીય છેતરપિંડીને અટકાવવા માટે હિતધારકો સાથે ટેલિકોમ સંસાધનોના દુરુપયોગ સાથે સંબંધિત માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (ડીઆઇપી)ની શરૂઆત કરી હતી. અત્યારે બેંકો અને નાણાકીય સંસ્થાઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ), રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ, સુરક્ષા એજન્સીઓ, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ4સી), ટીએસપી વગેરે સહિત 540 સંસ્થાઓ આ પ્લેટફોર્મ પર આવી છે.
- ડીઓટી અને ટીએસપીએ એક સિસ્ટમ તૈયાર કરી છે. જે આવતા આંતરરાષ્ટ્રીય સ્પૂફ્ડ કોલ્સને ઓળખી શકે છે અને તેને અવરોધિત કરે છે. જે ભારતીય મોબાઇલ નંબરો પ્રદર્શિત કરે છે. જે ભારતની અંદરથી ઉદ્ભવતા હોવાનું જણાય છે. બનાવટી ડિજિટલ ધરપકડ, ફેડએક્સ કૌભાંડો, કુરિયરમાં ડ્રગ્સ/નાર્કોટિક્સનો મેસેજ, સરકાર અને પોલીસ અધિકારીઓ તરીકે સ્વાંગ રચવો, ડીઓટી/ટ્રાઇના અધિકારીઓ દ્વારા મોબાઇલ નંબર બંધ કરવા વગેરે જેવા તાજેતરના કિસ્સાઓમાં સાયબર-ક્રિમિનલ્સ દ્વારા આ પ્રકારના આંતરરાષ્ટ્રીય બનાવટી કોલ કરવામાં આવ્યા છે.
વધુમાં, ગૃહ મંત્રાલયે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in) પણ શરૂ કર્યું છે, જેથી લોકો તમામ પ્રકારના સાયબર ગુનાઓની જાણ કરી શકે.
ડીઓટીએ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે ટેલિકોમ સાયબર સિક્યુરિટી રૂલ્સ અને ક્રિટિકલ ટેલિકમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂલ્સને અનુક્રમે 21.11.2024 અને 22.11.2024ના રોજ ટેલિકમ્યુનિકેશન્સ એક્ટ, 2023ની કલમ 22 હેઠળ સૂચિત કર્યા છે. ડીઓટીએ ભારતીય ટેલિકોમ નેટવર્ક પર સંભવિત સાયબર જોખમોને શોધી કાઢવા અને હિતધારકોને જરૂરી કાર્યવાહી માટે ચેતવણીઓ પૂરી પાડવા માટે ટેલિકોમ સિક્યુરિટી ઓપરેશન સેન્ટર (ટીએસઓસી)ની સ્થાપના કરી છે. ડીઓટી નાગરિકો સાથે સંકળાયેલું છે અને તેમને સોશિયલ મીડિયા અને નિયમિત પ્રેસ રિલીઝ દ્વારા ટેલિકોમ સંબંધિત છેતરપિંડીઓ અને કૌભાંડોથી વાકેફ કરી રહ્યું છે.
આ માહિતી સંચાર રાજ્યમંત્રી ડૉ.પેમ્માસાની ચંદ્ર શેખરે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
AP/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2100257)
Visitor Counter : 77