@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

WAVES 2025 લાઇવ બ્રોડકાસ્ટિંગમાં ખોટી માહિતીનો સામનો કરવા માટે AI-સંચાલિત ઉકેલો રજૂ કરશે


ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે ટ્રુથટેલ હેકાથોનને 5,600થી વધુ વૈશ્વિક નોંધણીઓ મળી છે, જેમાં 36% મહિલાઓની ભાગીદારી છે

માર્ગદર્શન, ભંડોળ અને ₹10 લાખના ઇનામો: દર્શકોને ગેરમાર્ગે દોરતી સામગ્રીથી બચાવવા, નૈતિક પત્રકારત્વને પ્રોત્સાહન આપવાનો પડકાર સ્વીકારો

નોંધણી ટૂંક સમયમાં બંધ થઈ રહી છે! 21 ફેબ્રુઆરી 2025 પહેલાં ટ્રુથટેલ હેકાથોનમાં જોડાઓ

 Posted On: 04 FEB 2025 12:15PM |   Location: PIB Ahmedabad

સૂચના અને પ્રસારણ મંત્રાલયે  ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)ના સહયોગથી ટ્રુથટેલ હેકેથોન ચેલેન્જની જાહેરાત કરી છે. હેકાથોન એ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025ના ઉદ્ઘાટનની ક્રિએટ ઈન ઈન્ડિયા ચેલેન્જ (CIC)ની સિઝન 1નો ભાગ છે. આ પડકાર એક અગ્રણી પહેલ છે, જેનો ઉદ્દેશ લાઇવ બ્રોડકાસ્ટિંગમાં ખોટી માહિતીનો સામનો કરવા માટે AI-સંચાલિત સોલ્યુશન્સ વિકસાવવાનો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/127GU.jpg

હેકિંગ ધ હોક્સ

આજના ઝડપી ગતિશીલ મીડિયા વાતાવરણમાં, ખોટી માહિતી ઝડપથી ફેલાય છે, ખાસ કરીને લાઇવ બ્રોડકાસ્ટ દરમિયાન. બ્રોડકાસ્ટર્સ, પત્રકારો અને દર્શકો માટે વાસ્તવિક સમયમાં ખોટી માહિતી શોધવાનો પડકાર મહત્વપૂર્ણ છે.

10 લાખના ઇનામી પૂલ સાથે હેકાથોન ડેવલપર્સ, ડેટા સાયન્ટિસ્ટ્સ અને મીડિયા પ્રોફેશનલ્સને રિયલ-ટાઇમ ખોટી માહિતી ડિટેક્શન અને ફેક્ટ વેરિફિકેશન માટે એઆઇ-સંચાલિત ટૂલ્સ બનાવવાનું કહે છે. વિજેતા ટીમોને રોકડ ઇનામો, માર્ગદર્શનની તકો અને અગ્રણી ટેક પ્રોફેશનલ્સ તરફથી ઇન્ક્યુબેશન સપોર્ટ મળશે.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2ANH4.jpg

અત્યાર સુધી હેકાથોનમાં લોકોએ ભારે રૂચિ દાખવી છે, જેમાં વૈશ્વિક સ્તરે 5,600થી વધુ નોંધણીઓ છે, જેમાં 36% મહિલાઓની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે.

મુખ્ય ઉદ્દેશ્યો:

  • લાઇવ બ્રોડકાસ્ટમાં માહિતીની રીઅલ-ટાઇમ શોધ અને ચકાસણી માટે એઆઇ-સંચાલિત ટૂલ્સ વિકસાવો.
  • મીડિયા લેન્ડસ્કેપમાં વિશ્વાસ અને પારદર્શિતા વધારવી.
  • સમાચાર અહેવાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નૈતિક ઉપયોગને પ્રોત્સાહન આપવું.

હેકાથોન તબક્કાઓ અને મુખ્ય તારીખો:

  • પ્રોટોટાઇપ સબમિશનની અંતિમ તારીખ: 21 ફેબ્રુઆરી 2025
  • અંતિમ પ્રસ્તુતિઓઃ માર્ચ, 2025ના અંતમાં
  • વિનર્સ શોકેસ: વેવ્સ સમિટ 2025

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/3Z6MQ.jpg

સહભાગિતાની વિગતો અને નોંધણી માટે, મુલાકાત લો: https://icea.org.in/truthtell/

સહાયક ભાગીદારો

હેકેથોનને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY), ઇન્ડિયાએઆઈ મિશન અને ડેટાલીએડીએસ સહિત મુખ્ય ભાગીદારો દ્વારા સમર્થન આપવામાં આવે છે. મીડિયા ટેકનોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને પ્રસારણના ધોરણોને જાળવવા માટે ICEAના સમર્પણને રેખાંકિત કરે છે.

ICEA વિશે

ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશન (ICEA) એ ભારતમાં મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ ઔદ્યોગિક સંસ્થા છે, જે નવીનતા, નીતિગત હિમાયત અને ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા વૈશ્વિક જોડાણને આગળ ધપાવે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


Release ID: (Release ID: 2099498)   |   Visitor Counter: 107