લોકસભા સચિવાલય
લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી
Posted On:
28 JAN 2025 1:35PM by PIB Ahmedabad
લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં 'પંજાબ કેસરી' શ્રી લાલા લજપત રાયજીની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સાંસદો, લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવોએ પણ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે, લોકસભા સચિવાલય દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત લાલા લજપત રાયના જીવનચરિત્ર પરની પુસ્તિકા ઉપસ્થિત મહાનુભાવોને અર્પણ કરવામાં આવી હતી.
તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ 17 નવેમ્બર, 1956ના રોજ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં લાલા લજપત રાયના ચિત્રનું અનાવરણ કર્યું હતું.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2097030)
Visitor Counter : 33