રસાયણ અને ખાતર મંત્રાલય
azadi ka amrit mahotsav

મહાકુંભ 2025: પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો યાત્રાળુઓ માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા અને જાગૃતિ સુનિશ્ચિત કરી રહ્યા છે

Posted On: 25 JAN 2025 7:19PM by PIB Ahmedabad

ભારત સરકારના પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) હેઠળ, મહાકુંભ નગરમાં પાંચ જનઔષધિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે જેમાંથી એક કલાગ્રામમાં સ્થિત છે. આ કેન્દ્રો મહા કુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન કાર્યરત રહેશે. આ કેન્દ્રોનો ઉદ્દેશ્ય યાત્રાળુઓને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા અને જાગૃતિ સુનિશ્ચિત કરવાનો છે.

ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI) ના CEO શ્રી રવિ દધીચે આજે પ્રયાગરાજમાં જન ઔષધિ સ્ટોલ અને અન્ય જન ઔષધિ કેન્દ્રોનો નિરિક્ષણ કર્યું. તેમણે કહ્યું કે લોકો જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદીને 50થી 90 ટકા બચાવે છે. આ દરમિયાન, તેમણે મુલાકાતીઓ અને કેન્દ્ર સંચાલકો સાથે PMBJP ની ઉપયોગિતા અને ફાયદાઓ વિશે ચર્ચા કરી.

સીઈઓએ માહિતી આપી હતી કે ઉત્તર પ્રદેશમાં 2,633 જન ઔષધિ કેન્દ્રો છે જેમાંથી 62 કેન્દ્રો પ્રયાગરાજમાં કાર્યરત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત થઈને જન ઔષધિ યોજના હેઠળ દેશભરમાં 15,000 થી વધુ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જેમાં 25,000 કેન્દ્રો ખોલવાનો લક્ષ્યાંક છે. આ વર્ષે આ કેન્દ્રો દ્વારા દવાઓના વેચાણનો લક્ષ્યાંક રૂ. 2,000 કરોડનો છે, જેમાંથી રૂ. 1,500 કરોડથી વધુનું વેચાણ થઈ ચૂક્યું છે. તેમણે મહાકુંભ ભક્તોને પિન-કોડ આધારિત સિસ્ટમ દ્વારા નજીકના જન ઔષધિ કેન્દ્ર શોધવાની પ્રક્રિયા સમજાવી અને તેમને સસ્તી દવાઓની ઉપલબ્ધતા વિશે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન, શ્રી દધીચે મીડિયા પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા અને જન ઔષધિ યોજનાને સમર્થન આપવા બદલ મીડિયાનો આભાર માન્યો.

AP/IJ/GP/JD


(Release ID: 2096960) Visitor Counter : 8