કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાતના હાલોલ ખાતે કુદરતી ખેતી પર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન


કુદરતી ખેતી જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને ઉત્પાદન ખર્ચ ઘટાડે છેઃ ગુજરાતનાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) 18.75 લાખ ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે તાલીમ આપવાનું લક્ષ્ય રાખે છે અને જે બદલામાં એક કરોડ ખેડૂતો સુધી પહોંચશે

Posted On: 23 JAN 2025 3:12PM by PIB Ahmedabad

ગુજરાતનાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી ખેતીની પદ્ધતિઓ કુદરતી ઇકોસિસ્ટમ અને માનવીય જરૂરિયાતોનાં પરસ્પરાવલંબનને ઓળખે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલમાં આજે કુદરતી ખેતી પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, કુદરતી ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે, કુદરતી ઇકોસિસ્ટમ્સ પુનઃસ્થાપિત થાય છે અને બાહ્ય બજાર પર ખેડૂતોની નિર્ભરતા ઘટે છે, ઇનપુટ ખર્ચમાં ઘટાડો થાય છે, આબોહવાની સ્થિતિસ્થાપકતા વધારે છે અને સૌથી વધુ આપણી ભાવિ પેઢીઓ માટે સલામત અને તંદુરસ્ત ખોરાક અને વાતાવરણ પ્રદાન કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015Z78.jpg

વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ ડો.દેવેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025માં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલું નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (એનએમએફ) દેશભરના ખેડૂતો અને સમુદાયોથી પ્રેરિત છે, જેઓ દાયકાઓથી કુદરતી ખેતીની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આમ કરીને નેતૃત્વ કરવાના ઉદ્દેશ સાથે, એન.એમ.એન.એફ. યોજનાનો ઉદ્દેશ ખેડૂતોના ખેતરો પર પ્રેક્ટિસ દ્વારા કૃષિ પદ્ધતિઓને વૈજ્ઞાનિક રીતે મજબૂત બનાવવાનો છે. આમ, એન.એમ.એન.એફ. યોજનાના અમલીકરણમાં તમામ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને સંસ્થાઓને સક્રિયપણે સામેલ કરવામાં આવી છે, જેમને કુદરતી ખેતીની ક્ષમતા નિર્માણ, તાલીમ અને દેશભરમાં કુદરતી ખેતીના વિસ્તરણ માટે કુદરતી ખેતીનો અનુભવ છે, એમ સચિવે જણાવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IKDZ.jpg

રાષ્ટ્રીય કાર્યશાળામાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, ઝારખંડ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ વગેરેનાં સાત સેન્ટર્સ ઑફ નેચરલ ફાર્મિંગ (સીઓએનએફ)નાં 90 રિસોર્સ પર્સન્સ ઉપસ્થિત રહ્યાં હતાં. યજમાન યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, આ મિશન માટે ઓળખાયેલી સીઓએનએફમાંની એક છે. આ વર્કશોપમાં ગુજરાતના 10 સ્થાનિક ખેડૂતો અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના ૫૨ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ પણ ભાગ લીધો હતો.

આ પ્રસંગે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ (કૃષિ) ડો.અંજુ શર્મા, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ (એનઆરએમ/આરએફએસ/આઈએનએમ), ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, સુશ્રી રચના કુમાર, નાયબ સચિવ (આઈએનએમ/એનએફ), ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ઉપસ્થિત રહ્યા હતા.

આ બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (એનએમએએનએફ)માં હાથ ધરવામાં આવનારી આગામી તાલીમ પ્રવૃત્તિઓમાંની પ્રથમ છે. સંસાધન વ્યક્તિઓને આ ઐતિહાસિક મિશનના એમ્બેસેડર બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જે ભારતીય કૃષિ પ્રણાલીમાં ટકાઉપણા તરફના દાખલારૂપ પરિવર્તન માટેનો માર્ગ મોકળો કરે છે.

પૃષ્ઠભૂમિ:

ભારત સરકારે વર્ષ 2025માં મંજૂર થયેલું સીમાચિહ્નરૂપ મિશન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (એનએમએએનએફ) શરૂ કરીને જમીન, પાણી અને પર્યાવરણનાં સ્વાસ્થ્યને નવજીવન આપવાની, ખેડૂતોનાં જીવનમાં સમૃદ્ધિ લાવવાની તથા સલામત અને સ્વસ્થ આહાર પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરી હતી. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (એનએમએનએફ)7.5 લાખ હેક્ટર વિસ્તારમાં કુદરતી ખેતી શરૂ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે તથા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15,000 ક્લસ્ટર્સમાં 10,000 જરૂરિયાત આધારિત બાયો-ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ (બીઆરસી)ની સ્થાપના કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ મિશન 18.75 લાખ ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે તાલીમ આપશે અને જે બદલામાં એક કરોડ ખેડૂતો સુધી પહોંચશે. એન.એમ.એન.એફ. મિશનની શરૂઆત કેવીકે, કેન્દ્રીય અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને સ્થાનિક પ્રાકૃતિક ખેતી સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને ખેડૂતોના માસ્ટર ટ્રેનર્સ તથા સેન્ટર્સ ઓફ નેચરલ ફાર્મિંગ (સીઓએનએફ) ખાતેના રાજ્ય અને જિલ્લા અધિકારીઓના હાથોહાથની તાલીમના રાઉન્ડ દ્વારા થાય છે. સીઓએનએફ કૃષિ યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સ્તરની કુદરતી કૃષિ સંસ્થાઓ છે, જે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપે છે, એનએફ તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં અનુભવ, વિશ્વસનીયતા અને કુશળતા ધરાવે છે અને સંશોધનની સતત પહેલ કરે છે. સી..એન.એફ. પાસે તાલીમ પ્રવૃત્તિઓ અને એક્સપોઝર મુલાકાત માટે ખેડૂતોના ખેતરોમાં એનએફ મોડેલ પ્રદર્શન ફાર્મ્સ છે.

AP/IJ/GP/JD


(Release ID: 2095619) Visitor Counter : 24


Read this release in: English , Urdu , Hindi , Tamil