નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની નવીનીકરણીય ઊર્જા ક્રાંતિ


2024ની સિદ્ધિઓ અને 2025નો રોડમેપ

Posted On: 22 JAN 2025 11:36AM by PIB Ahmedabad

જેમ જેમ ભારત ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ તેના નવીનીકરણીય ઊર્જા (RE) ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. 2024માં દેશે સૌર અને પવન ઊર્જા સ્થાપનો, નીતિગત પ્રગતિઓ અને માળખાગત સુધારાઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેનાથી 2025માં મહત્વાકાંક્ષી લક્ષ્યો માટેનો તબક્કો સુયોજિત થયો છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા સાથે, ભારત સ્વચ્છ ઊર્જામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે. 20 જાન્યુઆરી 2025 સુધીમાં ભારતની કુલ બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતા 217.62 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે.

2024માં 24.5 ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતા અને 3.4 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતાનો રેકોર્ડબ્રેક ઉમેરો જોવા મળ્યો, જે 2023ની સરખામણીમાં સૌર ઊર્જા સ્થાપનોમાં બમણાથી વધુ વધારો અને પવન ઊર્જા સ્થાપનોમાં 21%નો વધારો દર્શાવે છે. આ વધારો સરકારી પ્રોત્સાહનો, નીતિગત સુધારાઓ અને સ્થાનિક સૌર ઊર્જા અને પવન ટર્બાઇન ઉત્પાદનમાં વધેલા રોકાણોને કારણે થયો હતો. ભારતનાં નવીનીકરણીય ઊર્જા વિકાસમાં સૌર ઊર્જાનો મુખ્ય ફાળો રહ્યો, જે કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતાનાં 47% હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે 18.5 ગીગાવોટ યુટિલિટી-સ્કેલ સૌર ઊર્જા ક્ષમતાનું સ્થાપન થયું, જે 2023ની સરખામણીમાં લગભગ 2.8 ગણો વધારો દર્શાવે છે. રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુ ટોચનાં પ્રદર્શન કરનારા રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. જે ભારતનાં કુલ યુટિલિટી-સ્કેલ સૌર ઊર્જા સ્થાપનોમાં 71% ફાળો આપે છે.

2024માં રૂફટોપ સોલાર સેક્ટરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી, જેમાં 4.59 ગીગાવોટ નવી ક્ષમતા સ્થાપિત થઈ, જે 2023ની સરખામણીમાં 53%નો વધારો દર્શાવે છે. 2024માં શરૂ કરાયેલ પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજનાએ આ વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, દસ મહિનામાં 7 લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને સુવિધા આપી. વધુમાં, ઓફ-ગ્રીડ સોલાર સેગમેન્ટમાં 182%નો વધારો નોંધાયો, 2024માં 1.48 ગીગાવોટનો ઉમેરો થયો, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં ભારતના ઊર્જા ઍક્સેસ લક્ષ્યોને આગળ વધારવામાં મદદ મળી.

ભારતે 2024માં 3.4 ગીગાવોટ નવી પવન ક્ષમતા ઉમેરી, જેમાં ગુજરાત (1250 મેગાવોટ), કર્ણાટક (1135 મેગાવોટ) અને તમિલનાડુ (980 મેગાવોટ) અગ્રણી હતા. આ રાજ્યોએ નવી પવન ક્ષમતા ઉમેરાઓમાં 98% હિસ્સો આપ્યો, જે પવન ઊર્જા ઉત્પાદનમાં તેમના સતત પ્રભુત્વને દર્શાવે છે.

નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) એ નીતિગત હસ્તક્ષેપો અને નાણાકીય સહાય દ્વારા RE વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

મુખ્ય હાઇલાઇટ્સમાં સામેલ છે:

ગ્રીન હાઇડ્રોજન પુશ: સરકારે આ ઉભરતા ક્ષેત્રમાં ખર્ચ ઘટાડવા અને રોકાણ આકર્ષવા માટે ગ્રીન હાઇડ્રોજન નીતિઓના વિકાસને સક્રિયપણે આગળ ધપાવ્યો.

ઉત્પાદન વિસ્તરણ: સ્થાનિક સૌર પીવી અને પવન ટર્બાઇન ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો, જે ભારતની વૈશ્વિક RE ઉત્પાદન હબ બનવાની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે.

ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ: MNRE એ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા નવીનીકરણીય-સમૃદ્ધ રાજ્યોમાંથી વીજળી બહાર કાઢવા માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ્સમાં નોંધપાત્ર રોકાણોનો પ્રસ્તાવ મૂક્યો.

ભારતનું નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર પરિવર્તનશીલ સફર પર છે, જેમાં 2024 રેકોર્ડ ક્ષમતા વધારા અને નીતિગત પ્રગતિનું વર્ષ છે. જેમ જેમ દેશ 2025માં આગળ વધી રહ્યો છે, નિયમનકારી, નાણાકીય અને માળખાકીય પડકારોનો સામનો કરવો મહત્વપૂર્ણ રહેશે. સતત નીતિ સમર્થન, વધેલા રોકાણ અને ઉભરતી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત તેના મહત્વાકાંક્ષી નવીનીકરણીય ઊર્જા લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં વૈશ્વિક નેતા તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવવા માટે સારી સ્થિતિમાં છે.

સંદર્ભો:

નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય

https://npp.gov.in/dashBoard/gc-map-dashboard

પીડીએફમાં જોવા માટે અહીં ક્લિક કરો:

AP/IJ/GP/JD


(Release ID: 2095135) Visitor Counter : 19