સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ મહાકુંભ 2025માં રાષ્ટ્રીય સ્તરનાં ખાદી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું


કુલ 152 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા, જેમાં 98 સ્ટોલ ખાદી ઉત્પાદનો અને 54 ગ્રામોદ્યોગ ઉત્પાદનો પ્રદર્શિત કરશે

Posted On: 18 JAN 2025 7:52PM by PIB Ahmedabad

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)નાં અધ્યક્ષ શ્રી મનોજ કુમારે શુક્રવારે પ્રયાગરાજનાં કુંભ નગરીમાં મહાત્મા ગાંધી માર્ગના સેક્ટર-1માં મહાકુંભમાં રાષ્ટ્રીય સ્તરના ખાદી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય (પ્રયાગરાજ ઉત્તર), શ્રી હર્ષવર્ધન વાજપેયી અને મેયર શ્રી ગણેશ કેસરવાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં યોજાશે, જેમાં કુલ 152 સ્ટોલ્સ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં 98 સ્ટોલ ખાદીના ઉત્પાદનો અને 54 સ્ટોલ ગ્રામોદ્યોગના ઉત્પાદનો સાથે પ્રદર્શિત કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00150ED.jpg

ઉદઘાટન દરમિયાન કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે એકત્રિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મહાકુંભ એ માત્ર આસ્થાનો તહેવાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આત્મનિર્ભરતાનું પણ પ્રતીક છે. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીનું પ્રતીક બનેલી ખાદી હવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'ચરખા ક્રાંતિ' દ્વારા આત્મનિર્ભર ભારતની ઓળખ બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના 'ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન, ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન'ના આહવાન હેઠળ ખાદી અને ગ્રામોદ્યોગ નવી ઊંચાઇએ પહોંચી રહ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IYQ0.jpg

આ પ્રદર્શનમાં ભારતનાં 20થી વધારે રાજ્યોનાં ઉત્પાદનો સામેલ છે, જેમાં કાશ્મીરથી લઈને તમિલનાડુ અને મહારાષ્ટ્રથી લઈને નાગાલેન્ડ સુધીની વસ્તુઓ સામેલ છે. અધ્યક્ષશ્રીએ યાત્રાળુઓ અને મુલાકાતીઓને ખાદી પ્રદર્શનની મુલાકાત લેવા અને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા વિનંતી કરી હતી, જેથી 'વોકલ ફોર લોકલ' પહેલને પ્રોત્સાહન મળે.

શ્રી મનોજ કુમારે ખાદી અને ગ્રામોદ્યોગમાં છેલ્લાં 10 વર્ષમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.

  • ઉત્પાદનમાં વૃદ્ધિ: ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન 26,000 કરોડ રૂપિયાથી વધીને 1 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • વેચાણમાં ઉછાળો: ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોનું વેચાણ રૂ. 31,000 કરોડથી વધીને રૂ. 1.55 લાખ કરોડ થયું છે.
  • રોજગારીનું સર્જન : રોજગારીની તકોમાં 43.65 ટકાનો વધારો થયો છે, જેનો લાભ 1.87 કરોડ લોકોને મળ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં 10.17 લાખ નવી નોકરીઓનું સર્જન થયું હતું.
  • કારીગરોની આવકમાં વધારો: ખાદીના કારીગરોની કમાણીમાં 213 ટકાનો વધારો થયો છે, જે 'લચ્છા' (દોરાનું બંડલ) દીઠ રૂ. 4 થી વધીને રૂ. 12.50 થઈ ગયું છે.

અધ્યક્ષે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં 450 થી વધુ ખાદી સંસ્થાઓ દ્વારા 1.4 લાખથી વધુ કારીગરો રોજગાર મેળવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યમાં એમએમડીએમાં રૂ. 15 કરોડથી વધારે અને આઇએસઇસીમાં રૂ. 4 કરોડથી વધારેનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ નોંધ્યું હતું કે, ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત ગયા વર્ષે 1,550 લાભાર્થીઓને સાધનો અને ઉપકરણો મળ્યાં હતાં, જેમાં ચાલુ વર્ષે 1,850 લાભાર્થીઓનો લક્ષ્યાંક હતો. પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ ઉત્તર પ્રદેશમાં ડિસેમ્બર સુધીમાં 137 કરોડ રૂપિયાની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પગલે 38,588 નવી રોજગારીનું સર્જન થયું હતું.

શ્રી મનોજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, 'ખાદી ક્રાંતિ'એ ભારતનાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથનાં નેતૃત્વમાં કુંભનાં ભવ્ય આયોજન અને પ્રયાગરાજને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે તમામ શ્રદ્ધાળુઓને ખાદીના ઉત્પાદનોને અપનાવીને આત્મનિર્ભર ભારતની યાત્રામાં યોગદાન આપવા વિનંતી કરી હતી અને આ પ્રદર્શનને ભારતીય સ્વાવલંબન અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું.

આ ઉદઘાટનમાં ખાદી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, પીએમઇજીપી લાભાર્થીઓ, ખાદી કાર્યકર્તાઓ તથા ઉત્તરપ્રદેશ સરકાર અને કેવીઆઇસીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

AP/IJ/GP/JD


(Release ID: 2094183) Visitor Counter : 43


Read this release in: Odia , English , Urdu , Marathi , Hindi