ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં માણસામાં અંદાજે રૂ. 241 કરોડની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
મુખ્યમંત્રી તરીકે, શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છથી સૌરાષ્ટ્ર સુધી સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભજળનું સ્તર વધારવાનું કામ કર્યું હતું
મોદીજીએ નર્મદા યોજનામાં વિલંબ કરનારા તમામ અવરોધો દૂર કર્યા અને દરેક ઘરમાં નર્મદાનું પાણી સુનિશ્ચિત કર્યું
પહેલાં, ઉત્તર ગુજરાતના સમગ્ર પ્રદેશમાં ફ્લોરાઇડ-દૂષિત પાણીનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવતી હતી, પરંતુ મોદીજીના સમર્પિત પ્રયાસોને કારણે, લોકો હવે સ્વચ્છ, ફ્લોરાઇડ-મુક્ત પીવાના પાણીની સુવિધાનો આનંદ માણી રહ્યા છે
ચેક ડેમ અને બેરેજનું નિર્માણ ઘણા ખેડૂતોના જીવનમાં મોટો પરિવર્તન લાવી રહ્યું છે
સાબરમતી નદીનાં માર્ગ પર 14 ડેમ બનાવીને તેમાં સતત પ્રવાહ જાળવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે
Posted On:
15 JAN 2025 6:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના માણસામાં અંદાજે રૂ.241 કરોડના મૂલ્યની અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં શ્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન રાજ્યની પાણીની તંગીનાં પડકારોનું સમાધાન કરવા માટે થયેલા પરિવર્તનશીલ પ્રયાસો વિશે વાત કરી હતી. શ્રી શાહે નોંધ્યું હતું કે, ગુજરાતમાં ભૂગર્ભ જળ એક સમયે માત્ર 1200 ફૂટની ઊંડાઈએ ઉપલબ્ધ હતું, પરંતુ મુખ્યમંત્રી તરીકે નર્મદા યોજનાની પૂર્ણતાને પ્રાધાન્ય આપીને કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જળસ્તર ઊંચું લાવવાનું કામ કરનાર શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી તે વધુ સુલભ બન્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રી મોદીએ નર્મદા યોજનાનો સફળતાપૂર્વક અમલ કરવા તમામ અવરોધોને પાર કર્યા છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળ્યા પછી નર્મદા નદીનું પાણી રાજ્યના દરેક ઘરને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તેમણે ભરૂચથી ખાવડા સુધી નહેરના નિર્માણની ખાતરી આપી હતી. તેમણે ગુજરાતનાં 9,000થી વધારે તળાવો ભરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને સૌરાષ્ટ્રનાં દરેક ગામમાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી પહેલોની પ્રશંસા પણ કરી હતી.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં તેમનાં કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ કડાણાથી ડિસા સુધી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા સુજલામ-સુફલામ યોજના જેવી પહેલોની આગેવાની લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, શ્રી મોદીએ નર્મદા નદીનાં પાણીને આશરે 9,000 તળાવોમાં પહોંચાડવાની સુવિધા કેવી રીતે આપી હતી અને સાબરમતી નદીનાં કિનારે 14 ડેમનું નિર્માણ કર્યું હતું, જેથી આખો વર્ષ પાણીનો પ્રવાહ જળવાઈ રહે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં પ્રયાસોથી ન માત્ર ભૂગર્ભજળનું સ્તર વધ્યું છે, પણ ઉત્તર ગુજરાતનાં લોકોનાં જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, ઉત્તર ગુજરાતની જનતાને એક સમયે ફ્લોરાઇડ-દૂષિત પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી, પણ મોદીજીનાં સમર્પિત પ્રયાસોને કારણે હવે તેઓ સુરક્ષિત, ફ્લોરાઇડ-મુક્ત પીવાનું પાણી મેળવી રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે અંબોડમાં 500 વર્ષથી વધુ જૂના મહા કાલી માતાના મંદિરના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જે સ્થાનિક સમુદાય માટે ભક્તિનું આદરણીય કેન્દ્ર છે. તેમણે નોંધ્યું હતું કે પવિત્ર યાત્રાધામના પ્રયત્નો દ્વારા તાજેતરમાં જ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને હવે તેમાં નવા બનેલા સુંદર બેરેજ છે. શ્રી શાહે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને બેરેજનું વિસ્તરણ કરી વર્ષભર પાણી ભરેલું તળાવ બનાવી સ્થળને વધુ ઉન્નત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે નૌકાવિહાર અને ચાલવા માટેની સગવડો ઉમેરવાની કલ્પના કરી હતી, જે આ વિસ્તારને એક શાંત સ્થળમાં પરિવર્તિત કરશે, જ્યાં મુલાકાતીઓ આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરી શકે છે, ખાસ કરીને સાંજની આરતી દરમિયાન, એક મનોહર ધાર્મિક એકાંતનો સાર ઉત્તેજીત કરે છે.
શ્રી અમિત શાહે માણસામાં રૂ. 241 કરોડના રોકાણ સાથે માણસા સર્કિટ હાઉસ, નીલકંઠ મહાદેવ નજીક સંરક્ષણ દિવાલ, બદરપુરા ગામમાં ચેકડેમ અને ચરાડા અને દેલવાડા ગામોમાં ક્લાસ બ્લોક સહિતની અનેક વિકાસ પરિયોજનાઓના ઉદઘાટનની જાહેરાત કરી હતી. તેમણે અંબોડ ગામમાં સાબરમતી નદી પર બેરેજ સહિત 23 વધારાની પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ બંધથી સ્થાનિક ખેડૂતોને નોંધપાત્ર લાભ થશે, ત્યારે ચેકડેમ આ વિસ્તારમાં રહેતાં બાળકોનાં જીવન પર સકારાત્મક અસર કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત સરકારનાં પ્રયાસોથી અંબોડમાં આવેલા પવિત્ર મંદિરને ટૂંક સમયમાં સમગ્ર રાજ્ય માટે એક અગ્રણી યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવશે.
AP/IJ/GP/JD
(Release ID: 2093175)
Visitor Counter : 38