પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહાકુંભ ભારતના શાશ્વત આધ્યાત્મિક વારસાનું પ્રતિક અને આસ્થા તેમજ સદ્ભાવનો ઉત્સવ છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
13 JAN 2025 9:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025ના પ્રારંભ પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને પ્રેમ કરતા કરોડો લોકો માટે આ ઘણો જ ખાસ દિવસ છે. મહાકુંભ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાને મૂર્તિમંત કરે છે અને શ્રદ્ધા અને સંવાદિતાની ઉજવણી કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને પ્રેમ કરતા કરોડો લોકો માટે ઘણો જ ખાસ દિવસ!
મહાકુંભ 2025 પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે, જે અસંખ્ય લોકોને શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર સંગમમાં એક કરશે. મહાકુંભ ભારતના કાલાતીત આધ્યાત્મિક વારસાને મૂર્તિમંત કરે છે અને શ્રદ્ધા અને સંવાદિતાની ઉજવણી કરે છે."
"હું પ્રયાગરાજમાં આવતા અસંખ્ય લોકોની અવરજવરથી ઘણો જ ખુશ છું, જેઓ અહીં આવી રહ્યાં છે, પવિત્ર સ્નાન કરી રહ્યાં છે અને આશીર્વાદ લઈ રહ્યાં છે.
તમામ યાત્રાળુઓ અને પ્રવાસીઓને શાનદાર યાત્રા માટે શુભેચ્છા."
"પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે આજથી પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર મહાકુંભનો પ્રારંભ થયો છે. આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય પ્રસંગે હું બધા ભક્તોને હૃદયપૂર્વક વંદન અને શુભેચ્છા પાઠવું છું. ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ વિશાળ ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મને આશા છે કે આ તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2092389)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam