ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 07 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સીબીઆઇ દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનો શુભારંભ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે દેશની કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત કરવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલો હાથ ધરી છે

ભારતપોલ પોર્ટલ દ્વારા દેશની કાયદા અમલીકરણ એજન્સીઓ વાસ્તવિક સમયની માહિતીનો ઉપયોગ કરવામાં સક્ષમ હશે

આ પોર્ટલ ઈન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓને સુવ્યવસ્થિત કરશે, જેમાં રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસ જારી કરવાનો સમાવેશ થાય છે

BHARATPOL પોર્ટલ ક્ષેત્ર-સ્તરના પોલીસ અધિકારીઓ માટે એક પરિવર્તનકારી સાધન બનશે, જે ગુનાઓ અને સુરક્ષા પડકારોનો સામનો કરવામાં તેમની કાર્યક્ષમતા વધારશે

આંતરરાષ્ટ્રીય સહાયની સરળ અને ઝડપી ઍક્સેસ પ્રદાન કરીને, ભારતપોલ આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવાના ભારતના પ્રયાસોને મજબૂત બનાવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ એવોર્ડ વિજેતા સીબીઆઈ અધિકારીઓને પોલીસ મેડલ પણ અર્પણ કરશે

Posted On: 06 JAN 2025 6:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 07 જાન્યુઆરી, 2025ના રોજ દિલ્હીમાં ભારત મંડપમમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ) દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનો શુભારંભ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર સરકારે દેશની કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત બનાવવા માટે કેટલીક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ભારતપોલ પોર્ટલ ભારતીય એલઇએને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયતા ઝડપથી પ્રાપ્ત કરવા માટે રિયલ-ટાઇમ માહિતીનું આદાન-પ્રદાન કરવા સક્ષમ બનાવવાની નોંધપાત્ર સુવિધા પ્રદાન કરશે.

સીબીઆઇ, ભારતમાં ઇન્ટરપોલ માટે નેશનલ સેન્ટ્રલ બ્યુરો (એનસીબી-નવી દિલ્હી) તરીકે, કાયદા અમલીકરણ એજન્સીઓ સહિત દેશભરની વિવિધ એજન્સીઓ સાથે જોડાણમાં ગુનાહિત બાબતોમાં આંતરરાષ્ટ્રીય સહકારની સુવિધા આપે છે. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્તરે આ સંકલન ઇન્ટરપોલ લાયઝન ઓફિસર્સ (આઇએલઓ) મારફતે અમલમાં મૂકવામાં આવે છે, જેઓ વધુમાં તેમના સંબંધિત સંગઠનોની અંદર પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનરો અને શાખા વડાઓના સ્તરે યુનિટ ઓફિસર્સ (યુઓ) સાથે જોડાયેલા છે. હાલમાં સીબીઆઇ, આઇએલઓ અને યુઓ વચ્ચેના સંદેશાવ્યવહારનો આધાર મુખ્યત્વે પત્રો, ઇમેઇલ અને ફેક્સ પર રહેલો છે.

સાયબર-ક્રાઇમ, નાણાકીય ગુનાઓ, ઓનલાઇન કટ્ટરવાદ, સંગઠિત ગુનાઓ, માદક દ્રવ્યોની દાણચોરી, માનવ તસ્કરી વગેરે સહિત આંતરરાષ્ટ્રીય અપરાધોની વધતી જતી છાપને કારણે ગુનાહિત તપાસમાં ઝડપી અને વાસ્તવિક સમયની આંતરરાષ્ટ્રીય સહાયતાની જરૂર છે. આ પડકારને પહોંચી વળવા માટે સીબીઆઇએ ભારતપોલ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેની સત્તાવાર વેબસાઇટ મારફતે સુલભ છે, જે તમામ હિતધારકોને એક સમાન પ્લેટફોર્મ પર લાવશે.

ભારતપોલ પોર્ટલ ઇન્ટરપોલ મારફતે આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે, જેમાં રેડ નોટિસ અને અન્ય કલર કોડેડ ઇન્ટરપોલ નોટિસો ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે. ભારતપોલ પોર્ટલ ફિલ્ડ-લેવલ પોલીસ અધિકારીઓ માટે પરિવર્તનકારી સાધન બનશે, જે અપરાધો અને સુરક્ષા સંબંધિત પડકારોને પહોંચી વળવા તેમની કાર્યદક્ષતામાં વધારો કરશે. આંતરરાષ્ટ્રીય સહાય માટે સરળ અને ઝડપી સુલભતાની સાથે, તે બહુરાષ્ટ્રીય અપરાધોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોને મજબૂત બનાવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સીબીઆઇનાં 35 અધિકારીઓને પોલીસ મેડલ્સ પણ એનાયત કરશે, જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનાં પોલીસ મેડલ્સ અને ઇન્વેસ્ટિગેશનમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીનાં મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

આ કાર્યક્રમમાં વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, ડીઓપીટી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોનાં મહાનુભવો અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે.

AP/IJ/GP/JD


(Release ID: 2090754) Visitor Counter : 49