ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે પ્રકાશ પર્વ શ્રી ગુરુ ગોવિંદ સિંઘજીના અવસર પર નવી દિલ્હીમાં ગુરુદ્વારા શ્રી રકાબ ગંજ સાહિબ ખાતે સત્સંગના આશીર્વાદ લીધા


શ્રી ગુરુ ગોવિંદ સિંહજી ધાર્મિક ભક્તિ, બલિદાન અને હિંમતના પ્રતિક હતાઃ કેન્દ્રીય ગૃહ મંત્રી

ગુરુ ગોવિંદ સિંહજીનું જીવન બલિદાન, બહાદુરી અને સેવાનું અનોખું ઉદાહરણ છે

સંસ્કૃતિ, ધર્મ અને માનવતાની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપનાર ગુરુ ગોવિંદ સિંહ જી કટ્ટર આક્રમણકારોનો સામનો કરીને પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા

Posted On: 06 JAN 2025 8:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીની યાદમાં પ્રકાશ પર્વના શુભ અવસર પર નમન કરવા અને આશીર્વાદ લેવા નવી દિલ્હીમાં ગુરુદ્વારા શ્રી રકાબ ગંજ સાહિબની મુલાકાત લીધી હતી.

X પરની એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું, “ધાર્મિક ભક્તિ, બલિદાન અને હિંમતના પ્રતિક એવા શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રકાશ પર્વના અવસરે, આજે મેં નવી દિલ્હીમાં ગુરુદ્વારા શ્રી રકાબ ગંજ સાહિબમાં પ્રણામ કર્યા અને. સત્સંગના આશીર્વાદ મેળવ્યા.”

X પર અન્ય એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, સંસ્કૃતિ, ધર્મ અને માનવતાની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપનાર ગુરુ ગોવિંદ સિંહજી કટ્ટર આક્રમણકારોનો સામનો કરીને પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા. તેમણે કહ્યું કે બલિદાન, બહાદુરી અને સમર્પણનું પ્રતીક તેમનું જીવન અનંતકાળ સુધી દરેકને માર્ગદર્શન આપતું રહેશે. શ્રી શાહે કહ્યું કે અન્યાય અને અત્યાચાર સામે અડગ રહીને લડનારા શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું જીવન બલિદાન, બહાદુરી અને સેવાનું અનોખું ઉદાહરણ છે.

AP/IJ/GP/JD


(Release ID: 2090753) Visitor Counter : 32