યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ઉપલેટામાં 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'નું નેતૃત્વ કર્યું; ઓલિમ્પિયન લવલિના બોરગોહેન, કુસ્તીબાજ સંગ્રામસિંહે સમર્થનમાં સંકલ્પ લીધો
આર્મીના જવાનોએ ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ ડ્રગ્સ સામેના સામાજિક અભિયાનને ઉજાગર કરતા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી કર્તવ્ય પથ થઈને વિજય ચોક સુધી સાયકલ ચલાવી
Posted On:
05 JAN 2025 2:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના પોરબંદરમાં પોતાના મતવિસ્તાર ઉપલેટામાં 'ફિટ ઇન્ડિયા સન્ડેસ ઓન સાયકલ' પહેલનું નેતૃત્વ કર્યું હતું, જેથી સાયકલિંગ ઇવેન્ટ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો થાય. ડો.માંડવિયાની સાથે 150થી વધુ રાઈડર્સે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી ઉપલેટાની તાલુકા શાળા, ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી 5 કિલોમીટરની સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી હતી.
'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'ના ત્રીજા સપ્તાહમાં ઓલિમ્પિક મેડલ વિજેતા લવલિના બોરગોહેન અને ભૂતપૂર્વ કોમનવેલ્થ હેવીવેઇટ કુસ્તી ચેમ્પિયન સંગ્રામ સિંહે સાયકલિંગ અભિયાનને પોતાનું સમર્થન આપવાનો સંકલ્પ કર્યો. ગત મહિને ડો.માંડવિયા દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં 2500થી વધુ સ્થળોએ તેનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો.માંડવિયાએ ગુજરાતમાં જણાવ્યું કે, "સાયકલ ચલાવવી એ પ્રદૂષણનો ઉપાય છે. આ સ્વાસ્થ્ય માટેનો મંત્ર છે. દરેક વ્યક્તિએ સાયકલ ચલાવવી જોઈએ કારણ કે તે વ્યક્તિને ફીટ રાખવા માટે ફાયદાકારક છે. તમે એક જૂથ બનાવી શકો છો અને સાથે મળીને સાયકલ ચલાવી શકો છો. હું દરેકને સૂચન કરીશ કે તેઓ ફિટ ઇન્ડિયાની વેબસાઇટ અને એપ્લિકેશન પર નોંધણી કરાવે અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને અનુસરીને સન્ડે ઓન સાયકલ અભિયાનનો ભાગ બને. કૃપા કરીને દરેક લોકો ઉપલેટા સાયકલિંગ ક્લબ તરીકે નોંધણી કરાવો. જ્યારે હું ઉપલેટામાં રહીશ ત્યારે હું પણ તમારી સાથે સાયકલ ચલાવીશ.”
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોમાં તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 2019માં 'ફિટ ઇન્ડિયા' પહેલનો પ્રારંભ કર્યો હતો.
આ અઠવાડિયાની થીમ ડ્રગ્સ વિરુદ્ધ એક સામાજિક અભિયાન છે, સંગ્રામ સિંહે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય સેનાના સૈનિકો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના શિબિરાર્થીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત 500થી વધુ સાયકલ સવારોનું નેતૃત્વ કર્યું હતું, જેમાં જાયન્ટ સાયકલ ક્લબ વગેરે જેવી વિવિધ સાયકલિંગ ક્લબના સભ્યો જોડાયા હતા. સાયકલ સવારોએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી કર્તવ્ય પથ થઈને વિજય ચોક સુધી ગયા અને પરત ફર્યાં હતા.
સંગ્રામસિંહે સાયકલ ચલાવતા પહેલા કહ્યું હતું કે, "મારું હંમેશાં માનવું છું કે આરોગ્ય જ એકમાત્ર સંપત્તિ છે. આપણું શરીર એક મંદિર છે અને આપણે ડ્રગ્સનું સેવન કરીને આપણા શરીરનો દુરુપયોગ ન કરવો જોઈએ. ઉપરાંત, ફિટનેસ સુધારવા માટે સાયકલિંગ એ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંથી એક છે. જો આપણી સેનાના જવાનો તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે આપણી સરહદોની સુરક્ષામાંથી તેમનો કિંમતી સમય કાઢી શકે છે, તો આપણે બધા પણ તે કરી શકીએ છીએ. ડ્રગ્સને ના કહો અને રવિવારે સાયકલ ચલાવવાના અભિયાનમાં ભાગ લો."
ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા અને અર્જુન એવોર્ડથી સન્માનિત લવલિના બોરગોહેન દેશના વિવિધ ભાગોના અન્ય જાણીતા રમતવીરો સાથે ગુવાહાટીના SAI રિજનલ સેન્ટરથી સાયકલિંગ ચળવળમાં જોડાયા હતા.
અગાઉ, સાયકલિંગ ઇવેન્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની ભાગીદારી જોવા મળી હતી. આ અભિયાન દેશભરમાં વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓને પણ પ્રોત્સાહન આપે છે.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) અને MY ભારતના સહયોગથી 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'નું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં SAI રિજનલ સેન્ટર્સ, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ (NCOE) અને ખેલો ઈન્ડિયા સેન્ટર્સ (KIC)માં એક સાથે દેશભરમાં કાર્યક્રમો યોજાય છે.
AP/IJ/GP/JD
(Release ID: 2090319)
Visitor Counter : 49