પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 18 DEC 2024 10:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાષ્ટ્રના મુંબઈમાં બોટ દુર્ઘટનામાં થયેલ જાન હાની પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલએ કહ્યું:

મુંબઈમાં બોટ દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે: PM @narendramodi”

પ્રધાનમંત્રીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.


(Release ID: 2085890) Visitor Counter : 17