રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

રાજસ્થાનના દૌસામાં લગભગ 56 કલાક સુધી 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના બાળકના મોતના અહેવાલની રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સ્વત: સંજ્ઞાન નોંધ લીધી


એવું લાગે છે કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને રોકવા માટે અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી

રાજસ્થાનના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરીને બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ મંગાવ્યો

અહેવાલમાં એફઆઈઆરની સ્થિતિ, જવાબદાર જાહેર સત્તાવાળાઓ સામે લેવાયેલી કાર્યવાહી અને મૃતકના નજીકના સંબંધીઓ, જો કોઈ હોય તો, તેમને આપેલ વળતરનો સમાવેશ કરવાનો રહેશે

Posted On: 16 DEC 2024 3:26PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ એક મીડિયા અહેવાલ અંગે સ્વત:સંજ્ઞાન નોંધ લીધી છે. જેમાં 11 ડિસેમ્બર, 2024ના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં લગભગ 56 કલાક સુધી 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અહેવાલ મુજબ, છોકરો ખેતરમાં રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો.

પંચે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી જો સાચી હોય તો માનવાધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠે છે. એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું અધિકારીઓ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું નથી. જેથી ખુલ્લા / ત્યજી દેવાયેલા બોરવેલ અને ટ્યુબવેલમાં નાના બાળકો પડી જવાના આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવો / જીવલેણ અકસ્માતોને અટકાવી શકાય. આ દેખીતી બેદરકારી માત્ર તેમના તરફથી ફરજમાં બેદરકારી જ નહીં, પરંતુ લોકોના જીવનના અધિકારના ઉલ્લંઘન સમાન છે.

તદનુસાર, પંચે મુખ્ય સચિવ અને રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારીને બે અઠવાડિયાની અંદર આ મામલે વિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે. તેમાં આ બાબતમાં નોંધાયેલી એફઆઈઆરની સ્થિતિ, જવાબદાર જાહેર સત્તાવાળાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અને મૃતકના નજીકના સંબંધીઓ(જો કોઈ હોય તો)ને પૂરા પાડવામાં આવેલા વળતરનો સમાવેશ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

12 ડિસેમ્બર, 2024ના રોજ હાથ ધરવામાં આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર સગીરને બેભાન અવસ્થામાં દોરડા વડે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2084832) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi