ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
"ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા" પર ચર્ચા પહેલાં રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
Posted On:
16 DEC 2024 11:48AM by PIB Ahmedabad
માનનીય સભ્યો, આજે આપણે આપણા દેશના ઈતિહાસની એક નિર્ણાયક ક્ષણનો બે દિવસીય સ્મરણોત્સવ મનાવી રહ્યા છીએ. જે તા. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ છે. આ માઇલસ્ટોન આપણને માત્ર ઉજવણી કરવા માટે જ નહીં, પણ આપણી યાત્રા અંગે ઊંડાણપૂર્વક ચિંતન કરવા અને આગળના માર્ગને પ્રશસ્ત કરવા માટે રૂપરેખા આપે છે.
આ બંધારણ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયાનો પથ્થર છે, જે તેના ઘડવૈયાઓની ગાઢ જ્ઞાન અને આપણી લોકશાહી ભાવનાની સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે.
આગામી બે દિવસમાં આ ગૃહમાં આપણી ચર્ચાઓમાં આ પ્રસંગની ગંભીરતા દેખાવવી જોઈએ. આશા છે કે આપણી ચર્ચા આપણી સંસદીય સંસ્થાઓ વચ્ચેના બંધનને મજબૂત કરશે. જે 1.4 અબજ લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરતા તેમની સેવ કરવા ઈચ્છે છે.
જ્યારે આપણે 2047 તરફ જોઈ રહ્યા છીએ, જ્યારે ભારત તેની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે છે, ત્યારે આવો આપણી ચર્ચાઓનાં માધ્યમથી આપણે વિકસિત ભારતના આપણા વિઝનની દિશા પર કામ કરીએ.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2084733)
Visitor Counter : 42