ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે જગદલપુરમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આસામના શસ્ત્રો છોડી મુખ્ય પ્રવાહમાં જોડાયેલા લોકોને મળ્યા હતા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 15 હજારથી વધુ ઘરોના નિર્માણને મંજૂરી આપી
નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં દરેક પરિવારને એક ગાય કે ભેંસ આપીને એક ડેરી સહકારી મંડળી શરૂ કરવામાં આવી રહી છે
હિંસામાં સામેલ લોકોને મારવા એ રસ્તો નથી, પરંતુ જેમણે હથિયાર ઉઠાવ્યા છે તેમને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા પડશે
જ્યારે બસ્તરની એક છોકરી ઓલિમ્પિકમાં મેડલ જીતશે તો આખી દુનિયાને સંદેશ હશે કે આગળનો રસ્તો હિંસા નહીં માત્ર વિકાસ છે
છત્તીસગઢ સરકારે સર્વશ્રેષ્ઠ શરણાગતિ નીતિ બનાવી છે અને સમગ્ર દેશમાં તેને અનુસરીને શસ્ત્ર છોડનારા યુવાનોનું સમાજમાં પુનર્વસન કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ હિંસામાં સામેલ યુવાનોને હથિયાર છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી છે
પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓની પ્રથમ પ્રાથમિકતા છે બસ્તર
જે લોકોએ હથિયાર છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં આવ્યા છે તેઓએ પીએમ મોદી પર વિશ્વાસ કર્યો છે, તેમનો ભરોસો તૂટશે નહીં અને આવા લોકોને જોઈને ઘણા યુવાનો હથિયાર છોડીને વિકાસની યાત્રામાં જોડાશે
Posted On:
15 DEC 2024 8:36PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે છત્તીસગઢનાં જગદલપુરમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને અસમનાં લોકો સાથે મુલાકાત કરી હતી, જેમણે પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકીને સમાજની મુખ્ય ધારામાં સામેલ થયાં છે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક પછી પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં યુવાનો શસ્ત્રો ઉપાડીને, હિંસામાં સામેલ થઈને અને પોતાનાં વિસ્તારોને વિકાસથી વંચિત રાખીને પોતાનાં જીવન બરબાદ કરી રહ્યાં છે. તેમણે સમજાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકીને સમાજમાં પુનઃસંકલન સ્થાપિત કરવા ઇચ્છુક લોકોને તક પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2019થી વર્ષ 2024 સુધી પૂર્વોત્તરમાં જ 9,000થી વધારે વ્યક્તિઓએ તેમનાં શસ્ત્રો સરેન્ડર કરી દીધાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નક્સલવાદપ્રભાવિત વિસ્તારોમાં ઘણાં યુવાનો આ જ રીતે મુખ્ય પ્રવાહમાં સામેલ થયાં છે અને હવે ભારત સરકાર આ વ્યક્તિઓ અને નક્સલવાદની અસરથી પીડાતા લોકોનાં કલ્યાણ માટે વિસ્તૃત યોજના ઘડી રહી છે. ગૃહ મંત્રીએ વધુમાં ખુલાસો કર્યો કે પ્રધાનમંત્રી મોદીએ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 15 હજાર ઘરોના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સરકાર આ વિસ્તારોમાં દરેક પરિવારને એક ગાય કે ભેંસ પૂરી પાડીને ડેરી સહકારી મંડળીઓ સ્થાપવાનો કાર્યક્રમ શરૂ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ગત વર્ષે છત્તીસગઢમાં સરકાર બન્યા બાદ રાજ્યને નક્સલવાદથી મુક્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિંસા એ કોઈ સમાધાન નથી અને જેમણે શસ્ત્રો હાથમાં લીધા છે, તેમને સમાજમાં પુનઃસંકલિત કરવા જોઈએ. તેમણે છત્તીસગઢ સરકારની શરણાગતિ નીતિને શ્રેષ્ઠતમમાંની એક ગણાવી હતી અને આ મોડલને દેશભરમાં પુનરાવર્તિત કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, જેનો ઉદ્દેશ એ યુવાનોનું પુનર્વસન કરવાનો છે, જેમણે પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં છે અને તેમને સમાજનાં મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડાવામાં મદદ રૂપ થવાનો છે.
શ્રી અમિત શાહે હિંસામાં સામેલ યુવાનોને પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકીને સમાજનાં મુખ્ય પ્રવાહને અપનાવવા અપીલ કરી હતી. બસ્તર ઓલિમ્પિક્સ વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, બસ્તરનાં પ્રતિભાશાળી યુવાનો ભારતનાં ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બસ્તરનાં બાળકો વર્ષ 2025થી 2036નાં ઓલિમ્પિક સુધી ચંદ્રક જીતવા માટે સક્ષમ બને એ માટે એક પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે બસ્તરની કોઈ છોકરી 2036નાં ઓલિમ્પિકમાં ચંદ્રક જીતશે, ત્યારે તે નક્સલવાદને શક્તિશાળી પ્રતિસાદ આપશે અને વૈશ્વિક સંદેશ આપશે કે, હિંસા નહીં, વિકાસ સફળતાનો માર્ગ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, નકસલવાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારો જ રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિંસામાં સામેલ લોકો આપણાં પોતાનાં લોકો પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને શાળાઓ, દવાખાનાઓ, હોસ્પિટલો, મફત અનાજ, વીજળી, શૌચાલયો અને સ્વચ્છ પાણી જેવી આવશ્યક સેવાઓની જરૂર છે અને આ સુવિધાઓ દરેક ગામને પૂરી પાડવાની જવાબદારી છત્તીસગઢ સરકારની છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ માટે બસ્તર ટોચની પ્રાથમિકતા છે. તેમણે ખાતરી આપી હતી કે, જે લોકોએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકીને સમાજની મુખ્ય ધારામાં સામેલ થયાં છે, તેમણે પ્રધાનમંત્રી મોદી પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ તૂટશે નહીં. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, આ વ્યક્તિઓને જોઈને હજુ ઘણા યુવાનો શસ્ત્રો છોડીને શાંતિ અને વિકાસનો માર્ગ પસંદ કરશે.
AP/IJ/GP/JD
(Release ID: 2084663)
Visitor Counter : 42