ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાતે
ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને ગ્વાલિયર ખાતે જીવાજી યુનિવર્સિટીમાં શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કરશે
Posted On:
13 DEC 2024 12:29PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે.
પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2084095)
Visitor Counter : 50