યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા નાગાલેન્ડ પહોંચ્યા

Posted On: 07 DEC 2024 5:31PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર પ્રધાન ડો.મનસુખ માંડવિયા આજે સવારે રાજ્યની બે દિવસની મુલાકાતે નાગાલેન્ડ પહોંચ્યા હતા.

દીમાપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ કૌશલ્ય વિકાસ, રોજગાર અને આબકારી તથા યુવા રિસોર્યુસીસ એન્ડ સ્પોર્ટ્સના ધારાસભ્ય અને સલાહકાર મોઆતોશી લોંગકુમરે તેમનું સ્વાગત કર્યું હતું.

Image

બાદમાં ડો.માંડવિયા હેલિકોપ્ટર પર રાજ્યની રાજધાની કોહિમા ગયા હતા જ્યાં તેમણે બપોરે કોહિમા રાજભવનમાં નાગાલેન્ડના રાજ્યપાલ લા ગણેશન સાથે મુલાકાત કરી હતી.

Image

ત્યારબાદ કોહિમાના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શ્રમ અને રોજગાર વિભાગ અને યુવા સંસાધન અને રમતગમત વિભાગના અધિકારીઓને સંબોધિત કરતા ડો.માંડવિયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં રમતો અને રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે.

Image

તેમણે કહ્યું હતું કે, અગાઉનાં સમયની સરખામણીમાં, જ્યાં સરકારોએ રમતગમત પર બહુ ઓછું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, વર્તમાન શાસન દરેક સ્તરે રમતો અને રમતગમતને વિકસાવવા પ્રયાસરત છે તથા એ સુનિશ્ચિત કરે છે કે તેનો લાભ દેશનાં દરેક નાગરિક સુધી પહોંચે.

કેન્દ્રીય મંત્રીએ ખેલો ઇન્ડિયા યોજના, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ), કીર્તિ પ્રોજેક્ટ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ રિપોઝિટરી સિસ્ટમ (એનએસઆરએસ) વગેરે સહિત મોદી સરકારની વિવિધ રમતગમત વિકાસ યોજનાઓના ઉદાહરણો પણ ટાંક્યા હતા.

હોર્નબિલ ફેસ્ટિવલની આ વર્ષની આવૃત્તિમાં તેમને આમંત્રણ આપવા બદલ નાગાલેન્ડની સરકારનો આભાર વ્યક્ત કરતા ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતનું સાચું નિરૂપણ છે.

આ કાર્યક્રમમાં નાગાલેન્ડના મુખ્યમંત્રીના સલાહકાર અબુ મેથા અને નાગાલેન્ડ ઓલિમ્પિક્સ એસોસિએશનના મહાસચિવ અબુ મેથા અને નાગાલેન્ડ સરકારના યુવા સંસાધન અને રમતગમત વિભાગના સલાહકાર એસ કેઓશુ યિમખિઉંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચ્યા બાદ માંડવિયાએ "એક પેડ મા કે નામ" અભિયાનના ભાગરૂપે સ્ટેડિયમ સંકુલની અંદર MY Bharat યુથ વોલિન્ટિયર્સના સ્વયંસેવકો સાથે રોપાઓનું પણ વાવેતર કર્યું હતું.

Image

મુલાકાતી મંત્રી હોર્નબિલ ફેસ્ટિવલમાં ભાગ લેશે અને આવતીકાલે કોમનવેલ્થ વોર સેમેટરી સહિત કોહિમામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નોની મુલાકાત લેશે.

AP/IJ/GP/JD


(Release ID: 2081972) Visitor Counter : 51


Read this release in: English , Urdu , Hindi , Tamil