પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
30 NOV 2024 9:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે ડો. મુખર્જી બહુમુખી વ્યક્તિત્વ હતા અને સંગીત અને કવિતા પ્રત્યે પણ જુસ્સાદાર હતા.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જી બહુમુખી વ્યક્તિત્વ હતા, તેમણે બૌદ્ધિક જગતમાં મજબૂત છાપ છોડી હતી. તેમને સંગીત અને કવિતા પ્રત્યે પણ લગાવ હતો. તેમની રચનાઓ અને કમ્પોઝિશન્સ આવનારા વર્ષો સુધી વખણાતા રહેશે. ભારતના ઈતિહાસને સાચવવા, ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અને ભારત-ફ્રાન્સ સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસો પણ એટલા જ નોંધપાત્ર હતા. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
AP/IJ/GP/JD
(Release ID: 2079449)
Visitor Counter : 103
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam