પંચાયતી રાજ મંત્રાલય
azadi ka amrit mahotsav

ડિજિટલ સમાવેશને પ્રોત્સાહન આપવું: પંચાયતી રાજ સંસ્થાઓ નાગરિક-કેન્દ્રિત સેવા વિતરણમાં મોખરે; ડિજિટલ એકીકરણ વિષય પર વેબિનાર


કર્ણાટક, ગુજરાત અને કેરળ પંચાયતી રાજમાં ડિજિટલ ગવર્નન્સ ઈનોવેશન્સનું ઉદાહરણ રજૂ કર્યું

Posted On: 12 NOV 2024 11:41AM by PIB Ahmedabad

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વેબિનાર સીરિઝ (NeGW 2023-24) અંતર્ગત 11 નવેમ્બર 2024ના રોજ “પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી નાગરિક-કેન્દ્રિત સેવાઓ” પર એક વિશેષ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન પંચાયતી રાજ મંત્રાલય (MoPR) અને વહીવટી સુધારણા તેમજ જાહેર ફરિયાદો વિભાગ (DARPG) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ વેબિનાર ગ્રામીણ ભારતમાં સર્વિસ ડિલિવરી વધારવામાં ડિજિટલ સોલ્યુશન્સની પરિવર્તનકારી અસરની ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે, જેમાં ગ્રામીણ સમુદાયો માટે સમાવિષ્ટ, સુલભ અને નાગરિક કેન્દ્રિત ગવર્નન્સ મોડલ બનાવવા પર વિશેષ ભાર આપવામાં આવ્યું હતું. તેમાં દેશભરમાંથી ગ્રામ પંચાયતો અને પીઆરઆઈના પ્રતિનિધિઓની વ્યાપક ભાગીદારી જોવા મળી હતી.

પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે પોતાના સંબોધનમાગ્રામીણ સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવામાં ડિજિટલ એકીકરણની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે એકીકૃત, મલ્ટી પોર્ટલ સોલ્યુશન્સ દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs)ને સશક્ત બનાવવાની મંત્રાલયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી, જે ગ્રામીણ નાગરિકો માટે આવશ્યક સેવાઓનો ઉપયોગ કરવાનું સરળ બનાવે છે. તેમણે કહ્યું કે વિવિધ સર્વિસ ડિલિવરી પોર્ટલને એકીકૃત કરીને, PRIs ઍક્સેસને સરળ બનાવી શકે છે, કાર્યક્ષમતા વધારી શકે છે અને આધુનિક, પ્રતિભાશીલ ગ્રામીણ શાસન માળખાને પ્રોત્સાહન આપી શકે છે. શ્રી ભારદ્વાજે આ પ્રયાસને મંત્રાલયના સમાવિષ્ટ, સતત ગ્રામીણ વિકાસના સર્વાંગી દ્રષ્ટિકોણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

DARPGના સચિવ શ્રી વી. શ્રીનિવાસે પંચાયતી રાજ વ્યવસ્થાના પાયા તરીકે નાગરિક-કેન્દ્રિત શાસનના મહત્વ પર ભાર મૂકીને વિશેષ વેબિનારનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે ગ્રામીણ લોકો સુધી આવશ્યક સેવાઓ લાવવામાં PRIsની મુખ્ય ભૂમિકાની પ્રશંસા કરી અને અસરકારક ડિજિટલ ગવર્નન્સના માપદંડ તરીકે કર્ણાટકની પંચમિત્ર, ગુજરાતની ઇસેવા અને કેરળની ILGMS સહિત રાજ્યની આગેવાની હેઠળની પ્રભાવી ડિજિટલ શાસન માટે એક પહેલ તરીકેની માન્યતા આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મોડેલ દર્શાવે છે કે PRIs નાગરિકો માટે કેવી રીતે પારદર્શિતા, સુલભતા અને પ્રત્યક્ષ સેવાની જોગવાઈમાં વધારો કરી શકાય છે, જે સમગ્ર ગ્રામીણ ભારતમાં ડિજિટલ ગવર્નન્સના નમૂના તરીકે સેવા આપે છે.

પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ (ગવર્નન્સ) શ્રી આલોક પ્રેમ નાગરે 2021ના ​​નાગરિક ચાર્ટર અભિયાન સહિત મંત્રાલયની તાજેતરની ડિજિટલ પ્રગતિઓ વિશે વધુ વિગતવાર જણાવ્યું, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ નાગરિકોને આવશ્યક સેવાઓ જેવી કે પ્રમાણપત્રો અને મનરેગાના લાભો કોઈપણ અડચણ વગર લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે ગ્રામીણ નાગરિકોની અનન્ય જરૂરિયાતોને સંબોધતા પ્રતિભાશીલ, લોકો-કેન્દ્રિત ગ્રામીણ વહીવટના નિર્માણમાં મજબૂત પંચાયત-કેન્દ્રિત વ્યૂહરચનાઓ સાથે જોડાઈને ડિજિટલ હસ્તક્ષેપના મહત્વ પર ભાર મૂક્યો. વેબિનારનો હેતુ ડિજિટલી સક્ષમ, નાગરિક-કેન્દ્રિત ગ્રામીણ શાસન મોડલની સ્થાપના કરવાનો હતો અને "વિકસિત ભારત"ના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરવાનો હતો. સહયોગ, નવીનતા અને સહિયારી શ્રેષ્ઠ પ્રથાઓ દ્વારા, પંચાયતી રાજ મંત્રાલય એવા વાતાવરણને ઉત્તેજન આપવાનું ચાલુ રાખે છે કે જ્યાં પંચાયતો પ્રગતિમાં મોખરે હોય, તમામ ગ્રામીણ નાગરિકો માટે કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુલભતાને પ્રાથમિકતા આપતી સેવાઓ પ્રદાન કરે છે.

વિવિધ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ, જેમાં કર્ણાટકના અધિક મુખ્ય સચિવ (પંચાયતી રાજ) શ્રીમતી ઉમા મહાદેવન; તમિલનાડુના અધિક મુખ્ય સચિવ (પંચાયતી રાજ) શ્રી ગગનદીપ સિંહ બેદી;  કેરળના મુખ્ય સચિવ (પંચાયતી રાજ) શ્રીમતી શર્મિલા મેરી જોસેફ; ગુજરાતના અગ્ર સચિવ (પંચાયતી રાજ) શ્રીમતી મોના ખંધાર; તેલંગાણાના અગ્ર સચિવ (પંચાયતી રાજ) શ્રી લોકેશ કુમાર અને મહારાષ્ટ્રના અગ્ર સચિવ (પંચાયતી રાજ) શ્રી એકનાથ ધવલે ઉપસ્થિત રહ્યાં અને ગ્રામ પંચાયત કક્ષાએ અસરકારક સેવા વિતરણ અંગે વ્યવહારુ આંતરદૃષ્ટિ શેર કરી હતી. તેઓએ નોંધ્યું હતું કે કર્ણાટક, કેરળ અને ગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ હવે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાસન અને સેવા કાર્યક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે ગ્રામીણ સ્થાનિક સંસ્થા પ્રણાલીઓમાંથી શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવાની શોધ કરી રહી છે. તેમના યોગદાનથી સમગ્ર રાજ્યોમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને શીખવાની વૃત્તિની વહેંચણીના મહત્વને વધુ મજબૂત બનાવ્યું, જેનાથી પાયાના સ્તરે એક મજબૂત, વધુ સ્થિતિ સ્થાપક શાસન માળખું તૈયાર થયું છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2072657) Visitor Counter : 66