સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટ વિભાગે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
Posted On:
09 NOV 2024 7:11PM by PIB Ahmedabad
વડતાલ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેની મુખ્ય ભૂમિકાને માન આપવા માટે એક વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ મંદિર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની તરીકે સેવા આપે છે, જે આજે વિશ્વભરમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર કમળ આકારમાં બનાવવામાં આવ્યું છે, જે તમામ ધર્મોમાં સંવાદિતાની ભાવનાનું પ્રતીક છે. તેમાં દેવી-દેવતાઓના ભૂતકાળના અવતારોનું નિરૂપણ શામેલ છે.
09-11-2024૪ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, આચાર્ય મહારાજ 1008 શ્રી રાકેશપ્રસાદ જી, વડતાલધામ મંદિરના મુખ્ ય કાર્યપાલક કોઠારી, પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા, શ્રી દિનેશકુમાર શર્મા તેમજ અન્ય પૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં તા.09/11/2024ના રોજ આ સ્ટેમ્પ વિમોચન કરવામાં આવ્યું હતું.
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ટપાલ ટિકિટનું વિમોચન
શ્રી શ્રી જયરાજ ટી.જી. દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્મારક સ્ટેમ્પમાં વડતાલધામ મંદિર તેની અદભૂત પરંપરાગત સ્થાપત્યને પ્રદર્શિત કરે છે, આ મંદિરનો આકાર કમળ જેવો છે જેમાં નવ સુવર્ણ ગુંબજ છે. આ સ્ટેમ્પ વડતાલના સમૃદ્ધ વારસા અને અસંખ્ય ભક્તોના જીવન પર તેની નોંધપાત્ર અસરનું પ્રતીક છે, જે પૂજા માટે અભયારણ્ય અને પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડે છે.
વડતાલદામ દ્વિશતાબ્દી મહોત્સવ પર ટપાલ ટિકિટ
પોસ્ટ વિભાગ દ્વારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પર આ સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી તમામ ધર્મોમાં સંવાદિતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મંદિરની કાયમી પ્રતિબદ્ધતાને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવે છે.
AP/GP/JD
(Release ID: 2072112)
Visitor Counter : 112