ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ગ્રાહક બાબતોના વિભાગે હલકી ગુણવત્તાની હેલ્મેટ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી
બજારોમાંથી અસુરક્ષિત હેલ્મેટ દૂર કરવા અને બીઆઈએસ-પ્રમાણિત ઉત્પાદનોના ગ્રાહકોને શિક્ષિત કરવા માટે પહેલ નિર્ણાયક: સચિવ
ગ્રાહકોના મામલે વિભાગે ડીસી, ડીએમને પત્ર લખીને ગુણવત્તા નિયંત્રણ આદેશ લાગુ કરવાનું આહ્વાન કર્યું
Posted On:
26 OCT 2024 10:47AM by PIB Ahmedabad
માર્ગ સલામતીમાં વધારો કરવા અને ગ્રાહકોને હલકી ગુણવત્તાની હેલ્મેટથી બચાવવા માટે, ગ્રાહક બાબતોના વિભાગે જિલ્લા કલેક્ટરો (ડીસી) અને જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ)ને પત્ર લખીને દ્વિચક્રી વાહનચાલકો માટે નોન-કમ્પ્લાયન્ટ હેલ્મેટ વેચતા ઉત્પાદકો અને રિટેલરોને નિશાન બનાવીને રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ બજારમાં ઉપલબ્ધ હેલ્મેટની ગુણવત્તા અને રસ્તા પરના જીવનની સુરક્ષામાં તેમની નિર્ણાયક ભૂમિકા અંગે વધતી જતી ચિંતાઓના પ્રતિસાદ તરીકે આવી છે.
તે પ્રકાશમાં આવ્યું છે કે તે હલકી ગુણવત્તાવાળી હેલ્મેટ, જેમાં જરૂરી બીઆઈએસ સર્ટિફિકેટનો અભાવ છે, તે રસ્તાની બાજુમાં વેચવામાં આવી રહ્યા છે. આ જાહેર સલામતી માટે ગંભીર જોખમ ઉભું કરે છે અને માર્ગ અકસ્માતમાં અસંખ્ય જાનહાનિ સાથે જોડાયેલું છે. આથી આ પ્રશ્નનો સામી છાતીએ ઉકેલ લાવવાની તાતી જરૂર છે. સરકાર બીઆઇએસ લાઇસન્સ વિના કામ કરતા અથવા નકલી આઇએસઆઇ માર્કનો ઉપયોગ કરીને કામ કરતા ઉત્પાદકો તેમજ રિટેલર્સ દ્વારા અસંદિગ્ધ ગ્રાહકોને આ નોન-કમ્પ્લાયન્ટ પ્રોડક્ટ્સની હેરાફેરી કરતા રિટેલર્સ સામે કડક અમલકરવાની હાકલ કરે છે. કે બીઆઈએસ વેબસાઇટની મુલાકાત લઈને ગ્રાહકો ખાતરી કરી શકે છે કે હેલ્મેટ ઉત્પાદકને બીઆઈએસ કેર એપ્લિકેશન દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે કે નહીં.
આ બાબતે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ગ્રાહક બાબતોના વિભાગના સચિવ સુશ્રી નિધિ ખરેએ જણાવ્યું હતું કે, "હેલ્મેટ જીવન બચાવે છે, પરંતુ જો તે સારી ગુણવત્તાની હોય તો જ. આ પહેલ બજારમાંથી અસુરક્ષિત હેલ્મેટને દૂર કરવા અને ગ્રાહકોને બીઆઈએસ-પ્રમાણિત ઉત્પાદનોના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે નિર્ણાયક છે. અમે તમામ હિતધારકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા નાગરિકોની સુરક્ષા માટે આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લે."
નોંધનીય છે કે સરકારે મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ હેલ્મેટ પહેરવું અનિવાર્ય કરી દીધું છે. ઉપરાંત, માર્ગ અકસ્માતમાં જાનહાનિને રોકવા માટે ટુ-વ્હીલર સવારો માટે હેલ્મેટ એ સલામતીનું એક નિર્ણાયક પગલું છે. જો કે હેલ્મેટની અસરકારકતા તેની ગુણવત્તા પર ખૂબ જ નિર્ભર છે. હલકી કક્ષાની હેલ્મેટ નિયત માપદંડોનું પાલન કરતી નથી અને જરૂરી રક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ જાય છે, તેને પહેરવાના હેતુને જ નબળો પાડે છે.
વિભાગ જિલ્લા અધિકારીઓને આ બાબતે વ્યક્તિગત રસ લેવા અને ગુણવત્તા નિયંત્રણ આદેશના અમલની ખાતરી માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવા વિનંતી કરે છે. આ ડ્રાઇવ તેની અસરને વધારવા માટે હાલના માર્ગ સલામતી અભિયાનો સાથે એકીકૃત કરવામાં આવશે. ઉલ્લંઘનને ઓળખવા અને સંબોધવા માટે જિલ્લા અધિકારીઓને જિલ્લા એસપી અને બીઆઈએસ ફીલ્ડ અધિકારીઓ સાથે સહયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ પહેલ ગ્રાહક સુરક્ષા અને માર્ગ સલામતી પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. બજારમાંથી હલકી કક્ષાની હેલ્મેટ દૂર કરીને, વિભાગનો હેતુ માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને ટાળી શકાય તેવા અટકાવવાનો અને ઉચ્ચ ગુણવત્તાવાળા સલામતી ગિયરને પ્રોત્સાહન આપવાનો છે. વિભાગની શાખા કચેરીઓને આ અભિયાનને ટેકો આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગો સાથે સતત જોડાવાની સૂચના આપવામાં આવી છે.
હેલ્મેટ અત્યંત મહત્ત્વપૂર્ણ ઉત્પાદન હોવાથી અને હલકી ગુણવત્તાની/બિન-એલએસઆઈ હેલ્મેટનું ઉત્પાદન જીવનની સલામતી પર પ્રતિકૂળ અસર કરે છે, તેથી એ જણાવવું જરૂરી છે કે, અત્યાર સુધીમાં 162 લાઇસન્સ એવા છે કે, જે રદ કરવામાં આવ્યા છે/એક્સપાયર થઈ ગયા છે. આ ઉપરાંત 4151:2015ના સંદર્ભમાં બીઆઈએસ સ્ટાન્ડર્ડ માર્કના દુરુપયોગ/ક્યુસીઓના ઉલ્લંઘન પર અત્યાર સુધીમાં કુલ 27 સર્ચ અને જપ્તી હાથ ધરવામાં આવી છે અને વિવિધ અદાલતોમાં કેસ દાખલ કરવામાં આવે છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ) એ 1 જૂન, 2021 ના રોજ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ) લાગુ કર્યો છે, જેમાં તમામ હેલ્મેટ બીઆઈએસ ધોરણ 4151: 2015 નું પાલન કરે તે ફરજિયાત છે. આ સર્ટિફિકેશન વિના ઉત્પાદિત કે વેચાણ કરવામાં આવેલ કોઈપણ હેલ્મેટ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016નું ઉલ્લંઘન કરે છે. એવું જોવા મળ્યું છે કે રસ્તાની બાજુમાં વેચાતા ઘણા હેલ્મેટમાં ફરજિયાત બીઆઈએસ સર્ટિફિકેટનો અભાવ છે, જે ગ્રાહકો માટે નોંધપાત્ર જોખમ ઉભું કરે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2068378)
Visitor Counter : 60