સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
હિન્દી માટે સમર્પિત એક પરિવાર : પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને તેમના પરિવારે ત્રણ પેઢીઓથી હિન્દીને સમૃદ્ધ બનાવ્યું છે
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને તેમના પરિવારના સભ્યોને હિન્દીના પ્રમોશન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે
Posted On:
13 SEP 2024 3:33PM by PIB Ahmedabad
આપણા દેશમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ સંવિધાનસભામાં એકમતથી હિન્દીને રાજભાષા જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણયના મહત્વને ઉજાગર કરવા અને હિન્દી ને દરેક ક્ષેત્રમાં પ્રસારીત કરવા માટે વર્ષ 1953 થી સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરને દરેક વર્ષે 'હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીને લઈ અનેક વિદ્વાન, સંસ્થાઓ, સરકારી વિભાગો તેમના સ્તરે કાર્યરત છે. આ બધાં વચ્ચે ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું એક વિશિષ્ટ પરિવાર ત્રણ પેઢીઓથી હિન્દીનાં વિકાસ માટેની સમર્પણ અને વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં સન્માનિત છે.
ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના મૂળ વતની શ્રી કૃષ્ણ કુમાર યાદવ ના પરિવારમાં તેમના પિતા શ્રી રામ શિવ મૂર્તિ યાદવની સાથે સાથે, પત્ની સુશ્રી આકાંક્ષા યાદવ અને બંને પુત્રીઓ અક્ષિતા અને અપુર્વા પણ હિન્દીને તેમના લેખન દ્વારા સતત નવા પરિમાણ આપતાં રહ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગેઝિનોમાં અનેક પ્રકાશનો સાથે, કૃષ્ણ કુમાર યાદવની 07 પુસ્તકો અને તેમના પત્ની શ્રીમતી આકાંક્ષા યાદવની 04 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકી છે.
નાગરિક સેવા અધિકારી તરીકે પ્રશાસનિક સેવાઓની જવાબદારીઓ નિભાવવાની સાથે, શ્રી કૃષ્ણ કુમાર યાદવની 'અભિલાષા' (કાવ્યસંગ્રહ), 'અભિવ્યક્તિઓના બહાને', 'અનુભૂતિઓ અને વિમર્શ' (નિબંધસંગ્રહ), 'ક્રાંતિ યજ્ઞ: 1857-1947ની ગાથા', 'જંગલમાં ક્રિકેટ' (બાળ ગીત સંગ્રહ) અને '16 આના, 16 લોકો' સહિત કુલ સાત પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકેલી છે. વિવિધ પ્રતિષ્ઠિત સામાજિક-સાહિત્યિક સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ કૃતિત્વ, રચનાધર્મિતા અને પ્રશાસન સાથે સતત સાહિત્ય સર્જનક્ષમતા માટે સો કરતાં વધુ પુરસ્કારો પ્રાપ્ત કરેલા શ્રી યાદવને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને સિક્કિમના રાજ્યપાલોએ પણ સન્માનિત કરી ચુક્યા છે.
હિન્દી બ્લોગિંગના ક્ષેત્રમાં આ પરિવારનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આગવું છે. 'દશકના શ્રેષ્ઠ બ્લોગર દંપતી' પુરસ્કારથી સન્માનિત યાદવ દંપતીને નેપાલ, ભૂટાન અને શ્રીલંકામાં આયોજિત 'અંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન'માં “પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર પુરસ્કાર” સહિતના અન્ય પુરસ્કારો મળ્યા છે. જર્મનીના બોન શહેરમાં ગ્લોબલ મીડિયા ફોરમ (2015) દરમિયાન 'પીપલ્સ ચોઇસ એવોર્ડ' શ્રેણીમાં સુશ્રી આકાંક્ષા યાદવના બ્લોગ 'શબ્દ-શિખર' ને હિન્દીના સૌથી લોકપ્રિય બ્લોગ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે.
ફિરદોસ અમૃત સેન્ટર સ્કૂલ, કેન્ટોનમેન્ટ, અમદાવાદમાં અભ્યાસ કરતી તેમની બંને પુત્રીઓ અક્ષિતા (પાખી) અને અપુર્વા પણ આ માર્ગ પર આગળ વધતા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા છતાં હિન્દીમાં સર્જનશીલ છે. તેમના બ્લોગ 'પાખીની દુનિયા' માટે અક્ષિતાને ભારત સરકાર દ્વારા વર્ષ 2011માં સૌથી નાની ઉંમરે 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવી છે. અક્ષિતા ને પ્રથમ આંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન, નવી દિલ્હી (2011) માં ભારતના પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક' દ્વારા 'શ્રેષ્ઠ નાની બ્લોગર' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું, તો આંતરરાષ્ટ્રીય હિન્દી બ્લોગર સંમેલન, શ્રીલંકા (2015)માં પણ અક્ષિતાને “પરિકલ્પના કનિષ્ઠ સાર્ક બ્લોગર પુરસ્કાર”થી સન્માનિત કરવામાં આવી છે. અપુર્વાએ પણ કોવિડ-19ના સમયગાળા દરમિયાન તેની કાવ્યોથી લોકોને સચેત કર્યા છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ કહે છે કે, સર્જન અને અભિવ્યક્તિની દૃષ્ટિએ હિન્દી દુનિયાની આગેવાન ભાષાઓમાંથી એક છે. હિન્દી માત્ર એક ભાષા જ નહીં, પરંતુ આપણા બધાની ઓળખ છે, આ દરેક ભારતીયનું હ્રદય છે. ડિજીટલ ક્રાંતિના યુગમાં હિન્દી માં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા છે. જ્યારે સુશ્રી આકાંક્ષા યાદવનું માનવું છે કે, હિન્દી રાષ્ટ્રને એકતાના સૂત્રમાં જોડતી અને વિવિધ સંસ્કૃતિઓ, વિધાઓ અને કલાનો ત્રિવેણી છે, જેના સાહિત્યમાં સમાજની વિવિધતા, જીવન દૃષ્ટિ અને લોક કલાઓ સંરક્ષિત છે. આજે પરિવર્તન અને વિકાસની ભાષા તરીકે હિન્દીના મહત્વને નવા રૂપે વ્યક્ત કરવામાં આવી રહી છે.
AP/GP/JD
(Release ID: 2054513)
Visitor Counter : 132