પ્રધાનમંત્રીનું કાર્યાલય

પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય

Posted On: 21 AUG 2024 9:07AM by PIB Ahmedabad

આજે, હું પ્રજાસત્તાક પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું.

પોલેન્ડની મારી મુલાકાત ત્યારે આવી છે જ્યારે આપણે આપણા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરીએ છીએ. પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. લોકશાહી અને બહુવચનવાદ પ્રત્યેની આપણી પારસ્પરિક પ્રતિબદ્ધતા આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે છે. હું આપણી ભાગીદારીને વધુ આગળ વધારવા માટે મારા મિત્ર પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડાને મળવા આતુર છું. હું પોલેન્ડમાં વાઈબ્રન્ટ ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ જોડાઈશ.

પોલેન્ડથી હું રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લઇશ. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ સૌ પ્રથમ મુલાકાત છે. હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા અને હાલમાં ચાલી રહેલા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર દ્રષ્ટિકોણ વહેંચવા પર અગાઉની વાતચીતને આગળ વધારવાની તક માટે આતુર છું. એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએ.

મને ખાતરી છે કે આ મુલાકાત બંને દેશો સાથે વિસ્તૃત સંપર્કોને ચાલુ રાખવા માટે સ્વાભાવિક રીતે કામ કરશે અને આગામી વર્ષોમાં વધુ મજબૂત અને વધુ જીવંત સંબંધો માટે પાયો નાંખવામાં મદદ કરશે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2047148) Visitor Counter : 608