ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે આયુષ ક્ષેત્રમાં માનકીકરણ માટે વિભાગની સ્થાપના કરી


Posted On: 09 AUG 2024 11:54AM by PIB Ahmedabad

ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)એ આયુષ ક્ષેત્ર માટે આધુનિક માનકીકરણ કર્યું છે. સમર્પિત માનકીકરણ વિભાગની સ્થાપના સાથે, બ્યુરોએ ડોમેનમાં માનકીકરણ પ્રવૃત્તિને ઝડપી બનાવી છે. નવો વિભાગ આયુષ ઉત્પાદનો અને પદ્ધતિઓની સલામતી, અસરકારકતા અને ગુણવત્તાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથી જેવી પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001LGPN.png

આયુષ માટે માનકીકરણની પ્રવૃત્તિની પ્રક્રિયા અને માળખા વિશે જણાવતાં બીઆઈએસના મહાનિદેશક શ્રી પ્રમોદકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, "જાણીતા નિષ્ણાતોના નેતૃત્વ હેઠળ, બીઆઇએસના આયુષ વિભાગે સાત વિભાગીય સમિતિઓની રચના કરી છે, જે દરેક ચોક્કસ આયુષ પ્રણાલીને સંબોધિત કરે છે. આ સમિતિઓ નિષ્ણાતો, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નિયમનકારી સંસ્થાઓ સહિત વિવિધ હિતધારકો સાથે મળીને કામ કરે છે, જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ સાથે સુસંગત વિસ્તૃત, પુરાવા-આધારિત માપદંડો સુનિશ્ચિત કરી શકાય."

અત્યાર સુધીમાં, બીઆઇએસએ સિંગલ ઔષધિઓ, આયુર્વેદ અને યોગની પરિભાષા, પંચકર્મ ઉપકરણો, યોગ એસેસરીઝ અને જડીબુટ્ટીઓમાં જંતુનાશકોના અવશેષો માટે પરીક્ષણ પદ્ધતિઓ જેવા વિવિધ વિષયોને આવરી લેતા 91 ધોરણો પ્રકાશિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પરંપરાગત ચિકિત્સામાં ઉપયોગમાં લેવાતી જડીબુટ્ટીઓ માટે 80 સ્વદેશી ભારતીય ધોરણોનું પ્રકાશન તેમના સલામત અને અસરકારક ઉપયોગને પ્રોત્સાહન આપે છે, જેનાથી ગ્રાહકો અને ઉદ્યોગ બંનેને લાભ થાય છે. તદુપરાંત, પંચકર્મ ઉપકરણો માટે સૌપ્રથમ રાષ્ટ્રીય ધોરણો પ્રોફિલેક્ટિક અને થેરાપ્યુટિક પ્રક્રિયાઓમાં એકરૂપતા સુનિશ્ચિત કરે છે, જે આયુષ આરોગ્ય સંભાળ પદ્ધતિઓની ગુણવત્તામાં વધારો કરે છે.

પર્યાવરણીય ટકાઉપણા ભણી આગળ વધતાં બીઆઈએસે ઘરેલુ ઉત્પાદકો અને ખેડૂતોને ટેકો આપતી "કોટન યોગા મેટ' માટે સ્વદેશી ભારતીય માપદંડની રચના કરી છે. વિભાગે પરિભાષા, સિંગલ ઔષધિઓ, યોગ પોશાક, સિદ્ધ નિદાન અને હોમિયોપેથીક તૈયારીઓ સહિત ભવિષ્યના માનકીકરણ ક્ષેત્રોની પણ ઓળખ કરી છે.

બીઆઈએસની પહેલની પ્રશંસા કરતાં આયુષના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, "જેમ જેમ વધુને વધુ લોકો પરંપરાગત હેલ્થકેર સિસ્ટમ્સ તરફ વળી રહ્યા છે, તેમ તેમ આયુષ ઉત્પાદનો અને સેવાઓમાં સાતત્યપૂર્ણ ગુણવત્તા, સલામતી અને અસરકારકતાની જરૂરિયાત અનિવાર્ય છે. બીઆઈએસે આ સમર્પિત વિભાગની સ્થાપના કરીને અને આઈએસ: 17873 'કોટન યોગા મેટ' જેવા નિર્ણાયક ધોરણો વિકસાવીને આ ક્ષેત્રમાં તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી છે. પરંપરાગત ભારતીય દવાઓને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટેના આ નિર્ણાયક લક્ષ્યો છે. કઠોર માપદંડો અને નવીનતા મારફતે બીઆઇએસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આયુષ વ્યવસ્થાની સ્વીકૃતિ અને વૃદ્ધિમાં વધારો કરવા કટિબદ્ધ છે."

AP/GP/JD



(Release ID: 2043643) Visitor Counter : 29