વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં સીફૂડની નિકાસમાં 30 ટકાનો વધારો થયો, જે વર્ષ 2023-24માં રૂ. 61043.68 કરોડ હતો
Posted On:
02 AUG 2024 5:45PM by PIB Ahmedabad
સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસોના પરિણામ સ્વરૂપે ભારતની સીફૂડની નિકાસ વર્ષ 2019-20માં રૂ. 46,662.85 કરોડથી વધીને વર્ષ 2023-24માં રૂ. 61043.68 કરોડ થઈ છે, જે 30.81 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
છેલ્લાં પાંચ વર્ષમાં દરિયાઈ પેદાશોનું કુલ ઉત્પાદન અને નિકાસ, વર્ષવાર, નીચે આપેલા કોષ્ટકમાં આપવામાં આવી છે:-
વર્ષ
|
ઉત્પાદન
(લાખ ટનમાં)
|
નિકાસ
(લાખ ટનમાં)
|
2019-20
|
141.64
|
13.29
|
2020-21
|
147.25
|
11.68
|
2021-22
|
162.48
|
13.98
|
2022-23
|
175.45
|
17.54
|
2023-24
|
182.70**
|
18.19
|
સ્ત્રોત: ડી.જી.સી.આઈ.એસ. અને ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ, ભારત સરકાર
** પ્રોજેક્ટેડ
સરકાર નિકાસ કામગીરી પર નિયમિત પણે નજર રાખે છે અને તેની સમીક્ષા કરે છે, જેમાં દરિયાઈ ઉત્પાદનોની સાથે-સાથે નિકાસ પ્રોત્સાહન આપતી સંસ્થાઓ અને વિદેશમાં ભારતીય મિશનનો પણ સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ ગયા વર્ષની સરખામણીએ નિકાસ વધારવાનો છે. આંતરિક લક્ષ્યોનો ઉપયોગ ફક્ત દેખરેખના હેતુ માટે કરવામાં આવે છે, અને 2024-25 માટે 7.86 અબજ ડોલર નક્કી કરવામાં આવ્યા છે.
વાણિજ્ય વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની વૈધાનિક સંસ્થા મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપીઈડીએ) મારફતે સરકાર મૂલ્ય સંવર્ધન માટે માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા, પરીક્ષણ પ્રયોગશાળાઓની સ્થાપના કરવા, આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભાગ લેવા અને નિકાસ માટે જળચરઉછેરના ઉત્પાદન માટે ટેકનિકલ સહાય પૂરી પાડવા વગેરે માટે સહાય પૂરી પાડે છે.
2024-25ના બજેટમાં જાહેર કરાયેલ પ્રોન અને ઝીંગા ફીડ/ફિશ ફીડના ઉત્પાદન માટેના વિવિધ ઘટકો/ઇનપુટ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો ભારતીય સીફૂડ આધારિત મૂલ્યવર્ધિત ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે અને નિકાસમાં વધારો કરવામાં મદદ કરશે. આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં ફિશ લિપિડ ઓઈલ (HS 1504 20) અને આલ્ગલ પ્રાઇમ (લોટ) (HS 2102 2000) પર 15% થી શૂન્ય, ક્રિલ મીલ (HS 2301 20), મિનરલ અને વિટામિન પ્રિમિક્સ પર 5% થી શૂન્યનો સમાવેશ થાય છે. (HS 2309 90 90), ક્રૂડ ફિશ ઓઇલ પર 30% થી શૂન્ય સુધી, પ્રોન અને ઝીંગા ફીડ પર 15% થી 5% (2309 90 31) અને ફિશ ફીડ (2309 90 39), 30% થી શૂન્ય સુધી ડસ્ટ બ્રેડેડ પાવડર સામેલ છે.
સરકારે વિવિધ સીફૂડ ઉત્પાદનો માટે નિકાસ ઉત્પાદનો (આરઓડીટીઇપી) પર ડ્યુટી અને ટેક્સની માફી 2.5 ટકાથી વધારીને 3.1 ટકા કરી છે અને કિલોદીઠ મહત્તમ વેલ્યુ કેપ વધારીને રૂ. 69.00 કરી છે, જે આ પ્રકારનાં ઉત્પાદનોની નિકાસને પણ પ્રોત્સાહન આપશે.
આ ઉપરાંત, ભારત સરકારના મત્સ્યપાલન વિભાગ દ્વારા મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાંથી નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 5 વર્ષના સમયગાળા માટે એટલે કે નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 માટે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં 20050 કરોડ રૂપિયાના રોકાણ સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) નામની મુખ્ય યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાનો આશય માછલીના ઉત્પાદન અને ઉત્પાદકતા, કેચ/લણણીની ગુણવત્તા, ટેકનોલોજી ઇન્ફ્યુઝન, લણણી પછીનું માળખું, મૂલ્ય શ્રુંખલાને આધુનિક બનાવવા અને તેને મજબૂત કરવા, લણણી પછીનાં નુકસાનમાં ઘટાડો, ટ્રેસેબિલિટી વગેરેમાં રહેલી મહત્ત્વપૂર્ણ ખામીઓ દૂર કરવાનો છે. વર્ષ 2020-21થી અત્યાર સુધી ભારત સરકારનાં મત્સ્યપાલન વિભાગે પીએમએમએસવાય હેઠળ કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસ માટે રૂ. 1283.47 કરોડનાં પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જેમાં 586 કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ, 78 કોલ્ડ સ્ટોરેજ/આઇસ પ્લાન્ટનું આધુનિકીકરણ અને 26588 વાવણી પછી પરિવહન સુવિધાઓ સામેલ છે.
આ માહિતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જિતિન પ્રસાદે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી છે.
AP/GP/JD
(Release ID: 2040932)
Visitor Counter : 123