ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કન્ઝ્યુમર અફેર્સ વિભાગ, ભારત સરકારે અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન 2024 માટે ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર ટિપ્પણીઓ/પ્રતિસાદ સબમિટ કરવાની સમયરેખા લંબાવી છે
ગ્રાહક બાબતોનો વિભાગ ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર પ્રાપ્ત સૂચનોની તપાસ કરે છે
Posted On:
25 JUL 2024 10:55AM by PIB Ahmedabad
અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશનના નિવારણ અને નિયમન માટે ડ્રાફ્ટ માર્ગદર્શિકા 2024ના પર ટિપ્પણી/પ્રતિસાદ સબમિટ કરવા માટે સમયમર્યાદા લંબાવવા માટે વિવિધ ફેડરેશનો, એસોસિએશનો અને અન્ય હિતધારકો તરફથી મળેલી વિનંતિઓને ધ્યાનમાં રાખીને, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે નિર્ણય લીધો છે. સબમિશનની છેલ્લી તારીખ એટલે કે 21.07.2024થી 15 દિવસ સુધી સમયરેખા લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
ટિપ્પણીઓ હવે 05.08.2024 સુધી સબમિટ કરી શકાશે (સૂચના નીચે આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઉપલબ્ધ છે):
(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Date_Extend_0.pdf)
વિભાગને વિવિધ સૂચનો/ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે જે હાલમાં તપાસ હેઠળ છે. ટિપ્પણીઓ ઇમેઇલ દ્વારા js-ca[at]nic[dot]in પર સબમિટ કરી શકાય છે અને ડ્રાફ્ટ માર્ગદર્શિકા અહીં આપેલી લિંક દ્વારા ઍક્સેસ કરી શકાય છે:
(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Guidelines%20for%20the%20Prevention%20and%20Regulation%20of%20Unsolicited%20and%20Unwarranted%20Business%20Communication%2C%202024.pdf)
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2036682)
Visitor Counter : 96